Trending News
સ્થાનિક સમાચાર

વાગડમાં અબોલજીવોના ટપોટપ મોતકાંડની તપાસમાં ભેદભરમ ભુંસું જ કારણ કે, પછી રોગચાળો? કેમ તથ્યો નથી થતાં રજુ...?

10 June



• ગળસુંઢા અંગે સેમ્પલ ૬ઠ્ઠીએ જ કરાવી લીધા હતા, નેગેટીવ રીપોર્ટ છે, છતા પણ અમદાવાદ સેન્ટ્રલ લેબમાં બ્લ્ડ સેમ્પલો મુકયા છે, જે આવ્યા બાદ વધુ કંઈ કહી શકાય, વૃંદાવન ગોપીનાથ એગ્રો-દુધઈવાળાથી ખરીદેલ ખોળ-ભુસો વપરાશ ન કરવા પશુપાલકોને કહ્યુ છે, છતા પણજો કોઈ પશુને આડઅસર જણાય તો તાત્કાલીક અમને જાણ કરે, અટકાયાતી કાર્યવાહી કરીશુ : શ્રી નાથાણી (ઈન્ચાર્જ જિલ્લા નાયક પશુપાલન અધિકારીશ્રી) • અમારો વિષય કલીનીકલ છે, પેર્ટન જોતા ભુંસુ ખાધા બાદ જ અબોલજીવોના મોત થયાનુ પ્રાથમિક ધોરણે જણાય છે : શ્રીગોવિંદ પ્રજાપતિ(પશુપાલન અધિકારી-રાપર)



