Trending News
સ્થાનિક સમાચાર

શાબાશ છે ટીમ પૂર્વ કચ્છ એન એ પટેલને : ખનીજચોરો પર દંડનીય ધોંષ યથાવત : મુંદરામાંથી રેતીચોરી પકડી

07 June



મુંદરાના ઝરપરામાંથી આજે વહેલી સવારે રેતીચોરા પર બોલાવી તવાઈ : ૧ લોડર એક ટ્રેકટર કર્યુ સિઝ-વધુ તપાસ હાથ ધરાઈ


ગાંધીધામ : પૂર્વ કચ્છના ખાણખનિજ અધિકારી તરીકે જયારથી એન એ પટેલ મુકવામા આવ્યા છે ત્યારથી તેઓ તેમના કાર્યક્ષેત્રમાં રોજ બરોજ ખનીજચોરીકરનારા તત્વો પર ધોંષ બોલાવતી કાર્યવાહી કરી રહ્યા હોવાથી ખનીજચોરામાં આ વિસ્તારમાં રીતસરનો ફફડાટ જ વ્યાપી જવા પામ્યો હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે. દરમ્યાન જ આજ રોજ રોજ વહેલી સવારે તેઓએ ત્રાટકી અને મુંદરા તાલુકાના ઝરપરા પટ્ટામાં સાદી રેતી ચોરી કરનારાઓને સાણસામાં લઈ લીધા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ બાબતે સત્તાવાર રીતે મળતી માહીતી અનુસાર માન.કલેકટરશ્રી, આનંદ પટેલ ૈંછજી ની સુચનાથી ભૂસ્તરશાસ્ત્રીશ્રી ના માર્ગદર્શન હેઠળ ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી, પુર્વ કચ્છની ટીમ દ્વારા તપાસ  તા.૦૭/૦૬/૨૦૨૫ ના રોજ વહેલી સવારે મુન્દ્રા તાલુકા માંથી ૧  લોડર તથા એક ટ્રેક્ટર દ્વારા સાદીરેતી ખનીજ ના બિન અધિકૃત ખનન સબબ સદરહુ વાહનો સીઝ કરવામાં આવેલ આ તપાસ દરમિયાન અંદાજીત ૩૦ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી કસુરદારો સામે ગુજરાત મીનરલ (પ્રીવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ - ૨૦૧૭ ના નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


........

Comments

COMMENT / REPLY FROM