Trending News
સ્થાનિક સમાચાર

રાષ્ટ્રીય હિન્દુ સંઘ રાષ્ટ્રીય ભાવનાને બળવત્તર બનાવશે

09 June


પૂ. યોગી દેવનાથબાપુની પ્રેરણાથી બિનરાજકીય હિન્દુ સંગઠનની કરાઈ સ્થાપના

ભુજ : એકલધામના મહંત દેવનાથબાપુની પ્રેરણાથી બિનરાજકીય હિન્દુ સંગઠન રાષ્ટ્રીય હિન્દુ સંઘની સ્થાપના કરવામાં આવી છે. આ સંગઠનના મુખ્ય ધ્યેય અંગે પૂ. દેવનાથબાપુએ ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી.
પૂ. દેવનાથબાપુએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય હિન્દુ સંઘ કચ્છ, ગુજરાત સહિત દેશના હિન્દુ સમાજને સંગઠીત કરવા કાર્ય કરશે. ભારતના ધર્મ, સમાજ અને સાંસ્કૃતિક વારસાને પુનઃ સ્થાપન કરવા, સમાજમાંથી ઉંચ-નીચના ભેદભાવ દૂર કરવા, ગૌ હત્યા પર પ્રતિબંધ લાદવા, હિન્દુ સમાજમાં રાષ્ટ્ર ભાવના જાગૃત કરવા, ભારતને વિકસીત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા કાર્ય કરશે. મા ભારતી વિશ્વગુરૂ બને ભારત હિન્દુ રાષ્ટ્ર બને તે માટે કાર્ય કરશે તેવું વધુમાં જણાવ્યું હતું. આ વેળાએ રૂદ્રાણી જાગીરના મહંત પૂ. લાલગિરિબાપુ, પૂ. મહંત ધનંજયગિરિ બાપુ, આર્ષ અધ્યન કેન્દ્રના સ્વામી પ્રદિપ્તાનંદજી મહારાજ, પૂ. મહંત કિશોરદાસજી બાપુ (વરલી) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
------

Comments

COMMENT / REPLY FROM