Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપામાં મોટાપેટળાવા અધિકારીની બલિહારી : ગુરૂકુળ વિસ્તારમાં નિર્માણાધીન પાણીના ટાંકામાં લીંપાપોત્તી

16 June

જુઓ તો ખરા કેવો અંધેરરાજ ચાલી રહ્યો છે..! જીયુડીસીના ભ્રષ્ટ ઘોટાળા..!





પ્રજાને પીવાના પાણીની સમસ્યાથી મુકત કરવા સરકાર ભગીથર પ્રયાસો કરી રહી છે, જયારે એ જ સરકારના અધિકારીઓ આંખે  ભ્રષ્ટ પાટ્ટા બાંધીને બેસી જતા હોવાથી સરકારની સારી નીતીઓના ઉડી રહ્યા છે ધજાગરા

જીયુડીસી હસ્તક કામગીરી ચાલી રહી છે, આવી ફરીયાદ ધ્યાને નથી આવી પણ ત્વીરીત ધોરણે જ તપાસ કરાવીશુા અને સ્થળ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે : 
શ્રી મેહુલ દેસાઈ(મનપા ડે.કમિશ્નરશ્રી)


જીયુડીસી હસ્તક કામ ચાલી રહ્યુ છે તો શું મનપા તંત્રની કોઈ જવાબદારી જ નથી બનતી? : યક્ષ સવાલ


અમે પદ્વતિસરનું જ કામ કરી રહ્યા છે, આક્ષેપો ખોટા છે, કોઈ જ કચાશ નથી, કેાઈ લેવલ ડીફરન્સ નથી રહી, કોઈ બાજુથી ઢાળ નથી થઈ ગયો, કોઈ મોટી તિરાડો પણ નથી પડી : જયદીપભાઈ 
(સાઈટ સુપરવાઇઝર, જીયુડીસી)


ગાંધીધામમાં જીયુડીસી દ્વારા કામો મા ભ્રષ્ટાચાર  તે તપાસ કરવા  ગાંધીધામ શહેર કોંગ્રેસ દ્વારા કરાઈ માંગ 



ડીસી ટુમાં નવા બનાવેલા અંડર ગ્રાઉન્ડ ટાંકામાં તિરાડો પડી વચ્ચેના ભાગે ટાંકો બેસી ગયો, વ્યાપક ભ્રષ્ટાચાર, સીટ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ, ભ્રષ્ટાચાર ઢાંકવા તિરાડો ઉપર પ્લાસ્ટર શરૂ કરાયાનો પણ ઓપો



   ગાંધીધામમાં  કરોડના ખર્ચે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની એટલે કે જી યુ ડી સી દ્વારા પાણીના ટાંકાઓ બનાવવા અને નવી લાઈનો નાખવાની કામગીરી કરવામાં આવી છે પણ તેમાં વ્યાપક અને મોટા પાયે થયેલો ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે જીવડીસી દ્વારા લાઈનો નાખવાની અને ટાંકા બનાવવાની કામગીરીમાં મોટાભાઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ગુરુકુલ વિસ્તારમાં ડીસી ટુ માં જે ફાયરના પ્લોટ માં પાણીનો અંડરગ્રાઉન્ડ લાખો લીટર નો ટાંકો બનાવવામાં આવ્યો છે તેમાં તિરાડો પડી છે ઉપરથી છત બેસી ગઈ છે વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર ઢાંકવા તિરાડો ઉપર પ્લાસ્ટર શરૂ કરવામાં આવ્યું છે ખરેખર આ કામગીરી રોકાવીને તપાસ કરવામાં આવે તે અતિ આવશ્યક છે મોનિટરિંગ વગરનું કામ કરવામાં આવ્યું છે. જો તાકીદે તપાસ કરીને પગલા ભરવામાં નહીં આવે તો ટાંકો બે થી ત્રણ વર્ષમાં ધરાશય થઈ જાય તેવી ભીતિ છે વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે ટકાવારીના ખેલ છે જી યુ ડી સી ના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. મહાનગરપાલિકા કે સ્થાનિકે કોઈનું તેના ઉપર નિરીક્ષણ થતું નથી તેના કારણે આ ભ્રષ્ટાચાર નો ભાર ટાંકાઓ ઝીલી રહ્યા છે.
    જેટલી જગ્યાઓ ઉપર જીયુડીસી એ ટાંકાઓ અને લાઇન નાખવાની કામગીરી કરી છે તે શંકાસ્પદ છે ભ્રષ્ટાચાર થયો છે. જો તપાસ કરવામાં નહીં આવે તો થોડા જ સમયમાં આ ટાંકાઓની સ્થિતિ ખરાબ થશે જે લાઈનો નાખી છે તેની નગરપાલિકાને ખબર નથી પાણી સપ્લાય કરીને લાઈનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું નથી તેમાં પણ વ્યાપક ગેર રીતી આચરવામાં આવી છે. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર સરકારમાં આ બાબતે ધ્યાન દોરે અને એક વ્યવસ્થિત તપાસ કરે તો જ સત્ય બહાર આવશે અને જોવા ભ્રષ્ટાચારના ભારથી ટાંકાઓ તૂટી પડશે તો ગંભીર અકસ્માત સર્જવાની પણ ભેતી છે.   ટુ બી ફોર બી માં જે સંપ બનાવવાની કામગીરી છે તેમાં પણ ભ્રષ્ટાચાર છે હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે તેના ફોટા પણ વાયરલ થયા હતા. ૧૧૦ કરોડના પ્રોજેક્ટમાં સાત પાણીના ટાંકાઓ બનાવવાના હતા તે પૈકીના ચાર પાણીના ટાંકાઓ બની ગયા છે ગુજરાત હાઉસિંગ બોર્ડ આદિપુર માં જગ્યાઓ મળતી નથી અને રામલીલા મેદાન નો કેસ ચાલતો હોવાથી ત્યાં ટાંકાનું કામ અધૂરું છે બાકી જે જગ્યા ઉપર ટાંકા બન્યા છે અને લાઈનો નાખવામાં આવી છે ત્યાં કામગીરી શંકાસ્પદ છે ભ્રષ્ટાચાર થયો છે 
તપાસ કરવામાં આવે અને ખાસ કરીને ઙ્ઘષ્ઠ૨ ના ટકામાં તિરાડો પડી છે અને તે તિરાડો ઢાંકવા માટે પ્લાસ્ટર કરવામાં આવી રહ્યું છે જે ગંભીર મામલો છે.ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ગુપ્તા અને લતીફભાઈ ખલીફા મહામંત્રી ગાંધીધામ શહેર કોંગ્રેસ એ આ પાણીના ટાકાને રૂબરૂ મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું હતું.બીજીતરફ આ બાબતે ગાંધીધામ મનપાના ડે.કમીશ્નરશ્રી મેહુલ દેસાઈને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, આ બાબતેની તપાસ કરાવી છે, જીયુડીસીને પણ જરૂરી સુચનો અને નિર્દેશો આપ્યા છે, હાલતુરંત કામમાં કોઈ ક્ષતિ કે કચાશ દેખાતી નથી, ઉપરાંત પણ જીયુડીસીના રાજકોટ સ્થિતી જવાબદારોને નીતી નિયમો અનુસાર જ કામ કરવાની જરૂર તાકીદ કરી હોવાનુ શ્રી દેસાઈએ કહ્યુ હતુ. 


..........

Comments

COMMENT / REPLY FROM