Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપાના મોટાપેટળાવા અધિકારીઓની લાપરવાહથી વરસાદમાં શહેરમાં ઠેર-ઠેર જળભરાવ થશે : પ્રબુદ્ધોની લાલબત્તી

12 June


સુપ્રીમકોર્ટના આદેશની અમલવારી કરાવવામાં મ્યુનિસીપલ કાર્પોરેશના અધિકારીઓ તદન વામળા : વરસાદી વહેણ-નાળાઓ પર કોઈ પણ રીેતે દબાણો ન ચલાવી લેવાય, સુપ્રીમની સ્પષ્ટ સુચના હોવા છતા ગાંધીધામ સંકુલમાં ઠેર-ઠેર વરસાદી નાળાઓ પર ખડકાઈ ગયા છે પાક્કા દબાણો, મનપાના અધિકારીઓ બન્યા છે મુકપ્રેક્ષક



કલેકટર રોડ વરસાદી પાણીનાનિકાલના નાળાઓ છે, રેતીના મોટા ઢગલા કરી ચોકઅપ કરી દેવાયા છે, કેબીનો વચ્ચે મોટા બ્લોકની દીવાલો ખડકીદેવાઈ છે, વરસાદી પાણીનાનિકાલનુ નાણો બંધ કરી દેવામાં આવ્યો છે : શું આ સ્થિતી મનપાના મોટાપેટવાળા અધીકારીઓને દેખાતી નથી? કે પછી આંખે ભ્રષ્ટ અંધાપો આવી જવા પામ્યો છે?


નાળા સફાઈનું કામ કઈ પાર્ટીને આપ્યુ છે? તેણે કેટલામાં આ કામ અપાયુ છે? પેટામાં કોને આ કામ અડધાથી પણ ઓછી રકમમાં પધરાવી દેવાયુ છે કે કેમ? જો આમ હશે તો એ નાળા સફાઈનીકામમાં લીંપાપોત્તી જ નહી થાય તો બીજું શું થશેે?


આ મોટાપેટવાળા અધિકારીઓ છે કોણ? કેટલા સમયથી કચ્છમાં પડયાપાથર્યા છે? 
આ અધિકારીઓને કચ્છમાં ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને લુંટવા સિવાય બીજું કાંઈ જ કર્યુ નથી, તો આવા ભ્રષ્ટાચારી અધિકારીની બદલી કેમ કરવામાં આવતી નથી?


વરસાદ પડે અને જો નુકસાની થાય, શહેરમાં જળભરાવ સર્જાય તો તેના માટેની બેદરકારી જેની પણ હોય તેની સામે ફોજદારી જ દાખલ કરવાના પગલા લેવા જોઈએ, આવુ પ્રજા વલણ કરશે તો જ આ બેદરકારોને સજા મળશે અને પ્રજા પાયમાલ થતી બચશે





ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલને નગરપાલીકાથી મહાનગરપાલિકાનો દરજજો અપાવવા માટે સંયુકત રીતે કઈક લડતો અને રજુઆતો આદરવામા આવી હતી. મનપા બની જશે તો આ સંકુલનો ચહેરો, નકશો જ બદલી જવા પામશે, અનેકવિધ સુવિધાઓ અહી વિકસી જવા પામશે, જાણે કે આ બધો જ આશાવાદ હવે અહી મનપા બની ગયા બાદ ઠગારો જ નીવડી ગયો હોય અથવા તો મૃગજળ સમાન સાબિત થવા પામી રહ્યાનો વસવસો સંકુલનો પ્રબુદ્ધવર્ગ કહી 
રહ્યો છે. 
શહેરમાં ગટર-પાણી,દબાણો, ઢોરોના ત્રાસની ફરીયાદો તો રાબેતામુજબની બનેલી જ છે, પરંતુ હવે જયારે વરસાદે પૂર્ણ દસ્તક આપવાનુ શરૂ કરી દીધુ છે ત્યારે પણ આ મનપા તંત્રના મોટા પેટવાળા અધિકારીઓ જાકે વરસાદી નાણા સફાઈના નામે કરોડોના ખોટા બીલો જ પકવવાની રાહમાં હોય તે રીતે સંકુલમાં ઠેરઠેર નાળાઓમાં કચરાન ગંજ ખડકાયેલા છે તો વળી જયા સફાઈ કરવામા આવતી હોવાનુ દેખાડાય છે તે વરસાદી નાળાઓ દબાણયુકત અવસ્થામાં પડયા છે? એટલે પ્રુબુદ્ધવર્ગ રીતસરની લાલબત્તી ધરી રહ્યો છે કે, આગામી સમયમાં થોડા સરખા વરસાદમાં પણ ગાંધીધામ શહેરમાં જળભરાવની સ્થિતી ઉભી થવાની જ છે અને લોકોને હાલાકીનો ભોગ બનવાનો પણ વારો આવશે જે. આવુ એટલા માટે પણ કહેવાય છે કે, શહેરનો મુખ્ય એવો કલકેટર રોડ કે જે વરસાદી પાણીના નિકાલનો સ્ત્રોત છે ત્યાં રસ્તામાં માટીનાઢગલાઓ કરી દેવાયા છે તથા કેબીનો વચ્ચે પણ માટેા બ્લોકનીદીવાલો બનાવીદેવામા આવી છે. એટલે આ રસ્તો પાણીના નિકાલ માટે બંધ થઈ જવા પામ્યો હોવાની સ્થિતી સર્જાઈ ચુકી છે. ખરેખર આ નાળાઓ વેળાસર જ સાફ કરવાની જરૂર છે, નિયમ અનુસારના રાખી દબાણો હોય તેને દુર કરાવવુ જોઈએ, પરંતુ હજુ સુધી એવુ કંઈ જ જોવા મળતુ નથી. તો વળી બીજીરફ શહેર-સંકુલના વેપારીઓ પણ આતંરીકરીતે લાલઘુમ થઈને બેઠા છે. કારણ કે આખો નાળો સાફ કરવાની જગ્યાએ ઠેકઠેકાણે માત્ર ઢાંકણાઓ હટાવી અને અમુક જગ્યા પર સફાઈ કરી ઠેકેદાર દ્વારા ઢાકણ તોડી એ જ  તુટેલ ઢાંકણા પાછા રાખી દેવામાં આવી રહ્યા છે.  જેના લીધે હવે ગ્રાહકો માટે ફોર વ્હીલર પાર્કની જગ્યા નથી તેથી આ રોડ પર પાર્ક થવા માંડયા છે, જેના લીધે પોલીસ પણ પોતાની ફરજના ભાગરૂપે અહી ચલણો બનાવી રહી છે અને તેથી ગ્રાહકો માર્કેટમાં આવવા તૈયાર નથી. એટલુ જ નહી પણ કેટલોક વર્ગ કહી રહ્યો છે કે, જેને આ કામ અપાયુ છે તેને અડધી રકમમાં પેટામાં આ કામ અન્યને આપી દીધુ છે? વિચાર તો કરો હવે કે આ કામ થશે કેવુ? એમા કેવી ભલીવારી હશે? ખરેખર તો ટાગોર રોડ ઉપરાંત મેઈન બજારોમાં જે કોઈ પણ મોટા દબાણો છે અને આર્કેટ જયા જયા દબાણમાં છે તે બધાયને ખુલ્લી કરવાની કામગીરી તથા કલેકટર રોડ પર પણ વરસાદી પાણીના વહેણનેઅવરોધતા દબાણો હોય તેના પર વિના વિલંબે બુલડોઝરવાળી કરવી જ ઘટે. પરંતુ જે રીતે મોટાપેટવાળા બની બેઠેલા મનપાનાઅધિકારીઓ વર્તી રહ્યા છે તે જોતા આવી કાર્યવાહી થાય તેમ લાગતુ નથી અને તેથી જ આગામી જરા સહેજ વરસાદમાં પણ શહેરમા જળભરાવની સ્થિતી 
ઉભી થશે માટે જો લોકો અને જાગૃત નાગરીકો આ બાબતે મનપાના અધીકારીઓને તેમની સાચી ફરજનુ ભાન નહી કરાવે તો હાલાકી ભોગવવા અને વેઠવા વરસાદી દીવસોમાં તૈયાર રહેવુ જ પડશે તેવી લાલબત્તીઅહી દૃશાવવામા આવી રહી છે.





