Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના ફરાદી-ટોડા-ભદ્રેશ્વર-વીરાણીયા-મોટા કપાયાના પટ્ટામાં કયા ઝભ્ભાલેંગાધારીની ખનીજચોર ટોળકીના ઠેકાઓ મંજુર..?

09 June

ખાણખનિજ વિભાગ - ફલાઈંગ સ્કવોર્ડ-પોલીસતંત્ર ધ્યાને ન લે




ફરાદી પટ્ટામાંથી રોજની રર ગાડીઓ ખનીજચોરીની નીકળેતી હોવાની ચર્ચા, ૧ ગાડીનો હપ્તો બે લાખ, આંક કયાં જાય છે? ટ્રેકટર-ઉંટગાડીઓ ખનીજચોરીની પકડાય છે, મોટા મોટા મહાકાય ટ્રેલર અહી કેમ કોઈ અટકાવું જ નથી? ગાંધીછાપ નોટોના દર્શનથી કયા કયા ભ્રષ્ટ તત્વો આંખ મીંચીને બેઠા છે? : અરવિદ-રણજિત નામના ખનીજચોરો કયા બની બેઠેલા રાજકીય અગ્રણીના ખીલ્લે કરી રહ્યા છે કુદાકુદ? 


ટોડાની આજુબાજુના વિસ્તારોમાં ગીરના ટોળાથી વધુ ખનીજચોરોનો થયો છે જમાવડો, સુરેન્દ્ર-શકિતના ઈશારે ખનીજચોરીની છે ચર્ચા


વિરાણીયા પટ્ટાથી લઈ અને મોટા કપાયા વિસ્તારની આસપાસમાં શકિતની સફેદ ચાંદી(રેતી)ચોરીનું ધમધમે છે મોટું નેટવર્ક : 
સુખપર ટીંબો-નાની ખાખર સહિતના સીમાડાઓમાં અરવિંદ-હિતેન્દ્રની ધુમ ખનીજચોરીની બૂમરાડ



ગાંધીધામ : સમરથ કો નહી દોષની ઉકિત જાણે કે સાચી ઠરી રહી હોય તેમ નાના સુના ખનીજધારકોની ભુલ પર તેમને તગડા દંડ ફટકારી દેવામા આવતા હોય છે પરંતુ આયોજનબદ્ધ રીતે જ મોટા પ્રમાણમાં નેટવર્ક જ બનાવી અને ખુલ્લેઆમ બીનધાસ્ત ખનીજચોરીને અંજામ આપવામાઆવતો રહે તો જે-તે એજન્સીઓને ચોકકસ બાતમી અને માહીતીઓની જરૂર પડી જતી હોયછે કાર્યવાહી કરવા માટે. કચ્છમાં પણ હાલમાં ખાસ કરીને માંડવી પટ્ટાના કેટલાક ગામોમાં ધુમ ખનીજચોરીને અંજામ અપાઈ રહ્યા હોવાની ચર્ચા સપાટી પર આવવા પામી રહી છે અને કહેવાય છે કે, રાજકીય ઓથ તળે અહી મોટા પ્રમાણમા દીવસ રાત ખનીજચોરીને અંજામ આપવામાવી અવી રહ્યો છે. સવાલ થવા પામી રહ્ય છે કે, આ કયો ઝભ્ભાલેંગાધારી છે કે જેની ખનીજચોર ગેંગને રીતસરના કાયદેસર ખનીજચોરી માટેના ઠેકા-ટેન્ડરો જ મંજુર કરવામા આવી ગયા હોય તેમ અહી ખનીજચોરીને અંજામ અપાઈ રહ્યો છે. 
વાત સહેજ વિગતે કરીએ તો ફરાદી,ટોડા-ભદ્રેશ્વર, વીરાણીયા, મોટા કપાયા, ઉપરાંતનાપટ્ટાની આસપાસના વેરાન સીમાડાઓમાં કેટલાકફાટીને ફુલેકે ચડી ગયેલા ખનીજચોરો બેફામ ખનીજનું ગેરકાયદેસર ઉત્ખનન અને પરીવહન પણ કરી રહ્યા છે. ફરાદી પટ્ટામાં કહેવાય છે કે અહીના રોજ રરથી વધુ જેટલા મહાકાય ટ્રેઈલરો ખનીજના નીકળી રહ્યા છે અને એક ગાડી દીઠ બે લાખનો હપ્તો બાંધવામા આવેલો છે વિચાર તો કરો રર ગાડીનો હપ્તો માસીક કયાં જઈને પહોચે?સરકારને કેટલી તગડી રોયલટી ચોરીનો આર્થીક ધુમ્બો પડવા પામી રહ્યો છે. જાણકારો અહી સવાલ કરી રહ્યા છે કે કયારેક અહીથી ટ્રેકટર અને ઉંટગાડીઓમાં ખનીજચોરી પકડાયા છે પરંતુ આ મહાકય ટ્રેઈલરો ખનીજથી છલોછલ ભરેલા દેખાતા નથી? તેના પાછળનુ રહસ્યુ શુ છે? કહેવાય છે કે મોટા ગજાના રાજકારણીની છત્રછાયા ધરાવતા અરવિંદ અને રણજીત અહી આ ખનીજચોરીને અંજામ આપી રહ્યા છે. તેની સાથોસથા ટેડા પટ્ટામાં વિસ્તારમાં સુરેન્દ્ર અને શકિત-અરવિંદને જાણે કે ખનીજચોરીનો ઠેકો મંજુર કરવામા આવ્યો હોય તેમ અહી તેઓ આડેધડ ખનીજ ગેરકાયદેસર રીતે ઉસેડી રહ્યા હોવાનુ ચર્ચાય છે. વિરાણીયા આજુબાજુથી માંડી અને મોટા કપાયા પટ્ટામાં સફેદ ચાંદી એટલે કે રેતીની ધુમ ગેરકાયદેસર હેરફેર રાજકીય ઓથ હેઠળ જ શકિત દ્વારા આચરવામા આવી રહી હોવાનુ મનાય છે. ઉપરાંત સુખપર ટીંબો અને નાખી ખાખર જેવા વિસ્તારોના સીમાડાઓનીઆજુબાજુમાં અરવિંદ અને હિતેન્દ્રને મંજુરી આપી દેવામા આવી હોવાનુ કહેવાઈ રહ્યું છે. જાણકારો કહી રહ્યા છે કે, આટઆટલી રીતે બિનધાસ્ત ખનીજચોરીને અંજામ અપાઈ રહ્યો છે તો રેવેન્યુ તંત્ર, સ્થાનિક મહેસુલવિભાગના જવાબદારો તથા ખાણખનિજ અને પોલીસ વિભાગ તો તેનાથી અજાણ હોય તે વાત માની શકાય જ નહી? ખરેખર આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને સ્ટેટ ખનીજ વિભાગની ફલાઈંગ ટીમો ત્રાટકે તો એક મોટુ ખનીજચોરીનું રાજકીય રેકેટ બહાર આવી શકે છે તેવી વકી સેવવામા આવી રહી છે.

