ગુંદાલામાં ઓઈલના ટેન્કરોમાંથી પામ ઓઈલની ચોરી કરવાની પ્રવૃતિ પકડાઈ
પ૧ હજારનું પામ ઓઈલ કબ્જે કરાયું : ભુજ અને કાનમેરના આરોપી પકડાયા : કિડાણાનો શખ્સ ભાગી ગયો
ભુજ : એલસીબીની ટીમ માંડવી - ગાંધીધામ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે ગુંદાલા ગામની સીમમાં રતાડિયા ગામ તરફ જતા ચાર રસ્તાની નજીક એસઆર પેટ્રોલપંપની બાજુમાં સિમેન્ટ, પતરાની ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જયાં પામ ઓઈલનો જથ્થો સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હતો. હાઈવે પર પસાર થતા અલગ અલગ પામ ઓઈલના ટેન્કરોમાંથી પામ ઓઈલની ચોરી કરી કેરબામાં ભરી ઓરડીમાં રાખવામાં આવતો હતો. દરોડા દરમિયાન પ૧૦ લિટર પામ ઓઈલ કિ.રૂા. પ૧ હજારનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે દરોડો પાડ્યો ત્યારે બે ઈસમો ટેન્કરના વાલમાંથી પામ ઓઈલ કાઢી ચોરી કરતા પકડાઈ ગયા હતા. અને એક ઈસમ ભાગી ગયો હતો. પોલીસે મૂળ દુર્ગાપુર માંડવીના હાલે ભુજના અમનનગરમાં રહેતા અનવર મામદ સંધી અને કાનમેરના માધાભાઈ મંગરાભાઈ ભરવાડની ધરપકડ કરી છે. જયારે ગાંધીધામના કિડાણાનો જુસબ હુસેનભાઈ કકલ ભાગી જવામાં સફળ રહ્યો હતો. પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે ગુનો દાખલ કરાવાયો છે. એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠીના માર્ગદર્શનમાં ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

Comments