ગાંધીધામ : માનવવસ્તી કરતા પણ વધુ પશુધન ધરાવતા કચ્છ જિલ્લાના વાગડ પટ્ટામાં બેથી ત્રણ દીવસ પહેલા અરેરાટી ફેલાવતી ઘટના સામે આવવા પામી ગઈ છે.રાપરના મેવાણા તથા વ્રજવાણી વીસ્તારમાં અબોલ પશુઓના ટપોટપ મોત થવાની વાત સપાટી પર અવી છે. જેમાં પ્રાથમીક તબક્કે ચોકકસ ફેકટરીની બનાવટનુ ભુંસુ ખાદ્યા બાદ પશુઓના મોત થયાની વાત આવી રહી છે પરંતુ પશુપાલન ક્ષેત્રના જાણકારો અહી આ પ્રકરણની તપાસને લઈને કયાંક ને કયાંક અલગ અલગ ભેદભરમ જ જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ૩૦ જેટલા પશુઓના મોત નિપજી જવા પામ્યા છે અને તંત્ર કોઈ તારણ અને સચોટ કારણ પર આવવા પામી શકયુ નથી જેવધુ ચિંતા ઉપજાવતી સ્થિતી છે. જાણકારો કહી રહ્યા છે કે, ભુંસુ જ કારણભુત હતુ કે પછી કોઈ રોગચાળો અહી વકરી ગયો છે? ભુંસુ જ જો કારણ દેખાય છે તો તેનો વેપલો કરનારની સામે હજુ સુધી કાયદાકીય રીતે ધાક બેસાડતા કેમ કોઈ પગલા લેવામા નથી આવી શકયા? અહી સવાલ એ પણ થાય છે કે જો એ જ કંપની-ફેકટરી કારણભુત હોય તો શુ તેણે ભુંસુ રાપરના જ બે ગામમાં વેંચ્યુ છે? અન્યત્ર કયાંય પણ નથી વેચયુ? ક્રોસ ચકાસણી આ બાબતે કેમ નથી કરવામા આવતી? ભુંસુ અન્યત્ર ખવાયું હોય તો અહી જ બે ગામમાં કેમ અસર થવા પામી છે? આવા અનેક સવાલો સાથે આ કેસની તપાસમાં ભેદભરમની સ્થિતી જાણકારો જોઈ રહ્યા છે.  
દરમ્યાન જ આ બાબતે રાપરના વેટરનીટી ઓફીસર શ્રીગોવિંદભાઈ પ્રજાપતીને પુછતા તેઅઓે કહ્યુ હતુ કે, પ્રાથમિક દ્રષ્ટીએ મેવાણાના ચાર પશુઓના મોત એકાએક જ થયા હતા જેમાં ગાયોનો સમાવેશ થાય છે, જે બાદની તપાસ ચાલી રહી છે. ધોરણસરની કાર્યવાહી કરવામા આવી ચૂકી છે. પ્રાથમિક તબક્કે વૃંદાવન એગ્રેાના નવી આવેલી બેગ્સના ભુંસાને આરોગ્ય બાદ ગાયો-ભેસને અસર થવા પામી રહી છે. તેમા પણ  ગાયોને વધારે અસર થઈ રહી છે, ભેસ રેસિસ્ટ કરી જાય છે. ભેસવર્ગને તે ભુંસો ખાદ્યા બાદ ઓછી આડ અસર થવા પામી રહી છે. શ્રી પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે, જેટલી પણ જગ્યાએ પશુઓને અસર થઈ છે તેની મુલાકાત લીધી છે તેમાં એક જ એગ્રેાવાળાનું ભુંસુ ખાદ્યા પછી અબોલજીવોની તબિયત લથડવા પામી રહી છે. પ્રાથમિક તબક્કે ફુડપોઈઝનીંગ કારણભુત લાગી રહ્યું છે. પરંતુ આ બાબતે વધુ સચોટ તારણ જાણવા માટે અમદાવાદ ખાતેની પશુપાલનની સેન્ટ્રલ લેબ ખાતે સેમ્પલ મોકલી આપ્યા છે જેના અહેવાલ ટુંક જ સમયમાં આવી ગયા બાદ વધારે ખ્યાલ આવી શકે કે કયા કારણોસર હકીકતમાં અબોલજીવોના મોત થવા પામ્યા છે. શ્રી પ્રજાપતીએ કહ્યુ હતુ કે, અમારો કલીનીકલ તપાસનો વિષય છે, અને તે પ્રાથમિકતબક્કે જોતા જે પશુઓની તબિયત લથડી રહી છે તેની પેટર્ન એક જ જેાવા મળી રહી છે. એટલે પ્રાયમાફેસી ભુંસુ જ કારણ ભુત જણાઈ આવે છે. આ કેસમાં પોલીસે જાણવા જોગ દાખલ કરી છે અને પશુઓના પીએમ કરીને વીસેરા લેવામા આવ્યા છે. સેમ્પલીંગના રીપોર્ટ આવી ગયા બાદ વધારે તારણ બાબતે કહી શકાય અને તે બાદ ઉચ્ચ સ્તરેથી સબંધિત કાર્યવાહી કરવામા આવી શકે છે તેમ શ્રી ગોવિંદભાઈએ જણાવ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, સ્થાનિકની સ્થિતીનો અહેવાલ અમારા તબક્કેથી જિલ્લાનાનાયક પશુપાલક નિયામકશ્રીને કરવાનો થતો હોય છે અને તે કરી દેવામા આવ્યો છે. 
તો વળી બીજીતરફ આ પ્રકરણ અંગે જિલ્લાના ઈન્ચાર્જ નાયબ પશુપાલન અધિકારીશ્રી નાથાણનીી સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, દુધઈ પાસે આવેલી વૃંદાવન ગોપીનાથ એગ્રો કંપનીના ભુંસો આરોગ્ય બાદ મેવાણા તથા વ્રજવાણી વીસ્તારમા પશુઓને અસર થવા પામી છે. આ બાબતેની ગંભીરતા સમજી અને તપાસ ચાલી રહી છે. અમે ત્વરિત ધોરણે ઘટનાનુ કારણ જાણવાની પ્રક્રીયાઓ હાથ ધરી હતી. સેમ્પલીંગ પણ કરી લેવાયા છે અને અમારી લેબમાં મુકયા છે. રોગચાળો નથી એવુ એટલા માટે કહી શકાય કે, છઠ્ઠી તારીખના રોજ અમે ગળસુંઢાને લગતા સેમ્પલો કરાવી લીધા છે અને તે નેગેટીવ જ આવેલા છે એટલે રોગચાળો પ્રાથમિક ધોરણે નથી દેખાતો. ઉપરાંત પણ મૃત પશુઓના સેમ્પલો અમારી સેન્ટ્રલ લેબમાં મોકલી આપ્યા છે તે રીપોર્ટ આવ્યા બાદ વધારે ખબર પડી શકે. હાલતુરંત અમે સબંધિત એગ્રોવાળા 
પાસેથી ખરીદી કરેલ ખોળ-ભુંસાનો વપરાશ ન કરવાનો મહત્તમ સંદેશો પશુપાલકો સુધી પહોચતો કરવાનો પ્રયાસ કર્યો છે, અને હજુય કદાચ આ ખોળ ભુસો ખાયા બાદ કોઈ પણ પશુ અફેકટેડ દેખાય તો તાત્કાલીક પશુપાલનઅધિકારીનો સંપર્ક સાધે અમે વિના વિલંબે ત્યા અટકાયાતી કાર્યવાહી કરવા ટીમો સાથે પહોચી જઈશુ તેવુ શ્રી નાથાણીએ જણાવ્યુ હતુ.



