Trending News
સ્થાનિક સમાચાર

રાપર પાલિકા દ્વારા આંઢવાળા તળાવમાં કામવામાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર ગાબડા

15 June



નગરપાલિકા સદ્દસ્યના પતિ દ્વારા ત્રણ કરોડના ખર્ચે કરવામાં આવેલું કામ પ્રથમ વરસાદમાં ધોવાયું : તળાવમા સિમેન્ટ અને માટી કામ, અન્ય કામગીરી આવી સામે : કોંગ્રેસ દ્વારા તપાસની કરવામાં આવી માંગ 



રાપર : આથમણા નાકા વિસ્તારમાં આવેલા પૌરાણિક રત્નેશ્ચર મંદિર પાસેના આંઢવાળા તળાવ ખાતે છેલ્લા બે વર્ષથી તળાવમાં શહેરીજનોને હરવા ફરવા માટે તથા શહેરના લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ત્રણ કરોડના ખર્ચે તળાવ બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવી રહી છે. તળાવ કામગીરી નગરપાલિકાના સદસ્યના પતિ દ્વારા કરવામાં આવી રહી છે તેઓ પણ ભુતપૂર્વ સદસ્ય છે. કામગીરી માટે રાપર શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ વિજીલન્સની તપાસ ની માંગણી સાથે ભ્રષ્ટાચાર બતાવ્યો હતો, ત્યારે જાણે આ ભ્રષ્ટાચાર પાધરો થતો હોય તેમ રાપરમાં ચાર ઈંચ વરસાદમા આંઢવાળા તળાવમા સિમેન્ટ અને માટી કામ, અન્ય કામગીરી પાધરી થઈ ગઈ હતી.
રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે જણાવ્યું હતું કે આંઢવાળા તળાવની કામગીરી ભાજપ શાસિત રાપર નગરપાલિકા દ્વારા સદસ્યના પતિને આપવામાં આવી છે. તળાવની પાળ પર સિમેન્ટ કામ તથા માટી કામ ધોવાઈ ગયું હતું. સિમેન્ટ આરસીસી તથા પથ્થર દ્વારા સિમેન્ટ સાથે પેચીંગ કામ કરવામા આવ્યું હતું, જે પ્રથમ વરસાદમા ધોવાઈ ગયું છે. રાપર નગરપાલિકા દ્વારા બે ખોફ ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો છે જે અંગે તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી છે. પ્રથમ વરસાદમાં તુટી જતા આગામી દિવસોમાં શું થશે તે અંગે તપાસની માંગણી કરવામાં આવી છે.


.......

Comments

COMMENT / REPLY FROM