મુંદરા મુસ્લિમ યુવા ગ્રુપના સદસ્યોએ શિફા હોસ્પિટલની મુલાકાત લીધી
મુંદરામાં રમાયેલ શિફા કપ વડે એકત્ર થયેલ દાનની રકમ ભુજમાં ટ્રસ્ટીઓને અર્પણ કરાઈ
ભુજ : મુંદરા ખાતે શિફા હોસ્પિટલના લાભાર્થે મુંદરા મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા શિફા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાંથી એકત્ર થયેલ ડોનેશનની રકમ રૂ. ૧૮,૫૧,૦૦૦ શિફા હોસ્પિટલના ટ્રસ્ટીઓને ભુજ ખાતે અર્પણ કરવામાં આવી હતી.
મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ હાજી આદમ ચાકી, મંત્રી યુસુફ એ. જત, ખજાનચી હાજી અબ્દુલકરીમ મેમણ, ટ્રસ્ટી હાજીયાકુબ સોનારા તથા માનદ મેનેજર હાજી ઈબ્રાહીમ જત દ્વારા મુંદરા મુસ્લિમ યુવા ગ્રુપના સદસ્યોનો આભાર માનવામાં આવ્યો હતો તથા દરેકનું સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ હાજી આદમે કહ્યું કે, અલ્લાહ ખાતર કરવામાં આવતા કામ માટે હંમેશા સહયોગ મળતો રહે છે. શિફા હોસ્પિટલનું કામ ચાલુ થયો ત્યારથી દાતાઓ સ્વયંભૂ ડોનેશન આપી રહ્યા છે, જે માટે તમામ હિન્દુ-મુસ્લિમ દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો.આ પ્રસગે મુંદરા યુવા ટીમના ફારૂક જત, મહેંદીહસન જત, ફિરદોસ વાઘેર, જાવેદ મિયાણા, સિરાજ મલેક, મુનાફ પટણી, શમ્સુદીન પઠાણ, શબ્બીર કક્કલ, સત્તાર પારા, શબ્બીર સુમરા, જાવેદ સાટી, જાવેદ કુંભાર, સાહિલ સમેજા, યાસર ખત્રી, અલી વોરા, દાઉદ માંજલીયા, હનીફ આરબ, અલી ખલીફા, સલીમ ભજીર, વસીમ તુર્ક, સલીમ સુમરા, અઝીઝ ગાધ, યુસુફ ખત્રી, અમન તુર્ક, સુલતાન તુર્ક, ફારૂક સુમરા, રાહીલ લુહાર, ફારૂક ગાધ, રઈસ ધોબી, શકીલ સંગાર, તેજીલ ધોબી, જીશાન કક્કલ, સાદ સુમરા, શકીલ સમેજા તથા આખી મેચ દરમ્યાન સંપૂર્ણ સહયોગ આપનારા ભવ્યરાજસિંહ સમા વગેરે રકમ અર્પણ કરવા ભુજ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
-------

Comments