.................


એન્જીનીરયને ખબર છે ખરી કે લશ્કર કયાં લડે છે?માત્ર ભાગબટાઈમાં જ છે રસ?



વરસાદી નાળા સફાઈ માત્ર ફોટોસેશન પુરતું જ થાય છે :
લાખોના ઉધારી લેવાશે બીલ : આ તો ન.પા. જ સાર હતી ?




ગાંધીધામ : જાણકારો કહી રહ્યા છે કે, શ્યામજી કૃષ્ણા વર્મા માર્ગ આખા ગામનું પાણીઆદિપુરથી આવે અને ગાંધીામ પસાર થઈ અને તે પાકી જુની કોર્ટ વિસ્તાર પાસે આવેલા ક્રોમા શહેરથી કલેકટર રોડ ચાર રસ્તા સુધી બને બાજુ વરસાદી નાળા બન્યા છે જેનામારફતે વરસાદી પાણી ક્રોમા શોરૂમથી ડાયવર્ટ થઈ અને સીધુ સીધુ ટાગોર રોડ ખુલ્લા નાળાઓથી નીકળીજાય છેપણ એ આખા નાળાને સફાઈ તો દુરની વાત છે ખોલીને જોવાની જરૂર પણ મનપાના તંત્રએ નથી સમજી? કે તસ્દી પણ નથી લીધી? કહેવાય છે કે, કામ રાખના ઠેકેદારે પેટામાં કામ  આપી દીધુ છે અને વગર કોઈ પણ પ્રકારની ચોકકસ મોનીટરીંગ વરસાદી નાળાનું કામ માત્ર અને માત્ર ફોટોશેસન માટે કરી લાખોના બીલો કાઢી લેવાની  વેતરણો જ કરાઈ છે. મનપાના એન્જીનીયર કે જેઓ એસી ચેમ્બરમાથી બહાર નીકળતા જ નથી, તેમને ખબર છે ખરી કે લશ્કર કયા લડે છે? વરસાદી પાણ સંકુલમાં કયાથી અને કેવી રીતે પ્રવેશે છે અને તેનો અંતિમ નિકાલ શુ છે? આ મહાશયને તો માત્ર અને માત્ર ભાગબટાઈઓમાં જ રસ હોય તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. 





..........................


આ તો હદ થઈ ન કહેવાય! : મનપાના બની બેઠેલ 
મોટાપેટવાળાએ તો ઉઘરાણા માટે એજન્ટો ગોઠવ્યા !



તપાસ કરો, અત્યાર સુધી કેટલી નોટીસો નીકળી, કેટલામાં કાર્યવાહી થઈ? નોટીસો ઉઘરાણા કરવાનું સાધન જ બની ગયુ હોવાની છે ચર્ચા : મનપામાં ટેક્ષ ભરવા આવનારને સતત સર્વર ડાઉન હોવાના અપાય છે જવાબ..! કેમ રીકવરી પણ નથી કરવામા આવતી?



ગાંધીધામ : ગાંધીધામને મનપા મળ્યા બાદ જે સ્ફુૃર્તી અને કામગીરીની પારદર્શિતા જોવાની વાત હતી તેના પરથી પાણીઢોળ જ થઈ ગયુ છે પરંતુ હવે તો અહીના મોટા પેટવાળા અમુક બની બેઠેલાઓ દ્વારા જાણે કે, હદ જ વટાવી દીધી હોય તેમ ગામમાં ઉઘરાણા કરવા પોતાના એજન્ટો જ રાખી દીધા છે. અને મજાની વાત એ છે કે હવે તો આ એજન્ટો પણ છાકટા બની ગયા છે અને અધિકારીએ કહ્યુ હોય કે નહી તેમના નામે ચરી ખાઈ અને ઉઘરાણાઓ કરવાનું શરૂ કરી દીધું છે. નોટીસો કેટલી કાઢવામા અવી છે અને કેટલામાં પગલા લેવાયા છે? માત્ર આટલી તપાસ કરવામાં આવે તો પણ આ ઉઘરાણાનો ખેલ ખુલો પડી જાય તેવુ જાણકારો કહી રહ્યા છે. 

Comments

COMMENT / REPLY FROM