Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં નકલી બિયારણ અને જતુંનાશક દવાઓનો વેપલો કરતા લેભાગુઓ સક્રિય 

14 June

ખરીફ પાકની સીઝનના પ્રારંભ પૂર્વે




ચોમાસુ સીઝન માટે કચ્છના કિસાનો ખરીદીમાં તકેદારી રાખે તેવો જાગૃત કિસાન અગ્રણીઓએ કર્યો અનુરોધ : બિનસાક્ષર ખેડૂતોને સસ્તા ભાવની લાલચ આપી બનાવટી કે, હલકી ગુણવતાવાળા બિયારણ અને દવાઓ ધાબડી દેતા તત્ત્વો સામે 
કડક કાર્યવાહી જરૂરી 



છેતરપીંડીથી બચવા બિયારણ, ખાતર અને જતુંનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સંસ્થાઓ કે, વિક્રેતાઓ પાસેથી જ કરવા અપાયું સૂચન 




ભુજ : ચોમાસાની સિઝન નજીક આવી પહોંચી છે, ત્યારે કચ્છ જિલ્લાના કિસાનોએ ખેતીની નવી સિઝન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવનાર દિવસોમાં ખેડૂતો દ્વારા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીનો ધમધમાટ શરૂ થઈ જશે. ત્યારે જિલ્લામાં બનાવટી બિયારણો અને જંતુનાશક દવાઓનો ગેરકાયદેસર વેપલો કરતા તત્ત્વો સક્રિય બની જશે. વિતેલા વર્ષો દરમ્યાન પણ ખરીફ પાકની સિઝનમાં બનાવટી બિયારણ અને જતુંનાશક દવાઓ ખેડૂતોની બિનસાક્ષરતાનો લાભ લઈ ધાબડી દેવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી હતી. ભોળા ખેડૂતોને સસ્તા ભાવની લાલચ આપી ગેરપ્રવૃતિ કરનારાઓએ છેતરી લીધાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. 
કચ્છ જિલ્લાના ખેડૂતોને ચોમાસુ સીઝનમાં વિવિધ પાક, શાકભાજીના વાવેતર માટે હવે બિયારણની જરૂર પડશે. પાક ઉછેર અને કિટકોના નાશ કરવા માટે જંતુનાશક દવાઓ પણ ખેડૂતો ખરીદશે. ત્યારે કચ્છ જિલ્લામાં રાફડાની જેમ ફાટી નિકળેલા બિયારણ અને જતુંનાશક દવાઓના વેપારીઓ પૈકી કેટલાક લેભાગુઓ ખેડૂતોની બિનસાક્ષરતાનો લાભ લઈ હલકી ગુણવતાવાળા બિયારણો અને જતુંનાશક દવાઓ ઓછા ભાવની લાલચ આપી પધરાવી દેવા સક્રિય બન્યા છે. આવી હલકી ગુણવતાવાળા કે નકલી બિયારણ અને જતુંનાશક દવાઓના વપરાશથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી મોટી નુકશાની વેઠવી પડતી હોય છે. દર વર્ષે કચ્છમાં આવા લેભાગુઓ ભોળા અશિક્ષિત ખેડૂતોને સસ્તા ભાવની લાલચ આપી છેતરી જતા હોય છે. ત્યારબાદ સીઝનભર કરેલી તનતોડ મહેનત બાદ પાક નિષ્ફળ જતો હોય છે, ત્યારે ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવે છે. 
રાજ્ય કૃષિ વિભાગે ખેડૂતોને છેતરપિંડીથી બચવા બિયારણ, ખાતર અને જતુંનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી મંડળીઓ, સંસ્થાઓ કે, વિક્રેતાઓ પાસેથી ખરીદવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત ખરીદીનું પાકું બિલ લેવાની, મુદ્‌ત પુરી થયેલા ઈનપુટો ન ખરીદવા, અનધિકૃત અને ભળતા નામથી વેચાતા બિયારણો, ખાતર કે, જતુંનાશક દવાઓની ખરીદી ન કરવા તથા કોઈ સ્થળે હલકી ગુણવતાવાળા કે, નકલી બિયારણ કે, જતુંનાશક દવાઓનું વેચાણ થતું હોય તો જિલ્લા ખેતીવાડી કચેરીને જાણ કરવા જણાવાયું છે. 

 

Comments

COMMENT / REPLY FROM