એસપીશ્રી કેમ ન કરાવે તપાસ? સાહેબ, બેનામી ધંધાર્થીઓ સાથેની ભાગબટાઈ દેખાય છે પણ ટ્રાફિક શાખામાં ખાખીનો ભ્રષ્ટ સડ્ડો તેનાથી અનેકધણો છે મોટો..!
ટાગોર રોડ પર આર એન્ડ બી ત્રાટકયું, તો ટ્રાફીક પોલીસ શું કરી રહ્યું હતું?
પૂર્વ કચ્છના ઔદ્યોગકી પાટનગર ગાંધીધામ સંકુલમાં ટાગોર રોડ પર આડેધડ ખડકાયેલા દબાણોને મને-કમને મનપાએ નોટીસો આપી કે નહી, તે તો ખ્યાલ જ નથી, તે વચ્ચે આર એન્ડ બીએ ૧૦૦ જેટલા દબાણોને દુર કર્યા, પરંતુ અહી સવાલ તો એ થાય છે ટ્રાફીકને અડચણરૂપ દબાણો હટાવવામાં ગાંધીધામ પોલીસની ટ્રાફીક શાખા કેમ વામણી થઈ પુરવાર?
જેટલા ઉઘરાણા ટ્રાફીકમાં થાય છે તેટલા તો દારૂ સહિતના બેનામી ધંધાઓમાં પણ નથી થતા? જાણકારોનો મોટો
ઘટસ્ફોટ : સંકુલમાં ગાડી દીઠ માસીક ૧૦૦૦નો હપ્તો બાંધેલો હોવાની છે ચર્ચા, વિચાર કરોડ, અહી તો સેંકડો ગાડીઓ છે, હપ્તાનો આંક કયા જતો હશે? ટ્રાફિકના અમુક બની બેઠેલાઓના ભ્રષ્ટ ઉઘરાણાઓ થતા હોય તો આવા દબાણો તે હટાવવા શા માટે આવે આગળ? અકસ્માતો થતા હોય ભલે થતા રહે, ટ્રાફિક જામની પીડા થાય છે, ભલે સતાવતી રહે, બસ અમારૂ તરભાણું દબાણકારો ભરતા રહેજો.., તમને કોઈ જ નહી ઉઠાડે આ જગ્યાએથી..!
ચાવલા ચોકથી સરદાર વલ્લભભાઈ પટેલના પુતળા સુધી કયા ટ્રાફિક પોલીસની મોબાઈલ દુકાનો છે અને આ બધાય નાણા તેની પાસે આવ્યા છે કયાથી?
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ટ્રાફિક માટે શિરદર્દ બનતા ટાગોર રેાડ પર આર એન્ડ બી વિભાગ દ્વારા નોટીસો ફટકારી અને અહીથી દબાણકારોને દુર કરવામા આવ્યા છે. ૧૦૦ જેટલા દબાણકારોને અહીથી તંત્ર દ્વારા ખસેડવામાં આવી ચૂકયા છે. આ કામગીરીમાં પણ ઘણા બધા જો અને તોના પ્રશ્નો તો સામે આવ્યા જ છે પરંતુ સંકુલનો જાણકારવર્ગ સવાલ કરી રહ્યો છે કે આ રોડ પર ટ્રાફિકને લગતી આટલી બધી સમસ્યાઓ થવા પામતી હતી, સવાર અને સાંજે વાહનચાલકો ત્રાહીમામ પોકારી જતા હતા તો પછી ટ્રાફિક પોલીસ તંત્ર શું કરી રહ્યુ હતુ? તેઓએ કેમ આ દબાણકારોની સામે કોઈ જ કાર્યવાહી ન કરી? જે રીતે નગરપાલીકાની ભુમિકાઓ સામે આ કાર્યવાહીમાં સવાલો ઉભા થવા પામી રહ્યા છે તે જ રીતે પોલીસતંત્રની ભુમિકાઓ પણ અહી સવાલોના ઘેરામાં આવવા પામી રહી છે.
જાણકારો અહી સવાલ કરતા કહી રહ્યા છે કે, પૂર્વ કચ્છના એસપીશ્રી સાગર બાગમાર જે રીતે અન્ય બેનામી ધંધાઓ અને ધંધાર્થીઓની સામે ધાડ બેસાડતી કાર્યવાહી કરી રહ્યા છે તે જ રીતે ટ્રાફિક શાખામાં વકરી ગયેલા ભ્રષ્ટાચારના સડ્ડાને પણ દુર કરવાની તાતી જરૂરીયાત રહેલી છે. આજે દારૂના ધંધાઓ અને બુટલેગર, આંકડા, ક્રીકેટ સટ્ટા અને ખનીજચોરી કે તેલચોરી સહિતની ઘટનાઓ અને તેમાં ભાગબટાઈના આંકડાઓ બધાયને દેખાય છે પરંતુ ટ્રાફીક શાખામાં અમુક પેંધી ગયેલાઓ દ્વારા જે રીતે ભ્રષ્ટાચાર મોટાપાયે આચરાય છે તે કોઈને દેખાતો નથી. હકીકતમાં ટ્રાફીક શાખામા ંજે રીતે ઉઘરાણા થાય છે તેનો આંક તો બધાય અન્ય બેનામી ધંધાઓને પણ ટપી જાય તેટલો મોટોહોવાનુ ચર્ચાય છે.
