કચ્છ-સુરજબારી-માળીયા હાઈવે પર મહાજામનો પ્રશ્ન : વૈકલ્પિક રસ્તાઓ માટે કચ્છનું રાજકીય જગત-અધિકારીઓ કેમ મૌન..?
હયાત કચ્છ-મોરબી રોડ છે તેને સિકસ-એઈટ લેન કેમ બનાવવામાં નથી આવતો? ટોલનાકા કે ટોલ ઉઘરાવવા ઉતાવળ થાય છે પરંતુ પ્રજાને સુવિધા અંગે કોઈ રાજકારણી કે સરકારમાં બેઠેલા જવાબદારો બોલતા જ નથી? કેમ મૌન છે? કરોડોની આવક કચ્છમાથી છતા સુવિધા નહી? જો કચ્છની જગ્યાએ સૌરાષ્ટ્ર, મહેસાણા કે ગુજરાતનો અન્ય કેાઈ વિઃસ્તાર હોત તો બધા એક થઈને રજુઆત કરતા જોવા મળ્યા હોત..!
કચ્છ તો અનાથ હોય તેવુ જોવા મળી રહ્યું છે? અઢળક આવક સરકારને રળી આપે છે કચ્છ જિલ્લો ઉપરાંત પણ તેને સુવિધા આપવામાં કેમ ઠેંગો..?
કંડલાથી નવલખી કોસ્ટલ રોડ નિર્માણ અથવા તો પલાસવા-ટિકર-હળવદ-માણાબા માર્ગ નિર્માણની ગતીધીઓ કેમ ઠંડાબક્ષામાં જપડી છે? આ પ્રકારના રોડનું નિર્માણ વેળાસર થવા માટે જરૂરી રાજકીય પ્રેસરનો અભાવ કે ઈચ્છાશકિતનો?
: કચ્છથી મોરબી વાયા માળીયા જતા માર્ગ પર ટ્રાફીક મહાજામની આ કોઈ પહેલી વહેલી ઘટના નથી,છાશવારે અહી સર્જાય છે આવા મોટા ટ્રાફિક જામ : કેમ અન્ય વૈકલ્પિક સ્તાઓ મામલે કોઈ જ ધાક બેસાડતી કાર્યવાહી કરવા આગળ આવતુ નથી? રાજકીય ઉદાશીનતા અને અધિકારીઓની નફફટાઈનો ભોગ કયાં સુધી કચ્છની પ્રજા બનતી રહેશે.? : ભોગગ્રસ્તોમાથી ઉઠતા સવાલો
ગાંધીધામ : દેશના સર્વાધીક લોકપ્રીય નરેન્દ્રભાઈ મોદી ભારતના ઈન્ફ્રસટ્રકચર, ટ્રાન્સપોર્ટેશનને દુનીયાની હરોળમાં લાવવા મથી રહ્યા છે ત્યારે બીજીતરફ તેમના જ લાડકવાયા જિલ્લા ક્ચ્છને ગુજરાત સાથે જોડતા એક માત્ર માર્ગ કચ્છ-માળીયા-મોરબી હાઈવે પર અવારનવાર મહાટ્રાફીક જામની ગંભીરથી અતિ ગંભીર સમસ્યાઓ પુનરાવર્તિત રીતે સર્જાવવા પામી રહી છે અને તેમ છતા પણ આ સમસ્યાની પીડાઓમાથી કચ્છને તથા રોડ માર્ગે કચ્છ-મોરબી-માળીયાથી અવરજવર કરનારા સૌને મુકિત અપાવવા જાણે કે કોઈના પેટનું પાણી પણ હાલતું જ ન હોય તેવી અવસ્થા સર્જાયેલી જોવાઈ રહી છે.
