Trending News
સ્થાનિક સમાચાર

મથલ ડેમ વિસ્તારમાં જોવા મળ્યું રાજ હંસ પક્ષી

14 June




કચ્છના છારીઢંઢ વિસ્તારમાં શિયાળાની સિઝનમાં જોવા મળતું આ પક્ષી ભાગ્યે જ  કોઈ વિસ્તારમાં જોવા મળે છે
 

દેશલપર (ગુંતલી) : વન વિભાગ નખત્રાણાના વન રક્ષક ધીરજભાઈ વાઘેલા જેવો એ રાજ હંસ પક્ષી વિશે માહિતગાર કરતા કહેવાયુ હતુ કે રાજ હંસ પક્ષી જે ઉત્તર અમેરિકાના આર્કટિકના મૂળ વતની છે ત્યાંથી કચ્છમાં આવે છે. મધ્ય એશિયામાં પર્વતીય સરોવરો પાસે હજારોની વસાહતોમાં પ્રજનન કરે છે અને દક્ષિણ એશિયામાં તે જમીનના માળામાં એક સમયે ત્રણથી આઠ ઇંડા મૂકે છે. હિમાલયમાં સ્થળાંતર કરતી વખતે તે જે અત્યંત ઊંચાઈએ પહોંચે છે તેના માટે તે જાણીતું છે. તે વિશ્વના સૌથી ઊંચા ઉડતા પક્ષીઓમાંના એક તરીકે જાણીતું છે. તે ૨૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે, જ્યારે હિમાલય ઉપર સ્થળાંતર કરે છે જ્યાં ઓક્સિજન અને તાપમાનનું સ્તર અત્યંત ઓછું છે. પક્ષી જ્યારે સાયબેરીયાથી એશિયામાં આવતું હોય ત્યારે હિમાલયના પહાડ ઉપરથી થઈને આવે એ એમનો રેગ્યુલર રસ્તો છે અને જે આ પક્ષી નખત્રાણાના તાલુકાના છારીઢંઢમાં શિયાળાની સીજનમાં જોવા મળતુ હોય છે. અન્ય કોઈ જગ્યાએ ભાગ્યે જ આ પક્ષી જોવા મળતુ હોય છે. આ રાજ હંસ પક્ષી જે મથલ ડેમ વિસ્તારમા જોવા મળેલ છે જે રાજ હંસ પક્ષીની તસ્વીર ધીરજભાઈ વાઘેલા વન રક્ષક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નખત્રાણા દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યું હતુ તેવુ  રાજ હંસ પક્ષી વિશે રસપ્રદ માહિતી આપવા બદલ ધન્યવાદ આપતા  દેશલપર (ગુંતલી) ગામ જાગૃત નાગરિક જગદીશ દવે જણાવ્યુ હતું.
-----------

Comments

COMMENT / REPLY FROM