..............




ગાયોના નામે ચરી ખાતો બની બેઠેલ આંખલો કેમ
વાગડ-મોવાણાની ઘટનામાં કયાંય ન ડોકાયો...?



ગાયોના નામે આડેધડ દબાણો કરવા, ગાયોના નામે ઠેકાઓ નગરપાલિકામાંથી લેવા ધંધાકીય હરીફાઈ-અદાવતો કરવા ઉપરાંત અલગ અલગ અનેકવીધ રીતે નામો વટાવી ખાનારા આંખલા સામે 
ઠેર-ઠેરથી ઉઠતો ફિટકાર : શું મોવાડા-વ્રજવાણી વિસ્તારમાં પ૦થી વધુ અબોલજીવોના મોત થયા છે, તેની આ આંખલાને ખબર નથી, કે પછી તેમાંથી કોઈ જ કમાણી કરી શકાય તેવુ ન હોવાથી અબોલજીવો-ગાયોના નામે ચરી ખાનારા આંખલો અહી કયાંય ડોકાયા નથી?




ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલથી લઈ અને વાગડ પટ્ટા સુધીમાં કયાંય પણ ગાયોના નામે ચરી ખાવાવનુ હોય તો સદાય અગ્રેસર રહેનારા આંખલાઓને લઈને પ્રબુદ્ધવર્ગમાં રાપરના મોવાણામાં બનેલી ઘટના વખતે ફિટકાર વરસવા પામી રહ્યો છે. મોવાણામાં ઘટના સામે આવી છે કે, અહી પ્રાથમિક રીતે એવી વિગતો સામે આવી છે કે, મીલાવટી ભુંસુ ખાવાથી અબોલ જીવોના મોત થવા પામ્યા છે. આ ઘટનાનું સત્ય અને તથ્ય તો કદાચ તટસ્થ તપાસ થશે તો બહાર આવવા પામી જ જશે. પરંતુ જયારે વાગડ પટ્ટામાં આ રીતે બેથી ત્રણ જ દીવસમાં કોઈ કંપનીની બનાવટના ભુંસુ ખાદ્યા બાદ ર૬ જેટલી ગાયોના મોત નિપજી ગયા હોવાનો આંકડો સત્તાવાર રીતે બહાર આવી ગયો છે તેમ છતા પણ સંકુલનો બની બેઠેલો ગાયોના નામે ચરી ખાતો આંખલો કેમ હજુ સુધી કયાંય ડોકાયો નથી? આવા સવાલો ઉભા થવા પામી રહ્યા છે. ગાયોને કતલખાને લઈ જવામાં આવતા હોવાના નામે મોટા ઉપાડા અને ત્રાગા કરી અને મેં બચાવ્યા મેં બચાવ્યાના નાટકો સાથે વાહનચાલકો પાસેથી મોટી તોડ કરવી,ગાયોના નામે ઠેર-ઠેર કીમંતી કરોડોની જમીનો દબાવી લેવી, દબાણો કરવા , ગાયોને લગતા કામકાજના ઠેકાઓ નગરપાલિકાઓમાથી લેવા માટે દાદાગીરી કરવી, પાતાને ન મળે તો જેને ફાળવાયેલા હોય આવા ઠેકા તેના કામદારો-ડ્રાયવરોની સાથે માથાકુટો અને મારામારી કરવી, આવા તો કઈક કૃત્યો ગાયોના નામે બની બેઠેલ આ આંખલો આચરતો ફરતો હોય છે, તો પછી મેવાણામાં બનેલી ઘટનામાં કેમ તે નથી દેખાયો? શુ આ ઘટનામાં ગાયોના મોત નથી થયા? કે પછી આ પ્રકરણમાં ગાયોના નામે ચરી ખાતા આ આંખલાને કાંઈ જ મલાઈ અને કમાણી દેખાણી નથી એટલે ત્યા ડોકાયો નથી? આવા કઈક વેધક સવાલો સાથે ગાયોના નામે ચરી ખાતા આ આંખલા પર ફીટકાર વરસતો હોવાનુ સામે આવી રહ્યું છે.




