Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝ પુલીયા પર એસીડના ટેન્કરમાં આગથી નાશભાગ : 

07 June

આ ઘટનાને હળવાશથી ન લેવાય : બારૂદના ઢેર પર બેઠું છે કંડલા કેામ્પલેક્ષ





કોની લાપરવાહી? શું તંત્રને મોટી દુર્ઘટનાની છે ઈંતેજારી?


સદભાગ્યે જાનહાની ટળી, પણ બે બાજુએ રસતા બંધ કરી દેવાની પડી હતી ફરજ, ડ્રાયવર પણ જીવ બચાવી ટેન્કરમાંથી કુદીને ભાગ્યો : પાલિકા-ડીપીએ- કંડલાના અગ્નિશમન દળોએ આગને કાબુમા લેવા આદરી હતી જહેમત

ઘટના કેમ બની ગઈ છે તે અમને પણ નથી સમજાતુ, અમે તો તમામ તકેદારી રાખીએ છીએ : પીયુષ પટેલ(શ્રી શ્રી ટ્રાન્સપોર્ટના મેનેજર)



ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા કંડલા બંદરમાં આવતા અનેક પ્રકારના અતિ જવલંતશીલ કેમીકલોની અહીથી વાહનોમાં હેરફેર થતા હોય છે પરંતુ તેન સલામતી અને સુરક્ષામાં જાણે કે છીંડા જ દાખવતા હોય તેવી રીતે અહી ઘટનાઓ સામે આવવા પામતી રહેતી હોય છે. દરમ્યાન જ આવી વધુ એક ઘટના ગત રોજ બનવા પામી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.  ગાંધીધામ આદિપુરમાં ગતરોજ બે આગની ઘટના બની હતી. જેમાં કાસેઝ પુલીયા પર ચડી રહેલા એસીડ ભરેલા ટેન્કર અને અંતરજાળના એક ઘરમાં આગ લાગી હતી. બન્ને ઘટનાઓમાં સદભાગ્યે કોઇ દાઝ્યું નહતું પરંતુ સહુના જીવ ઉચ્ચક જરૂર થયા હતા. કંડલા અને ગાંધીધામએ બારુદના ઢગલા પરબેઠેલુ છે, આ વાત આપણે વર્ષોથી સાંભળીએ છીએ. અને એકલ દોકલ ઘટનાઓ આની વાસ્તવીકતા પણ સમજાવતા જાય છે. ગતરોજ કંડલાથી નાઈટ્રીક એસીડ ભરીને ગાંધીધામ તરફ આવી રહેલા ટેન્કરમાં એકાએક આગ ફાટી નિકળી હતી. જેના કારણે વાહન ચાલકો ભયમાં આવી ગયા હતા અને વાહનો દોડાવી મુક્યા હતા. ડ્રાઈવરે પણ જાન બચાવીને ટેંકરથી કુદી ગયો હતો. તો જ્વલનશીલ લીક્વીડમાં લાગેલી આગ હોવાના કારણે તેમાં પાણી નહી, ફોર્મથીજ કંટ્રોલ આવી શકે તેમ હોઇ, પાલિકાના ફાયર ફાઈટર તો આવી પહોંચ્યા પરંતુ તેમણે રોડ બ્લોક કરવાનું કામ કર્યું હતું. તો ડીપીએ, કંડલાની અગ્નીશમન દળની ટીમ સ્થળ પર ધસી ગઈ હતી અને ફોર્મનો મારો ચલાવીને ટેંકરની આગ કાબુમાં લીધી હતી.
બીજીતરફ આ બાબતે જે શ્રી શ્રી ટ્રાન્સપોર્ટ દ્વારા નાઈટ્રેટ એસીડની ગાડીઓનું સંચાલન કરવામા આવે છે તેમના પિયુષભાઈ પટેલને પુછતા તેઓએ કહયુ હતુ કે, ઘટના બની છે, ગઈકાલે અમે પણ સ્થળ પર ગયા હતા, અમે તમામ કાગળો અને ફાયર બોટલ સહિતની વ્યવસ્થાઓ રાખી જ છે, છતા આગ કેમ લાગી ગઈ છે તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. અમે તમામ પ્રકારની તકેદારી રાખી રહ્યા છીએ તેવી ખાત્રી પિયુષભાઈ પટેલે આપી હતી.


