Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપામાં મોટાપેટવાળા અધિકારીને દુર કરો : વરસાદી નાળા સફાઈના નામે સરેઆમ નર્યુ નાટક આદયુર્ં.!

11 June

ગુજરાત સરકાર ધ્યાને ન લે..!



વરસાદી નાળા સફાઈના નામે સરેઆમ નર્યુ નાટક આદયુર્ં.!


પ્રિ-મોનસુન કામગીરીના પેટે ટાગોર રોડ પર નાળા સફાઈ શરૂ કર્યાનુ દર્શાવાય છે, પરંતુ સ્થળ પર જોવા તો જાવ, જે નાળાઓ સફાઈ થાય છે તે ખુલ્લા છે ખરા : આખાય રોડ પર મસમોટા દબાણોના છે ઘોડાપુર : આડેધડ નાળાઓ છે દબાણમાં, હવે નાણા જ ખુલ્લા નહી હોય, તેના પર દબાણકારોના અતિક્રમણ છે, તો એ નાળાની સફાઈ થશે કેવી રીતે? : પ્રજાજનોનો મોટો ટોણો


તસવીરમાં જોવાય છે કે, નાળાના કિનારે જ કચરો પણ મુકી દેવાય છે, એટલે જરાક વરસાદી ઝાપટા આવે અને કચરો ફરી નાળામાં પડે, એટલે બની બેઠેલા 
અમુક ઠેકદારો, મનપાના એન્જીનીયર અને મોટાપેટવાળા અધિકારીને ફરી ફરીને થઈ પડે ચાંદી : કાગળ પર જ કામ કર્યાના બીલો ઉધારી લેવા, સરકારની તિજોરી 
પર લુંટ ચલાવી, પ્રજાના ટેક્ષના પૈસા ચાંઉ કરી જવા અને પ્રજાજનોને સતાવતી સમસ્યા તો રહી જાય ત્યાંની ત્યાં જ..!



ખાટલે મોટી ખોટ : કચ્છમાં જ ફરી ફરીને લાંબો સમય સુધી સેવાના નામે મેવાઓ ખાઈ ચૂકેલા મોટાપેટવાળા ખાધેલ અધિકારીને અહીથી તગડો, નહી તો તેમને તો પ્રજાહિતના દરેક કામોમાં ગાંધીછાપ નોટના જ દર્શન થતા રહેશે, સરકારની યોજનાઓ, સારા ઉદેશ્યનો આવા અધિકારીઓ કરતા રહેશે બંટાધાર! : કયાં છે મનપાના એન્જીનીયર સાહેબ..! વરસાદી નાળા સફાઈના કામોનું કોણ કરી રહ્યુ છે ઈન્સપેકશન? દબાણગ્રસ્ત નાળાઓ પર સફાઈ થયાના એનઓસી પ્રમાણપત્રો કોની સહીથી અપાઈ રહ્યા છે?




ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરને મહાનગરપાલિકા તો મળી જવા પામી છે પરંતુ જાણે કે શહેરીજનો અને સંકુલના રહેવાસીઓ માટે આ એક પ્રકારનો હથેળીમાં ચાંદ જોવા જેવો જ તાલ બની જવા પામ્યો હોય તેમ સ્થિતી નગરપાલિકાના સમયકાળ કરતા પણ વધારે કથળતી જોવા મળી રહી છે. સંકુલનો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, મનપા આવ્યા બાદ જે પ્રાથમિક સુવીધાઓ સહિતના લાભો મળી શકશે તેવી ઈંતેજારી ખત્મ થવાની વાત હતી તેના બદલે હવે નગરપાલિકામાથી અહી મનપા બનતા આવી તમામ ઈચ્છાઓ પર પાણીઢોળની સ્થિતી સર્જાતી જોવા મળી 
રહી છે. 
શહેરમાં પાણીનો કકડાળ, સફાઈ, ગંદકી, ગટરો આડેધડ ઉભરાવી, ઢોરોનો ત્રાસ, દબાણોના ધોડાપુર આવી તો અનેકા અનેક સમસ્યાઓ મનપા થયા બાદ પણ એમની એમ જ રહી જવા પામી છે. ગાંધીધામને મનપા તો મળી પણ અધિકારી મોટા પેટવાળા અહી મુકી દેવાયા હોવાની સ્થિતી સાથેનો કકળાટ સામે આવવા પામી રહ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, જયા સુધી કચ્છમાં અલગ અલગ હોદાઓ પર સેવા બજાવવાના નામે જેમણે મેવા ખાવાથી જેઓના પેટ એટલા મોટા થઈ ગયા છે કે,ગમે તેટલુ આપે તે ભરાવવાના જ નથી, તેઓને અહીથી દુર કરવામાં નહી આવે અને કડક, પ્રજાહિતાર્થે કામ કરનાર આઈએએસને કમાન નહી સોપવામા આવે ત્યાં સુધી સંકુલનો સાચો ઉદ્વાર થતો જોવા મળી શકશે નહી.
આ વિષય એટલા માટે સામે આવી રહયો છે કે, હાલમાં મનપાના ઉપક્રમે શહેરમાં વરસાદી પ્રિમોનસુન કામગીરી હાથ ધરવામા આવી રહી છે. આ કામગીરી શહેરના ટાગોર રોડ પર જેસીબી મશીનો સાથે સફાઈનું કામ મોટાપાયે હાથ ધરવામા આવ્યુ હોવાનો દેખાવો થઈ રહ્યો છે. નાળા સફાઈ થાય, વરસાદમાં તે ચોકઅપ ન થાય, પાણીનું વહેણ સહજ બની રહે તે માટેનો આ અભિગમ ખુબજ સારો કહી શકાય પરંતુ અહી મજાનીવાત તો એ છે કે, ટાગોર રોડ કે જયા આ નાળા સફાઈ ચાલી રહી હોવાનુ કહેવાય છે તેમા મોટા ભાગે તો દબાણોના ખડકલા જ સર્જાયેલા જોવાઈ રહ્યા છે. નાળાઓ જે સાફ કરી રહ્યા હોવાનો દાવો કરવામા આવે છે તે કેટલા ખુલ્લા છે? જયાં નાણા જ ખુલ્લા નથી,તેના પર આડેધડ દબાણો કરવામા આવેલા છે, તો એ નાળા સફાઈ થશે કેવી રીતે? અને જો સફાઈ કરી લીધી તેવુ દેખાડાશે તો એ સફાઈ થઈ હશે કેવી? સીધો જ આ એક મોટો સવાલ થવા પામી રહ્યો છે? ટાગોર રોડ પર આડેધડ દબાણો ખડકાયેલા છે, તે વાત તો કોઈથી છાની રહે તેમ નથી, ઓસ્લોથી લઈ અને રોટરી સર્કલ સુધીના માર્ગ પર બન્ને બાજુએ તંત્ર દબાણો દુર કરવાની કામગીરીના ડોળ કરે છે પરંતુ અહીના દબાણકારો વરસોથી બે-ચાર દીવસ આગા પાછા થઈ ગયા બાદ ફરી ફરીને અહી જ ગોઠવાઈ જતા હોય છે. હાલમાં પણ અહી ઠેર ઠેર દબાણોના ઘોડાપુર સર્જાયેલા છે. 
તો પ્રશ્ન એ જ છે કે નાળાની સફાઈ થાય કેમ? અહી મનપાના મોટા પેટવાળા અધિકારી, કામ કરનાર અમુક ઠેકેદારો અને મનપાના આંખે અંધાપો કે પાટ્ટા બાંધીને બેઠેલા એન્જીનીયરની ભુમિકાઓ સામે મોટા સવાલો થવા પામી રહ્યા છે. 
એન્જીનયર મનપામાં છે કે નહી? જો છે તો શેનો પગાર લે છે? તેઓ આવા કામોમાં સ્થાનિક કયારે ચકાસણીઓ કરવા જાય છે? દબાણગ્રસ્ત નાણાઓની સફાઈના કામો પેટે એનઓેસી કોણ આપે છે? કયા આધારે આ એનઓસી પ્રમાણપત્રો આપવામા આવે છે? સહીકર્તા કોણ છે?આવા અનેકવિધ સવાલો સાથે જાણકારો કહી રહ્યા છે કે, ગાંધીધામ કે, કચ્છમાં જ અગાઉ રહી ચુકેલા મોટાપેટવાળા સરકારી બાબુઓને કચ્છ બહાર જયા સુધી નહી કરવામાં આવે ત્યાં સુધી તેઓ પોતાની આદતથી મજબુર જ રહેવાના છે, અને પેટ નહી પણ પટ્ટારો હોય તેમ જયા સુધી મારૂ શું..?ની પૂર્તતા ન થાય ત્યાં સુધી કોઈ જ કામોની બહાલી આપતા અટકાતા નહી રહે, અને જે કામોમાં મારૂ શું? આવતુ રહેશે તેમાં પ્રજાજનોના ભાગે તો ઠેંગો જ આવતો રહેશે તે પણ નકકી છે એટલે વહેલાસર જ અગાઉ કચછમાં અને ગાંધીધામમાં જ કામ કરી ચુકેલા હોય તેમને કચ્છ બહારનો રસ્તો દેખાડવો જરૂરી બની રહ્યો છે. નહી તો સરકાર દ્વરા પ્રિમોનસુન કામગીરીના પેટે જ કરોડોની ગ્રાન્ટ ફાળવાતી હોવા છતા આવા બની બેઠેલા મોટાપેટવાળા અધિકારીઓની વૃતીઓ થકી શહેર-સંકુલ અને લોકોન વરસાદના સમય જળભરાવ-ડુબની સ્થિતીનો સામનો કરવાની નોબત આવશે જ આવશે.!




....................



વરસાદી નાળાની લીંપાપોત્તીની બોલતી તસવીરો..!



શહેરના લીલાશાહ સર્કલથી ઓસ્લો સર્કલ, ટાગોર રોડ સુધીનું વરસાદી નાળુ, મામલતદાર રોડ બાજુથી કચ્છ કલા રોડ વરસાદી નાળુ, સુંદરપુરી ટાંકાથી કરીને ડો. હેમાંગ પટેલના દવાખાના સુધી અને બાજુમાં ટાગોર રોડ સુધી મોટાભાગના નાળાઓ કચરાના ગંજથી ઉભરાઈ રહ્યા છે..!



.....................



નાળા સફાઈના કામ પર થર્ડપાર્ટી ઈન્સપેકશન કેમ નહી?
ઈન્જીનીયરની જવાબદારી શા માટે ફીટ નથી કરાતી?




ગાંધીધામ : જાણકારો તો અહી બળાપો ઠાલવતા કહી રહ્યા છે કે, નાળા સફાઈના કામમાં જે ધુપ્પલ ચાલે છે તેવુ તો કદાચ જ કોઈ બીજા કામોમાં આચરવામા આવતુ હતુ. પેટા ઠેકેદારોને મોજ આવે તે પ્રમાણે રાતના અંધારામાં અમુક અમુક જગ્યાએ ઢાંકણાઓ ખોલી ટ્રેકટર ભરી તુટેલા-ફુટેલા ઢાંકણાઓપાછા રાખી અને ભાગી જાય છે. નાળા સફાઈ થઈ કે નહી તેનુ થર્ડ પાર્ટ ઈન્સપેકશન કરાય છે કે નહી તે તો ભગવાન જાણે પણ મનપાના ઈન્જીનીયર શુ કરી રહ્યા છે , આવા કામો વખતે? તે અહી મોટો સવાલ થઈ રહ્યો છે.



.

Comments

COMMENT / REPLY FROM