...................................




દુધઈની વૃંદાવન ગોપીનાથ એેગ્રો સામે કાયદાકીય પગલા ભરાવો


સરકારની છબી ખરડાય તે પહેલા કલેકટરશ્રી કરે મધ્યસ્થી :
ડીડીઓશ્રીને આપો સુચના : રોગચાળો તો નથી વકર્યો ને?




કલેકટરશ્રી-ડીડીઓશ્રી-પશુપાલન અધિકારીની 
પાસેથી વિગતો મેળવી આ પ્રકરણમાં ધાક બેસાડતી કાર્યવાહી કરે તે જ સમયનો તકાજો




ગાંધીધામ : વાગડના મોવાણા તથા વ્રજવાણી વીસ્તારમાં એબાલજીવોનો મરણ આંક ૩૦એ પહોચી ગયો છે. આ ઘટના ગંભીર છે તેને હળવાશથી ન લેવાય. હકીકતમાં આ અંગે જિલ્લા સમાહર્તા શ્રી ડો. આનંદ પટેલે ડીડીઓશ્રીને સુચનાઓ આપવી જોઈએ અને ભુંસુ જ કારણભુત છે તેવુ ઉતાવળે માની લેવાના બદલે કોઈ બીમારી અહી ફેલાઈ નથી ને તે મામલેની ચકાસણીઓ કરવા સંદર્ભે જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારીથી સચોટ સ્થળ તપાસ-મુલાકાતો કરી અને લેખિતમાં રીપોર્ટ માગવાની સુચનાઓ આપવી જોઈએ. એટલુ માત્ર જ નહી પણ જો ભુંસું જ બધી રીતે કારણભુત સામે આવતુ હોય તો તેનું ન માત્ર વેંચાણ કરનાર દુધઈનો વૃંદાવન ગોપીનાથ એગ્રોવળો બલ્કે તેની આખેઆખી સપ્લાય ચેઈનની સામે નામજોગ પોલીસ ફરીયાદ દાખલ કરી અને કાયદાકીય પગલા ભરવા જોઈએ. તથા આ જ કંપનીની પાસેથી પશુપાલકો કે જેમના પશુઓ મૃત્યુ પામ્યા છે તે બધાયને વળતરની રકમ ચુકવવાનો અદેશ કરાવવો જોઈએ. અને જો રોગચાળો કયાંક ને કયાંક સેમ્પલ બાદ કારણભુત હોવાનુ સામે આવતુ હોય તો સરકારી રાહે ૩૦ પશુઓના મોત પાછળ જે કોઈપણ લાપરવાહ રહ્યુ હોય તેની સામે કડક હાથે કાર્યવાહી કરી દેખાડવાની સુચનાઓ આપવી જોઈએ.કલેકટરશ્રીએ જે તે વેપારીના ખોળ-ભુંસા મામલેની ઉંડાણપૂર્વકની તપાસ કરાવી જોઈએ. જે ભુંસુ ઝેરી બન્યુ તે આવ્યુ કયાંથી? સપ્લાય કોણે કર્યુ? દુધઈ વાળાએ તેનો સંગ્રહ કેવી રીતે કર્યોહતો? કયાં લુ પોલ્સ રહી ગયા છે? તે ટેકનીકલ શોધવુ ઘટે અને આવી ઘટનાનુ પુનરાવર્તન ન થાય તે માટે દુધઈવાળી કંપનીની સામે ધાક બેસાડતી લીગલ કાર્યવાહી કરવી જોઈએ.




.....................


અબોલજીવોની ૮મી જુન સાંજ સુધીની સ્થિતી..!


ગાંધીધામ : વાગડના મોવાણા અને વ્રજવાણી વિસ્તારમાં પશુઓના મોત થવા અંગે સ્થાનિક પશુપાલન અધિકારી ગોવિંદભાઈ પ્રજાપતીની સાથે વાતચીત કરતાતેઓએ જણાવ્યુ હતુ કે, ૮મી જુનના સાંજ સુધીના આંકડાઓની વાત કરીએ તો ૬૧ગાયો અને ૧૭ જેટલી ભેંસો અસરગ્રસ્ત થવા પામી છે. જેમાં ર૬ ગાયો તથા ચાર ભેંસોના મોત નિપજવા પામ્યા છે અને ૬૬ પશુઓની સ્થિતી રીકવરી પર છે જેઓ સારવાર હેઠળ રહેલા છે.

Comments

COMMENT / REPLY FROM