..........


અંજારના પ્રાંત અધિકારી કરાવે લાલઆંખ

શ્રી શ્રી ટ્રાન્સપોર્ટની એસીડ જેવા જવલંત પદાર્થોનું સંચાલન
કરતા તમામ વાહનોનુ ફીટનેશ ચેક કરો : પછી જ ચાલવા દો



પોલીસ-આરટીઓતંત્ર- સહિતનાઓએ આ ટ્રાન્સપોર્ટરની કરવી જોઈએ સરખી ઉલટતપાસ : નાઈટ્રીટ એસીડ જેવા જવંલતશીલ પદાર્થના હેરફેરમાં બેરદકારી પાલવી ન શકે : આ તો સદભાગ્યે કોઈ જાનહાની નથી થઈ, જો આ આગની ઝપેટમાં અન્ય આસપાસના વાહનો આવી ગયા હોત તો? 



ગાંધીધામ : ગાંધીધમા-કંડલા સંકુલ બારૂદના ઢેર પર બેઠેલ છે તેવામાં અહી અતિ જવલંતશીલ પદાર્થોના સંગ્રહ સ્થાનો તથા તેની હેરફેર કરવામાં આવે છે પરંતુ કયારે સંગ્રહસ્થાનોમાં તો કયારેક વાહનોમાં આવા હૈઝાર્ડીયસ કેમીકલના નિયમોની અમલવારીના ધોરીધરાર ઉલલઘન થતા જ જોવા મળી આવતા હોય છે. દરમ્યાન જ ગઈકાલે ઝોન ગોલાઈના પુલીયા પર પણ આ ઘટના બનવા પામી છે અને તેમાં પણ કઈક પ્રકારની ક્ષતીઓની ગંધ સામે આવવા પામી રહી છે. નાઈટ્રેટ એસીડ જેવા પદાર્થોની હેરફેરવાળા વાહનમાં જો આગ લાગવાની ઘટના બનતી હોય અને તે એટલી હદે કે કલાકો સુધી તેને કાબુમાં લેવા જહેમત કરવી પડે, પાણીથી પણ તે આગ ન ઓલાય અને ખાસ ફોર્મનો ઉપયોગ કરવો પડે, બે બાજુ રસ્તાઓ બ્લોક કરી દેવા પડે, તેવી ઘટનાને જરા પણ હળવાશથી ન ેલેવી જોઈએ. ખરેખર તો આ ઘટના કેમ બની? વાહનમાં જે નિયમોની અમલવારી કરવાની હોય છે તે કરાઈ છે કે નહી? ફાયર ઈન્સટીગયુસશર સહિતના સાધનોની શુ વ્યવસથ્‌ઓ હતી? વાહનોના નિયમ અનુસારના ફીટનેશ જવલંતશીલ પદાર્થની હેરફેર માટેન પરવાના લાયસન્સ હતા કે નહી? જો હતા તો પછી કેમ આગ લાગી? આવી રીતે બેદરકારી કેાણે કોણે દાખવી છે? હકીકતમાં શ્રી શ્રી ટ્રાન્સપોર્ટના તમામ આવા વાહનોના ફેર તપાસ કરવા જોઈએ, ફીટનેશ ચકાસણીઓ થવી જોઈએ, હેજાર્ડીયસ કેમીકલના સંચાલન માટેના નીયમોની અમલવારીકરવામા અવે છે કે કેમ? તેની બધી જ ચસકાણી થવી જોઈએ અને તે બાદ જ તેને પરિવહનની છુટ આપવી જોઈએ. ત્યા સુધી તેમના આવા વાહનોને અટકાવી જ દેવા જોઈએ. થંભજાવનો આદેશ આપી દેવો જોઈએ. આ બાબતે અંજારના પ્રાંત અધિકારીશ્રીએ જ લાલઆંખ કરવી પડશે.

..........

Comments

COMMENT / REPLY FROM