અમદાવાદમાં મોટી પ્લેન દુર્ઘટના :એર ઈન્ડીયાનું વિમાન તુટયું : ર૪૨ મુસાફરો હતા સવાર : મૃતકાંક વિકરાળ હોવાની આશંકા
હાઈસિકયોરીટીનો એંગલ ઉમેરાયો : એજન્સીઓ ઘટનાસ્થળે પહોચી
ગુજસેલ એરપાર્ટ મેઘાણીનગર પર વિમાન દુર્ઘટના સર્જાઈ : અમદાવાદથી લંડન જતી ફાલઈટમાં બની ઘટના : ટેક ઓફ સમયે બની ઘટના : ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે રવાના, આગને કાબુમાં કરવા તથા રાહત બચાવની કામગીરી હાથ ધરાઈ : પોલીસતંત્ર-૧૦૮ની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોચી :રહેણાંક વિસ્તારની આસપાસમા વિમાન તુટતા ચિંતા વધી
એર ઈન્ડીયા ૭૮૭ થયું દુર્ઘટનાગ્રસ્ત : મેન્ટલ હોસ્પિટલ પાસે આઈજીબી મેદાનમાં બની ઘટના : તબીબો માટેના કવાર્ટર પાસે પણ આગની લપેટની આસપાસમાં મુસાફરો ફેસાયેલા હોવાની શંકા : હાઈડ્રોલીક પ્લેટ લગાડી લોકોને બચાવવાનો વ્યાયામ આદરાયો : જાનહાની ન થાય તે માટે સરકારે યુદ્ધના ધોરણે આદરી કાર્યવાહી
મેદાનની પાસે પાર્ક કરાયેલી કાર બળીને ખોખ થઈ ગઈ
રપ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા : ૧૯૮૮માં અમદાવાદ એરપોર્ટ પાસે લાઈટની ખામી દરમ્યાન આવી દુર્ઘટના બની હતી તે વખતે ૧પ૦થી વધુ વ્યકિતઓના મોત થયા હતા, તે બાદ ઘટનાસ્થળે તેમની દફનવીધી કરાઈ હતી, તે વખતે ઘટનાની પાછળ લાઈટીંગ જવાબદાર હતી, ભુલથી પ્લેન અન્ય જગ્યાએ લેન્ડીગ થયુ હતુ અને બની હતી ઘટના
ગુજરાત રાજયના પૂર્વ સીએમ વિજયરૂપાણી પણ પ્લેનમાં સવાર હતા
અમદાવાદ : અહીના ગુજસેલ એરપોર્ટથી એર ઈન્ડીયાની ફલાઈટ ટેકઓફ થતા સમયે વિમાન ક્રેશ થયાની ઘટના બની છે. આ પ્લેનમાં ૧૩૩ લોકો સવાર હતા. આ ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. પ્રાથમિક વિગતો સામે આવી રહી છે કે, ગુજસેલ એરપોર્ટ પર ફલાઈટ ટેક ઓફ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. એર ઈન્ડીયાની ફલાઈટ છે. દુર્ઘટના બનતા પહેલા આગ લાગી હતી. પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા હોવાનુ સામે આવે છે. દુર્ઘટના બાદ આગ લાગી જવા પામી હતી. ત્રણ ફાયર વિભાગની ગાડીઓ અહી પેહાચી ગઈ છે. આ દુર્ઘટના બાદ લાગેલી આગ એટલી ભયાવહ દેખાઈ રહી છે કે ધુમાડાના અહી ઘેાટેઘોટા હવામાં ઉડવા પામી રહ્યા છે. જો કે, આ લખાઈ રહ્યુ છે ત્યા સુધીમાં આ દુર્ઘટનામાં કેટલા મૃતકો છે અને કેટલા ઘાયલો છે તેનો કોઈ જ આંક કે પુષ્ટી થવા પામી નથી. આ ઉપરાંત પ્લેન શા કારણોસર દુર્ઘટનાગ્રસ્ત થયુ છે તેની વિગતો પણ હજુ સુધી સામે આવી નથી. જે વિમાન ક્રેશ થયુ છે તે અમદાવાથી લંડન જઈ રહ્યુ હતુ અને તે વિમાનની કેપેસીટી ર૪૨ જેટલી રહેતી હોય છે. જે રીતે વિમાન તુટેલુ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે સમગ્ર પ્લેન ક્રેશ થઈ ગયુ હોય તેમ મનાય છે. અને મૃતકાંક આ દુર્ઘટનાનો ઘણો મોટો હોઈ શકે છે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.

Comments