મુંદરા તાલુકાની ગ્રામ પંચાયતના સુકાની બનવા લાઈનો લાગી
મુંદરા : તાલુકાની ૩ નવી અને ર૩ જુની ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સરપંચ તથા તેમના સભ્યોના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે તાલુકા પંચાયત, મામલતદાર કચેરીમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો છે. આ તાલુકામાં જે પણ સરપંચ બને તેને ઘી, કેળા સમાન પાંચ વર્ષે નિકળશે. આર્થિક મજબૂત બનવા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી પણ ગ્રામ પંચાયત મજબૂત આવકનો સ્ત્રોત લોકો માની રહ્યા છે. જેથી ગામે ગામ સરપંચ બનવા હાલ રોકાણ કરવામાં આવે છે. ચૂંટણી વખતે તો વધુ રોકાણ થશે પણ પછી રહી નસીબની વાત છે. જો જીતા તો સિકંદર બનશે અને જીતશું તો માલમામાલ બનાશે તેવી કેટલાક ગામડાના લોકો કહેતા સાંભળવા મળે છે.
આજે સવારે ૧૧ કલાકે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ હોતા વિવિધા ગામોના ઉમેદવારો પોત પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં જોડાવવા જોવા મળ્યા હતા.
આજે ભોરારામાં સા. મહિલા બેઠક પર પુજાબા મહાવીરસિંહ જાડેજા તથા ટોડાની અનામ બેઠક પર હેતલબેન જીગ્નેશ માતંગ, નવીનાળ મધ્યે સમેજા આસિફ ફકીરમામદ, મોટી ખાખર બક્ષીપંચ બેઠક પર રતનભાઈ ગઢવી, આમદભાઈ કુંભાર, ગુંદાલાની સામાન્ય બેઠક પર મહેશ તેજાભાઈ આહિર, ભરતસિંહ રામસંગભા જાડેજા, મંગરાની નવી બનેલ ગ્રામ પંચાયતના ચાંદુભા જાડેજા, બરાયા મધ્યે હરિસિંહ જાડેજા તથા સમાઘોઘા સામાન્ય બેઠક પર હરેન્દ્રસિંહ જાડેજા તેમના હરિફ વિજયસિંહ જાડેજાએ ફોર્મ રજુ કરી ઉમેદવારી નોંધાવી છે. મંગરા મધ્યે ચંદ્રસિંહ જાડેજા તથા વાંઢ ગામે સીતાબેન હધુભાઈ રબારીએ ફોર્મ રજુ કર્યા હતા. સાડાઉ ગ્રામ પંચાયત ઉમેદવાર પદે મણિલાલભાઈ ગાલાએ ફોર્મ ભર્યો છે.
બપોરે ૩ કલાક સુધી ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે, જેથી તાલુકા પંચાયત પરિસરમાં લોકમેદની તથા ગાડીઓની લાઈન જોવા
મળી હતી.
.............

Comments