Trending News
સ્થાનિક સમાચાર

વેકરીયાના રણ પાસે ગંભીર અકસ્માત : ટ્રેઈલરનો ચાલક કેબીનમાં જ દબાઈ ગયો

16 June



ટ્રક, ટ્રેઈલર અને કારની કેબીનનો ખુરદો બોલી જતા લોકોએ મહા મહેનતે ચાલકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા : નેશનલ હાઈવે હોવા છતાં રસ્તો અકસ્માત ઝોનમાં ફેરવાયો : ટ્રક - ટ્રેઈલર - ડમ્પરના ચાલકો ટુ વ્હીલર ચાલકોને ગણકાર્યા વીના બેફામ વાહનો ચલાવે છે 

ભુજ : ધોરડોમાં આવેલા સફેદરણ, કાળોડુંગર આવતા પ્રવાસીઓ અને સરહદે ફરજ બજાવતા જવાનોને અવર જવરમાં સરળતા રહે તે માટે ભુજ - ખાવડા હાઈવેને નેશનલ હાઈવેમાં પરિવર્તિત કરી રસ્તો બનાવાયો હતો. પરંતુ ખાવડામાં નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કમાં અવર જવર કરતા વાહનોએ આ હાઈવે પર રીતસરનો કબજો જમાવી લીધો હોય તેમ આ માર્ગ પર ક્ષમતા કરતા વધારે વાહનો દોડી રહ્યા છે. જેના કારણે વીતેલા એક વર્ષમાં એક દિવસ એવો નથી ગયો જયારે કોઈ વાહનો ભટકાયા ન હોય. પ્રવાસીઓના અકસ્માતમાં મોત થવા સાથે આ વિસ્તારમાં ગામડાઓમાં રહેતા નિર્દોષ લોકોએ પણ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. કંપનીઓમાંથી માલ ભરી નિકળતા ચાલકો ગંતવ્ય સ્થાને સલામત પહોંચશે કે કેમ ? તેનો પોતાને જ વિશ્વાસ નથી હોતો, તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. દરરોજ વધી રહેલા અકસ્માતો વચ્ચે સ્થાનીય પ્રશાસન ચુપ છે. તેવામાં આજે સવારે ભુજ - ખાવડા હાઈવે પર આવતા વેકરીયાના રણ પાસે અકસ્માત થયો હતો. સોલાર પાર્કમાં લઈ જવાતી પ્લેટો ભરેલ ટ્રક અને ટ્રેઈલર વચ્ચેની ટક્કરમાં બન્નેની કેબીનનો ખુરદો બોલી ગયો અને આ વચ્ચે કાર ઝપેટમાં આવી જતા તેમાં પણ વ્યાપક નુકશાની થવા પામી છે. અકસ્માતમાં ઈંધણની ટાંકી ટુંકી જતા રસ્તા પર ઈંધણ ઢોળાયું હતું. પસાર થતા વાહનોના ચાલકોએ ગાડીઓ રોકી મહા મહેનતે ઈજાગ્રસ્ત ચાલકોને વાહનોમાંથી બહાર કાઢી ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ માર્ગ એટલી હદે અકસ્માત ઝોનમાં ફેરવાઈ ગયો છે કે આ રોડ પરથી પસાર લોકોને સલામત પહોંચશે કે કેમ ? તે ભગવાન ભરોસે મુકીને અવર જવર કરવાની ફરજ પડે છે. કારણ કે તમે ગમે તેટલું સંભાળીને ડ્રાઈવીગ કરો પરંતુ ભારે વાહનો ગમે ત્યાંથી કાળ બનીને ઘૂસી આવે છે. ખરેખર સામાન્ય લોકોના પરિવહન માટે બાજુમાં અલગથી બીજો રસ્તો બનાવવાની જરૂરીયાત ઉભી થઈ છે.

.............

Comments

COMMENT / REPLY FROM