ગાંધીધામનું કમનશીબ તો જુઓ, મનપા તો આવી,મહા-મુસીબતો પણ તાણી લાવી : મોટા પેટવાળા અધિકારીઓને ઘી-કેળા : પ્રજા ત્રસ્ત..!
રાજકિય રીતે કોઈનું નથી પ્રભુત્વ? : જાયે તો જાયે કહાં..!
રાજયની નવ નપાને મનપાનો એક સાથે અપાયો હતો દરજજો, ગાંધીધામ સાથે જોહર થયેલી મોરબી-વઢવાણ સહિતની મનપાઓમાં વિકાસકામોનો ચાલી રહ્યો છે ધમધમાટ, ગાંધીધામમાં તો હજુ કચરાના ગંજ પણ પુરા સાફ નથી કરી શકાયા, દબાણોના નામે વ્હાલાદવલા કરાયા, ગરીબોને હેરાન પરેશાન કરાયા,મોટા માથાઓ તથા ટાગોર રોડ જેવા કાયમી દબાણો હજુય છે યથાવત, શહેરની બજારોમાં મોટાભાગની આર્કેટમાં દબાણોના છે ધોડાપુર, ગટરની સમસ્યાઓ રહી છે યથાવત, વરસાદના એંધાણ છે ત્યારે વરસાદી નાળા સફાઈના નામો પણ થઈ રહ્યું છે માત્ર અને માત્ર નર્યુ નાટક, રોડ રસ્તા નવા બનવાની વાતો તો દુરની રહી, હયાત રોડ થઈ ગયા છે ખસ્તા હાલત, ભ્રષ્ટ ઠેકેદારોની સામે તવાઈ બોલાવવાના બદલે કૌભાંડી ઠેકેદારને જ ફરી ફરીને કરોડોના કોન્ટ્રાકટ આપી દેવામા આવી રહ્યા છે..!
મનપાના એન્જીનીયર સાહેબ ને તો બે હાથમાં લાડુ થઈ ગયો છે, સરકારી પગાર અને ઠેકેદારોના મુચરકાંઓ મળી રહયા છે બેફામ, પ્રજાના પૈસા પર થઈ રહી છે ઉઘાડી લુંટ : મોટા પેટવાળા અધિકારીઓ પણ આ એન્જીનીયરની સામે દેખાય છે મુંગામંતર, મેમા આપીએ છીએ, પગલા લેશુની વાતો જ કરતા રહે છે અને એન્જીનીયર સાહેબ ફરી ફરીને કામોના ઈન્સપેકશનમાં દાખવી રહ્યા છે ઢીલાશ, ફરીયાદો પણ થવા પામી છે, પણ તેની સામે કાર્યવાહીના નામે છે મીડુ
ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા રાજયમાં ગાંધીધામ સહિતની નવ નગરપાલીકાઓન મનપાનો દરજજો આપ્યો છે. પૂર્વ્ કચ્છના ઔદ્યોગીક પાટનગરને આ મુજબનો દરજજો મળવા પામતા વિકાસની અહી આંધી ફુંકાવવા પામી જશે તેવો આશાવાદ રહેવા પામ્યો હતો પરંતુ જે રીતે મનપાનો દરજજો મળ્યો ત્યારથી લઈઅ ને અત્યાર સુધીમાં અહીં મુકાયેલા મોટા પેટવાળા અધિકારીઓ અને તેમનુ પ્રશાસન વર્તી રહ્યુ છે તે જોતા તો લોકો એમ કહી રહ્યા છે કે, જો આ જ મનપા તંત્ર અને તેની ધાક અને સત્તાઓનો ઉપયોગ કરવાની મર્યદાઓ હોય તો પછી આના કરતા તો નગરપાલીકા ઘણે અંશે સારી હતી.!આ બાબતે પ્રબુદ્ધવર્ગમાંથી પ્રગટ થતા આક્રોશ ભર્યા કચવાટની જો વાત કરીએ તો ગાંધીધામને નગરપાલીકા માથી મહાનગરપાલીકા મળવા પામી છે અને તે મળી જવાથી સંકુલને માળખાગત વિકાસ સહિતના અનેકવીધ કામો ધમધમતા થઈ જશે, સમસ્યાઓથી મુકિત મળશે, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ મુકાઈ જવા પામતા ભ્રષ્ટ રીતીનીતીઓ અટકી જશે, પારદર્શિતા વધશે, પ્રજાના ટેક્ષના પૈસાથી વીકાસકામો વધુ વેગવાન બનશે, આવો બધો જ આશાવદ અહી મનપા થયા બાદ પાણીઢોળ અવસ્થમાં જ હોવાનુ જાણકારો કહી રહ્યા છે. જે રીતે અહી સમસ્યાઓ યથાવત જ રહેવા પામી છે, કેટલીક તો વકરી રહી છે, ભ્રષટાચાર માજા મુકી ચૂકયો હોવા ઉપરાંત કેઈની પણ સામે ધાક બેસાડતા પગલા લેવાતા ન દેખાતા પ્રબુદ્વવર્ગ કહી રહ્યો છે કે, જો આ જ મનપા તંત્ર અને તેના અધિકારીઓની સત્તાની મર્યાદાઓ હોય તો આના કરતા તો નગરપાલિકા હતી તે જ અનેકગણી સારી હતી?