............




ભદ્રેશ્વર પટ્ટામાં ડીઝલ ચોરીમાં કયો રાજકીય-જમાઈ છે
ભાગીદાર? શું ચાલે છે બેનામી ધંધા? કેમ ન થાય તપાસ



ગાંધીધામ : માંડવી-મુંદરા પટ્ટામાં ખનીજચોરી બેફામ બનેલી હોવાની વાત સામે આવી રહી છે જેમાં મોટાભાગના કામોમાં રાજકીય-જમાઈને લીલાલહેરકરાવાઈ રહ્યા હોવાનું મનાય છે. ભદ્રેશ્વર આસપાસના પટ્ટામાં એક ફેકટરી આવેલી છે અને તેમાં જુનાટાયરોની સાથે કેમીકલને લઈને કોઈ કામદેખાડાઈ રહ્યુ છે પરંતુ હકીકતમાં તો ડિજલનો જ બેનામી ધંધો અહી પુરજોશમાં ચાલી રહ્યો હોવાનુ ચર્ચાય છે. અને કહેવાય છે કે, અહી પણરાજકીય-જમાઈને લીલાલહેર કરાવાઈ રહ્યા છે તો તપાસ થવી જોઈએ કે આ કયો રાજકીય જમાઈ છે જેને આવા બેનામી ધંધાઓમાં કાળી કમાણીમાં આળોટવાની સ્થિતી ઉભી કરવા દેવાઈ રહી છે?

...........


માંડવીના ભોજાય આસપાસમાં બોકસાઈટ ચોરીનું કોનું ટેન્ડર થયું છે પાસ?


માંડવી-મુંદરામાં લાલમાટી પર તંત્ર લાલઆંખ કરે તો બની બેઠેલી ત્રિપુટીના સફેદ પોશ ચહેરા થઈ જાય બેનકાબ



ગાંધીધામ : માંડવીમાં અલગ અલગ ખનીજચોરીઓ બેફામ થવા પામી રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, માંડવીના ભોજાયપટ્ટાની આસપાસમાં બોકસાઈટ ચોરી માટે કોને છુટ આપવામા આવી છે? કોણઅહીથી ધુમ બોકસાઈડ ચોરીને અંજામ આપી રહ્યુ છે. જાણકારો કહી રહ્યા છે કે, ભેાજાય સીમાડાથી માંડી કોટડી મહાદેવ પુરી આજુબાજુના પટ્ટા સુધીમાં બોકસાઈડની ગેરકાયદેસર હેરફેર કોણ કરી રહ્યું છે? તેની સાથોસાથ જ જો માંડવી-મુંદરા પટ્ટામાં લાલમાટી પર લાલઆંખ કરવમા આવે તો બની બેઠેલ સફેદપોશ ત્રિપુટીના ચહેરાઓ બેનકાબ થવા પામી શકે તેમ મનાય છે. 

...........

Comments

COMMENT / REPLY FROM