Trending News
સ્થાનિક સમાચાર

સામખિયાળી પાસે ફરી એકવાર મોટો ટ્રાફિકજામ : ૭ કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી

15 June


ભચાઉ : કચ્છના પ્રવેશદ્વાર એવા સામખિયાળી પાસે અવારનવાર ટ્રાફીક જામ થાય છે. કચ્છથી બહાર જવા અને પ્રવેશવા માટે આ મહત્વપૂર્ણ માર્ગ છે. દરરોજ અહીં પ૦ હજારથી વધુ વાહનોની અવરજવર છે. તેવામાં આજે સવારે ટ્રાફીકજામ થયો હતો. જોત જોતામાં સાત કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હતી. એકતરફ ઉકળાટ અને બફારા વચ્ચે ગરમીથી વાહનમાં સવાર લોકો પરેશાન થઈ ઉઠયા હતા. ગંતવ્ય સ્થાને સમયસર પહોંચી શકયા ન હતા. એકતરફ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ટોલ ઉઘરાવવામાં આવે છે. દર વર્ષે ટોલની રકમમાં વધારો કરી દેવામાં આવે છે, પરંતુ જોઈએ તેટલી સુવિધા આપવામાં આવી રહી નથી. હાઈવે પર મોટા વાહનોના અકસ્માત થાય અથવા તો વાહન ખોટકાયા પછી દિવસો સુધી ભારે વાહનોને ખસેડવામાં આવતા નથી, પરિણામે આ પ્રકારે ટ્રાફીકજામના બનાવો બનતા હોય છે. ટોલ ઉઘરાવવા માટે જેટલી સુવિધા અને માણસો રાખવામાં આવે છે તેટલી તકેદારી રોડમાં ટ્રાફીક કલીયર કરાવવા અને વાહન ચાલકોને સુવિધા આપવામાં યોગદાન અપાય તો જ વાહન ચાલકોને પડી રહેલી મુશ્કેલીમાં ઘટાડો થાય તેમ છે.

........

Comments

COMMENT / REPLY FROM