Trending News
સ્થાનિક સમાચાર

રતનાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે રસાકસીના એંધાણ

09 June



અંજાર : તાલુકાની રતનાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે રસાકસી થવાના એંધાણ મળી રહ્યા છે. આહીર સમાજની બહોળી વસ્તી ધરાવતા અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા આ ગામમાં ગ્રામ સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો જોવા મળીરહ્યો છે. આ અંગે સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રતનાલ ગામના સરપંચ પદ માટે ત્રિકમભાઈ વાસણભાઈ આહિર અને સરિયા ત્રિકમભાઈ વરચંદ આહિરની બે પેનલો ઉમેદવારી પત્રક દાખલ કરશે. આજે સાંજ સુધીમાં ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થશે. જો કે અત્યાર સુધીની સ્થિતિને જોતા રતનાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે રસાકસી થવાના એંધાણ મળી 
રહ્યા છે.

............

Comments

COMMENT / REPLY FROM