Trending News
સ્થાનિક સમાચાર

હાજીપીર રોડ પર નમકના ગંજ ખડકાયા : પર્યાવરણને મોટા નુકસાનણી ભીતિ

13 June



 જાગૃત નાગરિક દ્વારા પ્રાંત કચેરીએ યોગ્ય પગલાં લેવા અપાયું આવેદન 



ભુજ : હાજીપીરથી દેશલપર (ગુંતલી) સુધી રોડ પર જે હોટલે આવેલ છે તે દરેક હોટલો પર મીઠાનાં ઢગલા જોવા મળે છે, દરેક હોટલ પર ૧૦૦ થી ૧૨૫ ટન નમકનાં ઢગલા જોવા મળે છે. આ નમક કેમીકલયુક્ત છે જેનાં કારણે હાજીપીર, લુણાં નાના, લુણાં મોટા, બુરકલ, છારી ઢંઢનાં તળાવો ખારા થઈ ગયા છે. આ ઉપરાંત જયાં વિદેશી પક્ષીઓ આવે છે તે છારી ઢંઢનાં પાણી પણ ખારા થઇ ગયા છે. નમકનાં કારણે બન્નીમાં આજે માનવ વસાહત, પશુ-પક્ષીઓ અને પર્યાવરણને પણ ખુબ જ નુકશાન થઈ રહ્યું છે તેનાં કારણે પશુઓનાં મરણ થાય છે. જે અંગે બુરકલ ગામનાં આગેવાન જત સૈયા ઉંમરે નખત્રાણા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.
 પ્રાંત અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, હાજીપીરથી દેશલપર (ગુંતલી) સુધી રોડ પર અને દરેક હોટલ પર નમકનાં ટનબંધ ઢગલાઓ પડેલા છે જેનાં કારણે જમીન ખારી બની ગઈ છે અને તળાવોનાં પાણી ખારા બની ગયા છે, બન્ની વિસ્તારમાં પાણીમાં ખારાશનું પ્રમાણ વધતું જાય છે. કેમીકલ વાળા મીઠાનાં કારણે પાણી પણ કેમીકલયુકત બની જાય છે અને તે પાણી પશુઓને આપતાં ખુબ જ નુકશાન થાય છે. દેશલપર (ગુંતલી)થી હાજીપીર સુધી હોટલો પર અને રોડ તપાસ કરી નમક હટાવવા અનુરોધ કર્યો હતો. નમકના ઢગલા જો નહી હટાવાય તો આ વિસ્તારનાં લોકોને તેમજ પશુઓને હિજરત કરવી પડશે. આ કેમીકલયુકત મીઠાનાં કારણે જમીન પણ ખારી બની ગઈ છે અને ચોમાસામાં તે દરેક વિસ્તારમાં ફેલાઇ જાય છે જેનાંથી માનવ વસાહતને પણ તેનાં ગંભીર પરીણામ ભોગવવા પડે છે તેવું વધુમાં જણાવ્યું હતું. નમક ભરીને નીકળતી ગાડી ફેલ થાય કે અકસ્માત થાય તો ગાડીમાં લોડ કરવામાં આવેલ નમક જેમને તેમ મુકીને ગાડીઓ ચાલી જાય છે જેનાંથી મીઠાનાં ગંજ ખડકાઇ જાય છે જેનાંથી આસપાસમાં જમીન અને પર્યાવરણને પણ ગંભીર નુકશાન થાય છે. આ અંગે સત્વરે યોગ્ય કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. જો આ અંગે પગલા લેવામાં નહીં આવે તો નાછૂટકે તા. ૨૫-૬નાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM