ભદ્રેશ્વરની ગ્રામ પંચાયતી ચૂંટણીમાં માન્ય ઉમેદવારના એકરારનામ સામે મોટા અંગુલીનિર્દેશ : તંત્ર કેમ મૌન?
જિલ્લા ચૂંટણી અધિકારી કેમ ન લે કડક પુછાણા..!
ચૂંટણી રીર્ટનીંગ ઓફીસરની ભૂમિકાઓ સામે ઉઠયા સવાલો : એકતરફી હુકમ કેમ અપાયો? ફરીયાદ બાદ ઉમેદવાર પાસેથી આધારો માંગ્યા અને તેમાં બે જ બાળકોના જન્મના દાખલા રજુ કરાયા, પરંતુ સામેપક્ષે ફરીયાદીને પણ તેમની ફરીયાદના આધારો રજુ કરવા કેમ ચુંટણી અધિકારીએ ઈજન ન કર્યુ? સાથોસાથ જ ત્રીજુ બાળક હાલમાં હયાત નથી, તેવો મરણનો દાખલો પણ ચુંટણી અધિકારીએ કયા નિયમો તળે જમા ન લીધો?
ધોરણસરની પ્રક્રીયા અનુસાર જ ફોર્મને માન્ય રાખ્યુ છે, પંચાયત કલમ ૩૦(ત)હેઠળ ફોર્મ માન્ય રાખ્યુ છે, અમારે હયાત બાળકોને જ જોવાના હોય છે, નિયમના આધારે ડાયાભાઈ મહેશ્વરીનું ફોર્મ માન્ય રખાયું છે, બાકીના આક્ષેપો ખોટા છે :શ્રી નીલકંઠ(તાલુકા વિસ્તરણ અધિકારી, વર્તમાન ચૂંટણી અધિકારી)
ચુંટણી પંચાયત અધિનિયમની જોગવાઈનું ઉલ્લઘન થયાની ફરીયાદ : આરઓ કેમ આંખ મીચીને ફોર્મને રાખ્યું માન્ય? : ચૂંટણી ફોર્મની ચકાસણીઓ તો ૩ વાગ્યા સુધી પૂર્ણ કરવાની હોય છે, આ ફરીયાદ બાદ હુકમ કેમ ૬ વાગ્યે આસપાસ કરવામાં આવ્યો? એકરારનામામાં માત્ર બે જ બાળકોના જન્મના આધારો દર્શાવાય છે, ત્રીજુ બાળક હયાત નથી તેનો કેમ કોઈ ઉલ્લેખ ન કરાયો?
ગાંધીધામ : કચ્છમાં હાલના સમયે ગ્રામ પંચાયતોની ચુંટણીનો માહોલ જામેલો છે. ફોર્મ ભરાઈ ગયા બાદ ગત રાજે ફોર્મ ચકાસણી કરવાની હતી. ત્યારે મુંદરાના ભદ્રેશ્વરમાં જે ઉમેદવારનુ ફોર્મ માન્ય રખાયુ છે તેને લઈને ફરીયાદ થવા પામી હતી. આમામલે મોહન બુધારામ શેખ દ્વારા રીર્ટનીંગ ઓફીસરને ફરીયાદ કરવામા આવી હતી.