ટ્રાફિક વાળા જેટલા ઉઘરાણાઓ કરી રહ્યા છે તેટલા તો દારૂના ધંધાવાળાઓ પાસેથી પણ નથી કરવામા આવતા? કહેવાય છે કે, ગાંધીધામ સંકુલમા જેટલી પણ ગાડીઓ છે તેમની પાસેથી મહીનાના એક ગાડી દીઠ ૧૦૦૦ રૂપીયાનો હપ્તો બાંધેલો છે.આ સંકુલમાં તો ગાડીઓનો આંક હજારોમાં પોચી જાય એમ છે. હવે વિચાર કરો કે આ ગાડીઓના આંક સાથે ૧૦૦૦નો આંક જોડો તો એ આંક ખાયકીનો કયાં પહોચી જશે? આ તો માત્ર ગાડીવાળાઓ પાસેથી બેઠો હપ્તો છે? આ ઉપરાંત કામગીરીના નામે ચલણો ફાળવાના બહાને રોજબરોજની જે ગાધીછાપ નોટો ઉભી કરી લેવાતી હશે તે તો લટકામાં જ છે. ટ્રાફિકને નડતરરૂપ દબાણો થાય છે ભલે થાય, અકસ્માતોની ઘટના થાય છે, ભલે થતી હોય, ટ્રાફીકમાં એક બીજાની સાથે મોટી માથાકુટો વાહનચાલકો વચ્ચે થઈ જાય છે,ભલે ને થતી રહે, બસ તમે માત્ર અમારૂ તરભાણું ભરો? આવી જ રીતીનીતીઓમાં જે ભ્રષ્ટ ટ્રાફીકના અમુક તત્વો વર્તતા હોય તો પછી દબાણો દુર કરાવની કામગીરી તેઓ કરશે જ શુકામ? હવે તો અહી સવાલ એ પણ થાય છે કે, આર એન્ડ બીએ જે દબાણો દુર કર્યા છે ત્યાં પણ આવા ભ્રષ્ટ ટ્રાફીકવાળા દબાણકારોથી ઉઘરાણા અને સેટીંગ કરીને ફરીથી બેસાડી ન દે તો સારૂં..!
.....................
ટ્રાફીકમાં PSI ની બદલી થાય છે, પણ અમુક
કોન્સટેબલ-હે.કો.ને કેમ ખડીર- વાગડ નથી દેખાડાતુ?
ગાંધીધામવાળાને ખડીર મોકલો, અંજારવાળાને દુધઈની જવાબદારી આપો, અન્યોને રાપર વિસ્તાર પણ દેખાડો, જુના અને જાણીતા અમુક ખાધેલાઓ ટ્રાફિકમાં ફરી ફરીને વરસોથી ચીટકીને બેઠા છે, જેઓ માત્ર અને માત્ર ઉઘરાણીમાં જ વ્યસ્ત પડયા હોવાની છે ચર્ચા
ગાંધીધામ : ટ્રાફીકવિભાગમાં ધીમે ધીમે કરીને વકરી ગયેલા ભ્રષ્ટચારના સડ્ડાને ડામવાની વાત ઉઠી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, પૂર્વ કચ્છના ઉચ્ચ અધીકારીઓએ વિચારવુ જોઈએ કે, ટ્રાફીક શાખામાં સમયાંતરે પીએસઆઈ કક્ષાના અધિકારીઓની તો બદલી કરવામા આવતી જ રહેતી હોય છે પરંતુ તેમાં લાંબા સમયથી અને વરસોથી પેંધી ગયેલા કોન્સટેબલ અથવા હેડ કોન્સટેબલ કક્ષાના અમુક તત્વોની કેમ બદલી નથી થતી? તપાસ કરાવો કે ટ્રાફિક શાખામાં કઈ જગ્યાએ કયો કર્મચારી કેટલા સમયથી તૈનાત છે? આવુ શા માટે? જે રીતે પીએસઆઈની બદલીઓ કરાવાય છે તેવી જ રીતે ગાંધીધામમાં ચીટકીને બેઠા હોય તેને ખડીરમાં મોકલો, જે અંજારમાં વરસોથી પડથાપાથર્યા હોય તેને દુધઈ પટ્ટામાં ફેકો,આવી બદલીઓ કેમ નથી કરવામા આવતી?ટ્રાફીકવાળાઓની પણ નિયમિત આ રીતે બદલીઓ કરવી જ જોઈએ.
.....................
ખાખીના ભ્રષ્ટ તત્વોના જોરે અમુક ટ્રાવેલ્સવાળા કે,
છકડાવાળા, જીપવાળા ફાટીને ગયા છે ફુલેકે...!
ગાંધીધામ : પૂર્વ કચ્છ ઉદ્યોગાથી ધમધમતો વિસ્તાર છે. અહી મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશન પણ ધમધમી રહ્યું છે.
જાણકારો કહી રહ્યા છે કે ખાખના કેટલાક ભ્રષ્ટ અને પછળેલા તત્વોની ભાટબટાઈના લીધે અમુક ટ્રાવેલ્સવાળા, છકડાવાળા અને ખાનગ જીપ-વાહનોવાળા એટલા ફાટીને ફુલેકે ચડી ગયા છે, માથાભારે થઈ ગયા છે કે તેઓની કોઈ ફરીયાદ કરવા જાય છે તો ફરીયાદીને પણ લાકડા-કુવાડા અને ધારીયાથી ઝુડી નાખતા પણ વાર નથી કરતા. એટલે ખાખીનો ટ્રાફિકમાં વકરેલો આ ભ્રષટાચાર કયાંક ને કયાક કાયદાને માટે પણ મોટા પડકારો ઉભો કરી રહ્યો હોવાનો દર્શાય છે.

Comments