Trending News
સ્થાનિક સમાચાર

એક કા ડબલ કરી આપવાના કેસના આરોપી સામે ગાંધીધામ એ ડીવીઝનની લાલઆંખ

09 June



પકડાયેલ સહ આરોપી મામદશા જુસબશા શેખ ઉવ.૪૩ રહે.બાનાની ફળીયુ શેખ ટીંબો અંજાર.


ગાંધીધામ : એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપીંડી કરનાર આરોપીઓ વિરૂદ્ધમા “સંગઠીત અપરાધ” અને ગુન્હાહિત કાવતરાની કલમો ઉમેરી ગુન્હામા સંડોવાયેલ અન્ય આરોપીની ધરપકડ કરી ખોટી નોટોના બંડલ બનાવવામા 
વપરાતા સાધનો કબ્જે કરી ગાંધીધામ એ ડિવીઝન પોલીસે કાયદેસ૨ની કાર્યવાહી કરી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડીયા સાહેબ સરહદી રેન્જ,ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ જીલ્લામાં શ૨િ૨ સબંધી/મિલ્કત સબંધી/છેતરપીંડીના ગુન્હાઓ આચ૨તા ઈસમો ઉપર જરૂરી વોચ રાખી અને અવા૨નવા૨ ગુન્હા આચરતા ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમો તળે યોગ્ય કાર્યવાહી ક૨વા તથા ગુજરાત સ૨કા૨ શ્રી દ્વારા સમયાંતરે બનાવેલ અલગ-અલગ કાયદા બનાવવામા આવેલ હોય જે મુજબ આવા આરોપીઓ વિદ્ધ જરૂરી કાયદાકીય પગલા લઇ કાયદેસ૨ની કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટ૨ એમ.ડી.ચૌધરી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંગઠીત અપરાધ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવી ગુનાહિત ટોળકી બનાવી એકબીજા સાથે મેળાપીપણું કરી સાથે મળી ગુન્હા આચરતા હોય તેવી સંગઠીત ટોળકીના સભ્યો વિરૂધ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન મળેલ હોય તેમજ અત્રેના ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન ગુ. ૨. નં. ૧૧૯૯૩૦૦૬૨૫૦૭૫૯ / ૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા એકટ-૨૦૨૩ ની કલમ- ૩૧૬(૨),૩૧૮(૪) મુજબનો ગુન્હો બનવા પામેલ અને સદ૨ ગુના કામેના આરોપીઓના ગુનાહિત ઇતીહાસ ચેક કરતા આરોપીઓ વિરુદ્ધ અગાઉ ગુન્હા દાખલ થયેલ હોવાની હકિકત જણાઈ આવતા તે સંગઠીત અપરાધને પ્રોત્સાહન આપી સંગઠીત ગુનો કરવાની તથા કાવતરૂ કરવાની ટેવ વાળો હોવાની હકીકત તપાસ દરમ્યાન જણાઈ આવેલ. જે બાબતે મજકુર 
આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ - ૧૧૧, ૬૧ (૧) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટ ગાંધીધામ ખાતે ૨જુ ક૨ી દિન-૦૩ ના રિમાંડ મેળવવામા આવેલ અને તપાસ દરમ્યાન ફરિયાદીનો ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી સહ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ખોટી નોટોના બંડલના કોરા કાગળો તથા કાગળો કટીંગ કરવાનો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે. 

.........


કબ્જે કરેલ મુદ્દામાલ 

(૧) લોખંડનુ પેપર કાપવા માટેનુ કટ૨ મશીન કિ.રૂ.૫૦૦/- (૨) સફેદ કલ૨ની કો૨ા 
પાનાની નોટોના બંડલો નંગ-૨૪ કિ.રૂ.૦૦/૦૦ (૩) નોટો ઉ૫૨ કલ૨ ક૨વા માટેની પીંછી નંગ-૧૩ કિ.રૂ.૦૦/૦૦ (૪) નોટો ઉ૫૨ કલ૨ ક૨વા માટેના કલરના ડબા નંગ-૦૨ કિ.રૂ.૨૦૦/- (૫) વિવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- (૬) રોકડા રૂ.૭૬૦/- (૭) લાઇટબીલ તથા આધારકાર્ડ કિ.રૂ.૦૦/૦૦ એમ કુલ્લે કિ.રૂ.૬,૪૬૦/-

Comments

COMMENT / REPLY FROM