વાત સહેજ ફોડ પાડીને કરીએ તો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, જરા વિચાર તો કરો મહાનગરપાલિકા જાહેર થઈ તેને કેટલો સમય થયો? ગાંધીધામ સંકુલમાં મનપાએ કયા એવા નેત્રદીપક કામો અત્યાર સુધીમાં કરી દેખાડયા છે? ગાંધીધામના જાણકારો કહી રહ્યા છે કે, આપણી સાથે જ વઢવાણ અને મોરબી મનપા બની છે, ત્યાં જોઈ આવો, કમીશ્નરેટ મળ્યાનો કેવો લાભાલાભ રહેવાસીઓને મળી રહ્યા છે..? ગાંધીધામમાં તો કચરાના ગંજ સાફ કરવાના બહાને એક જગ્યાએથી બીજા જગ્યાએ ઠલવાઈ રહ્યા છે, દબાણો દુર કરવામાં વ્હલાદવલા આચરાય છે, નાના ગરીબો પર તાકાત દેખાડાય છે અને મોટા માથાઓ તથા આખેઆખાટાગોર રોડ પરના દબાણોને કાયમી દુર મનપા તંત્ર પણ કરી જ નથી શકયુ?,ગટરની સમસ્યાઓ છે યથાવત, નવા રોડ રસ્તાઓની તો વાત જ દુરની રહી, ઉબડખાબડ -તુટેલા રસ્તાઓની હાલત વધુ ખસ્તા બની છે, વરસાદી નાળા સફાઈના નામે નર્યુ નાટક થાય છે,નાળાની પાસે જ અંદરથી કાઢેલો કચરો એ જ નાળાના કિનારે મુકી દેવાય છે, કેટલોક આખાબોલો વર્ગ તો સ્પષ્ટ કહી રહ્યો છે કે, ભારતનગરમાં નવા બનેલા હનુમાનજીના મંદીર પાસેના નાળાની સ્થિતી તો જોઈ આવો, મનપાના એન્જીયર સાહેબ તો એસી ચેમ્બરથી બહાર જ નથી નીકળતા, અને તેની સામે અધિકારીઓ પણ કોઈ જ પ્રકારની લાલઆંખ ભરી કાર્યવાહી પણ ન કરતા હેાવાથી મનપાના એન્જીનયરના તો બે હાથમાં લાડુ જ લાડુની સ્થિતી બની ગઈ હોવાનો દેખાય છે વર્તારો. જાણકારો કહી રહ્યા છે કે, ગાંધીધામમાં મનપા તો આવી પરંતુ સાથોસાથ હવે મહામુસીબતો પણ લાવી હોય તેવી સ્થિતી સર્જાયેલી છે. મનપામાં મોટા પેટવાળા અધિકારીઓ ગોઠવાઈ ગયા હોવાથી પણ આ સમસ્યાઓમાં ઓર વધારો થવાપામીરહ્યો છે. તેઓના પેટ છે કે પટારા, ભરાતા જ નથી, એક મુકી અને બીજી પ્રજાકીય યોજનાઓમાંથી કેવી રીતે પેટ ભરી લેવા તેની જ લ્હાયમાં પડયા રહે છે, અને સંકુલની સમસ્યાઓ જસની તસ જ રહી જવા પામતા અહીના પ્રજાજનો ત્રસ્ત બની જવા પામ્યા છે. ન્
ાળ સે જળ યોજનામાં વાલ્વના જોડાણો જ નથી અપાયા, કરોડોના ભોપાળાઓ છે, આવા કુલડીમાં ગોળ ભંગાતા કાર્યોમાં તગડી રકમના કૌભાંડો આચરાઈ ગયા છે છતા પણ કેાઈ જ કાર્યવાહી થતી નથી, અલબત્ત એકના એક કૌભાંડી ઠેકેદારોને વધુને વધુ કરોડોના ઠેકાઓ આપીને ભ્રષ્ટ લ્હાણી થઈ રહી હોવાનો વર્તારો દેખાય છે. ત્રસ્ત અસરગ્રસ્તો, ભોગગ્રસ્તો કહી રહ્યા છે કે, હવે આ જ મનપા તંત્ર અને અધિકારીઓનું વલણ-સત્તા-વર્તન હોય તો, તેના કરતા તો નગરપાલિકા જ અનેકગણી સારી ન હોતી..? એવો સવાલ કરી રહ્યા છે? કહી રહ્યા છે કે મનપા લાવીને સંકુલવાસીઓ તો કયાંક ને કયાંક છેતરાઈ ગયા હોય તેવી સ્થિતીનુ નિર્માણ થવા પામી ગયું છે.

Comments