આ પ્રશ્ન ફરીથી એટલા માટે ઉભો થવા પામી રહ્યો છે કે, તાજેતરમાં જ રવિવારે કચ્છ-મોરબી-માળીયા હાઈવે પર અકસ્માત જેવી ઘટના બનવા પામતા ર૦ કીમીનો મહાટ્રાફિક જામ સર્જાઈ ગયો અને મોટરીંગ પબ્લીક હાય તોબા હાય તોબા થવા પામી ગઈ. ટ્રાફિકમાં ફસાયેલ મહીલાઓએ તો ગરબા ગુમી અને અહી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. બન્ને બાજુએ કેટલો ભયંકર ટ્રાફીક સર્જાઈ ગયો હશે વિચરા તો કરો કે મહીલાઓને ગરમે ગુમીને રોષ દેખાડવાની સ્થિતી આવી ગઈ? ખરેખર કેન્દ્ર સરકાર કોસ્ટલ વ્યાપાર વાણીજયને વધારુ સુદ્રઢ બનાવવા માટે ખુબજ ચિંતિત છે ત્યારે કચ્છને એક માત્ર આ રોડની પીડામાંથી બહાર લાવવા માટે કોસ્ટલ રોડ યોજનાઓ હેઠળ, કે ભારતમાલા યોજના હેઠળ કંડલા-નવલખી અથવા તો પછી પલાંસવર-ટીકર-મોવાણા રોડ જેવા વિકલ્પો બાબતે જડપથી વિચારવુ જોઈએ. ન માત્ર વિચારવું જોઈએ બલ્કે તે માટે સૌ કોઈએ આગળ આવી અને પરીણામલક્ષી કાર્ય તેમાં કરી દેખાડવું ઘટે. પરંતુ અહી ખાટલે મોટી ખોટ છે કે, આવા વિકલ્પો પરથી તો કામ કરવાનું કે વિચારવાની વાત દુરની જ રહી જવા પામી છે પરંતુ જે કચ્છથી મોરબી વાયા માળીયા હાઈવે છે તેમાં છાશવારે સર્જાતા મહામોટા ટ્રાફીક જામની સ્થિતીએ નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે માટે પણ કોઈ જ વિચાર થતો હોય તેવુ જણાતથું નથી. કચ્છના બીમાર માણસોને દવાખાને જવાનુ થાય તો એમ્બયુુલન્સ લઈને ત્યારે માળીયા સુરજબારી હાઈવે પર ઉપર અવાનવાર ટ્રાફીક જામ હોય છે. આ ટ્રાફિક જામમા બીમાર માણસો ફસાઈ જવાની ઘટનાઓ બનતી રહે છે મોરબી અમદાવાદ રાજકોટ હળવળ ધાંગ્રધા ગાધીનગર દવાખાને જવાનુ થાય ત્યારે માણસો ટાઈમે પહેચી નથી શકતા વૈકલ્પીક રસ્તાઓની ખાસ જરૂર છે.પલાસવા-ટીકર-હળવળ-માણાબા માર્ગના મામલે પણ વેળાસર જ કાર્યવાહી આગળ ઘચાવી જોઈએ.આ બાબતે કચ્છનો ભોગગ્રસ્ત વર્ગ પણ કચવાટ સાથે કહી રહ્યો છે કે, કચ્છને ગુજરાતથી જોડતા મુખ્ય ગણ્યાગાઠયો માર્ગ હોય તો કચ્છથી મોરબી વાયા માળીયાનો મહત્વપૂર્ણ માર્ગ છે. પરંતુ કચ્છની કમશીબી કહો કે પછી સ્થાનિક રાજકીય જગત અને અધિકારીવર્ગનીબલીહારી, આ માત્ર એક જ માર્ગ હોવા ઉપરાંત અને છાશવારે આ માર્ગ પર કલોકો સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાવવાની ઘટનાઓ પુરાવર્તિત રીતે બની જ રહી છે છતા પણ ન તો આ રોડ પર ટ્રાફીક જામ બનતો અટકાવાનો વિચારાય છે, ન તો ટ્રાફીક જામ અકસ્માત કે અન્ય કોઈ કારણોસર થાય તો તેના ઝડપી અને ત્વિરત નિવારણની કોઈ વ્યવસ્થાઓ કરાય છે, ને તો આ માર્ગના વૈકલ્પીક માર્ગોને તાત્કાલીક ધોરણે અમલીકરણના તબક્કે લઈ જવાની દીશામાં કોઈ અવાજ ઉઠાવે છે? કચ્છથી બહાર જવા, અથવા તો ગુજરાતના મુખ્ય શહેરોમાં પહોચવા માટે આ માર્ગ ખુબજ ઉપયોગી છે. પરંતુ જયારે એક અકસ્માતમાં જો ર૦ કીમી લાંબો ટ્રાફીક જામ ઉભો થઈ જતો હોય અને તેના લીધે ટ્રાફીકમાં કલાકો સુધી આબાલવૃદ્ધ, સારા-નરસા એટલે કે જેમની તબિયત નાદુરસ્ત છે, એમ્બયલુન્સો હોય તે બધાયને અટકાવી જવાની નોબત આવી જતી હાયે તો પછી વૈકલ્પીક માર્ગ બાબતે શા માટે વેળાસર જ કામ હાથ પર લેવામા નથી આવતુ? કેમ વૈકલ્પીક માર્ગની યોજનાઓ ઝડપથી આગળ વધારવાનો કોઈને વિચાર નથી આવતો અથવા તો એ વિચારની અમલવારી થાય તે માટેની અથવા તો એ દીશામાં કોઈ રાજકારણી કે અધિકારીઓ વિશેષ તકેદારી નથી દાખવતા?