આ બાબતે તાલુકા પંચાયત કચેરી, ચુંટણી અધિકારી તરીકે તૈનાત તાલુકા વિસ્તર અધિકારી શ્રી નીલકંઠને ફરીયાદી અરજદાર એવા મોહન બુધારામ શેખા દ્વરા લેખિતમાં જે ફરીયાદ અપાઈ છે તેની જો વાત કરીએ તો ભદ્રેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ પદના ઉમેદવાર શ્રી ડાહ્યાલાલ હરજી મહેશ્વરીએ દાવેદારી નોધાવેલ છે. જેમાં તેમણે પોતાના ત્રણ સંતાન હોવા છતા રજુ કરેલ ફોર્મમાં એકરારનામામા ર સ્તાન બતાવેલ છે. અને માહીતી છુપાવેલ છે. તેમજ ચૂંટણી પંચ અને ચુંટણી અધિકારીને ગેરમાર્ગે દોરવામાં આવેલ છે. સરકારશ્રીના પત્ર મુજબ સને ર૦૦પ પછી ૩ સંતાન હોય તો કોઈ પણ વ્યકિત પંચાયતી રાજની ચૂંટણીમાં ભાગ ન લઈ શકે માટે ઉપરોકત વિષયને ધ્યાને લઈ અને તાત્કાલીક અસરથી ઉમેદવારી રદ કરવામા આવે અને અરજદારને ન્યાય અપાયે તેવી દાદ માંગવામા આવી છે અને જો તેમને ન્યાય નહી મળે તો નામદાર કોર્ટમાં દાવો દાખલ કરવાની ફરજ પડશે તેવુ પણ ફરીયાદી મોહનભાઈ બુધારામ શેખાએ જણાવ્યુ હતુ.
બીજીતરફ આ બાબતે ચૂંટણી અધિકારી શ્રી નીલકંઠની સાથે વાતચીત કરતા તેઓએ ક્હયુ હતુ કે, અમારી પાસે ભદ્રેશ્વર, ભોરારા અને ટોડાની ચૂંટણીની જવાબદારી છે. રીર્ટનીંગ ઓફીસર તરીકે સેવા બજાવી રહ્યા છીએ. ભદ્રેશ્વરના ઉમેદવારનુ ફોર્મ માન્ય રખાયુ છે તેમને ત્રણ સંતાનો છે, નિયમ વિરૂદ્ધ ફોર્મ માન્ય રહ્યુ છે, એ બાબતે પુછતા શ્રી નીલકંઠએ જણાવ્યુ હતુ કે, પંચાયતધારાની કલમ ૩૦(ત)હેઠળ અમારે હયાત બાળકોની સંખ્યા જોવાની હોય છે, હયાત બાળકો તેમના બે જ હોવાથી નિયમ અનુસાર જ ફોર્મ માન્ય રાખ્યુ છે તે સિવાયના આક્ષેપો ખોટા હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ.
હવે અહી સવાલ એ થાય છે કે, આરઓશ્રીએ ફરીયાદની સામે આ કેસમાં માત્ર માન્ય ફોર્મ રહ્યુ તે જ ઉમેદવારોથી કેમ આધારો માંગ્યા? તેઓએ ફરીયાદીને પણ તેમની ફરીયાદના આધારો રજુ કરવાની તક શા માટે ન આપી? ઉપરાંત એકરારનામામા પણ ઉમેદવારે કેમ માત્ર બે જ બાળકોનો ઉલ્લેખ કર્ય છે? તેઓએ બે બાળકોના જન્મના દાખલાઓ રજુ કર્યા છે, તેમનુ ત્રીજુ બાળક હતુ, તે હયાત નથી તેનો ઉલ્લેખ અને મરણનુ પ્રમાણપત્ર કે દાખલો કેમ જોડાવામા અવ્યો નથી? ઓર્ડર જે થયો છે, આરઓ દ્વારા તેમાં પણ શા માટે ત્રીજા બાળકનો કે આ ઉમેદવારના ફોર્મ સામે ફરીયાદ રજુ થઈ હતી જે અંગે તેઓએ કરેલ તપાસ અને આધારોની ચકાસણી બાદ હુકમ કરે છે તેવો પણ કયાંય શા માટે ઉલ્લેખ કરવામા આવ્યો નથી? હકીકતમાં આ પ્રકારના ઓર્ડરને લઈને પારદર્શક અને પ્રમાણીક ચૂટણી યોજવાની દીશામાં જીલ્લા ચુંટણી અધિકારીશ્રીએ ગંભીરતાથી ધ્યાન દોરવુ જોઈએ અને જો આર.ઓ. તબક્કે કોઈ પણ પ્રકારની ચુક થવા પામી હોય તો તે અંગે પણ યોગ્ય અને ન્યાયીક કાર્યવાહી કરવી જ ઘટે.

Comments