Trending News
સ્થાનિક સમાચાર

કેડીસીસી બેંક દ્વારા એનિમલ હસ્બન્ડરી તેમજ સરલ લોન કેસ ક્રેડિટ યોજના અમલી

11 June



ભુજ : ધી કચ્છ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિ. દ્વારા એનિમલ હસ્બન્ડરી ધિરાણ ચાલુ કરવામાં આવેલ છે. દુધ મંડળીઓ મારફત સરહદ ડેરીમાં દુધ ભરાવતા પશુપાલકોને આ લોન સુવિધા આપવામાં આવશે. સદર લોન વ્યાજ સહાય વાળી લોન હોવાથી નાના પશુપાલકોને મોટા પ્રમાણમાં ફાયદો મળી રહેશે.ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના માધ્યમથી હાલે કેડીસીસી બેંક ખાતે ‘સરલ કેશ લોન’ રૂ.૧ લાખ સુધીની ૧૩ ટકા જેવા નજીવા વાર્ષિક વ્યાજથી શરૂ કરવામાં આવેલ છે, જેના કારણે નાનામાં નાનો ધંધાર્થી હોય તે નોકરીયાત વર્ગ હોય તે તેનો બહોળો લાભ લઈ શકે તે હેતુ માટે જ ચાલુ કરેલ છે. આજના સમયમાં પ્રાઈવેટ ફાઈનાન્સ કંપનીઓ દ્વારા માસિક ખુબ જ ઉંચા વ્યાજ વસુલી અને ધિરાણો આપતા હોય છે, જેથી નાના વ્યક્તિઓને તે લોન ભરપાઈ કરવી ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે  બેંક દ્વારા "સરલ લોન” ચાલુ કરવામાં આવેલ છે, જેનો મહત્મ લાભ લેવા લોકોને અપીલ કરાઈ છે.
પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર કચ્છના પશુપાલકોના ખાતા ખોલવામાં આવ્યા છે અને જયાં બેંક સુધી ગ્રાહકો પહોંચી નથી શક્તા તેવા છેવાડાના વિસ્તારોમાં માઈક્રો એટીએમ દ્વારા બેંકની સુવિધા સમગ્ર જિલ્લામાં શરૂ કરવામાં આવી છે. ટુંક સમયમાં જ જિલ્લામાં વિવિધ વિસ્તારમાં બેંકની શાખાઓ ખોલવામાં આવશે તેમજ બેંકને મોબાઈલ બેન્કિંગની મંજુરી મળી ગયેલ છે. તે સેવા પણ તાત્કાલીક શરૂ કરવામાં આવનાર છે. હાલે બેંક દ્વારા ખેડૂતોને ૦ ટકા વ્યાજે કેસીસી ધિરાણ તેમજ અન્ય લોન જેવી કે પશુપાલન, ગોડાઉન લોન, સુવિધા લોન, હાઉસીંગ લોન, મોર્ગેજ લોન, ગોલ્ડ લોન, એજયુકેશન લોન તેમજ વાહન લોન આપવામાં આવે છે.
કેડીસીસી બેંક દ્વારા આકર્ષક વ્યાજ દરે ડિપોઝીટ પણ સ્વીકારવામાં આવે છે. સરકારના પાયલોટ પ્રોજેકટ હેઠળની કામગીરીમાં દરેક સહકારી સંસ્થાઓ તેમજ તેમના સભાસદોના એકાઉન્ટ બેંકમાં ખોલવાની કામગીરી ચાલુ છે, જેથી સહકારી સંસ્થાઓ પણ મજબુત થશે, જેથી તમામ સહકારી આગેવાનો, સહકારી સંસ્થાઓએ તથા બેંકના સભાસદો તેમના નાણાંકિય વ્યવહારો  બેંક મારફતે કરવા અને સહકારથી સમૃદ્ધિના મિશનમાં જોડાવવા માટે બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી દ્વારા અનુરોધ કરાયો છે.
-----------

Comments

COMMENT / REPLY FROM