જે કોઈ પણ વૈકલ્પીક માર્ગની વીચારણાઓ કરાઈ છે તે મામલે જાણે કે રાજકીય રીતે પ્રેસર જ ઉભુ ન કરાયુ હો કે પછી ન કરી શકાતું હોય તેવી સ્થિતી જોવાઈ રહી છે. એકતરફ ખુદ સરકાર પ્રદુષણને ઓછુ કરવા માટે ઈલેકટ્રીક વાહનોને અલગ અલગ રીતે પ્રોત્સાહન આપી રહી છે ત્યારે બીજીતરફ જો આવા ઈલેકટ્રીક વાહનો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જાય તો એ મુસાફરો, વાહનમાલીકે જાયે તો જાયે કહાંના તાલની સ્થિતીમાં આવી જાય? તેની તો બેટરી ઉતરી જાય અને ચાર્જીગ સ્ટેશન પર પહોચે કેવી રીતે? એટલે આવી ઈવી ગાડીઓ પણ ટ્રાફિક જામની સ્થિતીમાં લોકો માટે પરેશાનીનો સબબ તો બને જ બને, પણ બેટરી ઉતરી જવાથી આવી ગાડીઓ વધારે હોય તો એ જ ટ્રાફિકમાં પણ તે ત્યાની ત્યા જ પડી રહેવાથી ટ્રાફિકને વધુ અવરોધરૂપ બની જાય. નવા વૈકલ્પીક માર્ગ બાબતે દરખાસ્ત મોકલાવી તેના પર ઝડપથી કામ કરવુ આ માટે ન તો રાજકીય રીતે કોઈ દબાણ લાવી રહ્યુ છે ન તો કોઈ અધિકારીઓ હરકતમાં જોવા મળી રહ્યા છે? એ તો ગયુ તેલ લેવા પણ, જે ટ્રાફીક જામ સતત હયાત રોડ પર થાય છે, દાખલા તરીકે હાલમાં જે ટ્રાફીક જામ થયો, તે અકસ્માતના લીધે થયો, તો આ વિસ્તારમાં પોલીસતંત્રની પણ ગેરહાજરી ઉડીને આંખે વળગી જ ગઈ છે ને? અકસ્માત બાદ પણ કલાકો સુધી ટ્રાફિક કલીયર ન થઈ શકે તે કોની નિષ્ફળતા? પોલીસ તંત્ર ધારે તો શું નથી કરી શકતુ? આવા મોકાના માર્ગો અને ચાર રસ્તાઓની ચોકડી પર ઉઘરાણા કરવાની વાત હોય તો ઠેર-ઠેર મોબાઈલો, વાહનો,ખાખીધારીઓ જોવા મળી જશે, વાહનોને અટકાવશે, તપાસ કરશે, બધું જ કરશે પરંતુ આ જ ઉઘરાણા ખોર પોલીસવાળા ટ્રાફિક જામની ઘટનાઓ વખતે કયાંય જડપથી ડોકાતા ન હોય તેવી સ્થિતી બની જાય છે? આવુ શા માટે? ખરેખર તો અહી ટ્રાફિક ચોકીઓ ઉભી કરવી જોઈએ, જયા વારંવાર ટ્રાફીક જામ થાય છે, સ્ટાફ અને મહેકમની પણઆવા વિસ્તારોમાંફાળવણી કરવી જોઈએ , કે જે ટ્રાફીક જામ કોઈ પણ રીતે થયો હોય તો ગણતરીની મીનીટોમાં જ તેનુ નિવારણ કરી શકાય તે રીતે આ ચોકીનો સ્ટાફ સ્થળ પર પહોચી શકે, અને એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં સવાર બીમાર અથવા તો જીંદગીના જોલા ખાઈ રહેલા દર્દીને સમયસર હોસ્પિટલ સુધી પહોચાડી શકાય. આ ઉપરાંત પણ ગુજરાતના અન્ય ક્ષેત્રોમાં કચ્છમાથી જવા ઈચ્છતા હોય તેઓ પણ સમયસતર જ પહોચી શકે. પરંતુ આપણુ કમભાગ્ય જ છે કે, છાશવારે અહી કચ્છથી માળીયા થઈ મોરબી જઈ રહેલા હાઈવે પર ટ્રાફીક જામની સ્થિતી સર્જાતી હોવા છતા પણ પોલીસને ટ્રાફિક નિવારણ માટે મુકવાની તસ્દી પણ લેવામા નથી આવતી?

Comments