Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં મામલતદાર કચેરી પાસે બે કિલો ગાંજા સાથે યુવક પકડાયો 

07 June



અમદાવાદ રહેતા મૂળ કપુરાશીના શખ્સે વેચાણ માટે મોકલાવ્યો હતો માલ 


ભુજ : શહેરમાં માદક પદાર્થના વધી રહેલા વેચાણ વચ્ચે અઠવાડિયામાં બીજી વખત એસઓજીએ કાર્યવાહી કરીને ગાંજા સાથે યુવકને ઝડપી લીધો છે. અગાઉ યુનિવર્સિટી નજીક કાર્યવાહી કર્યા બાદ હવે મુન્દ્રા રોડ પર મામલતદાર કચેરી પાસે કાર્યવાહી કરવામાં આવી છે. 
રાતના સમયે મુન્દ્રા રોડ પર ભુજ ગ્રામ્ય મામલતદાર કચેરીથી ટીન સિટી ગ્રાઉન્ડ જતા રસ્તા પર એસઓજીએ મૂળ કપુરાશીના હાલે ભાનુશાલી નગરમાં ચારણ બોર્ડિંગમાં રહેતા હિતેશદાન માનદાન ગઢવીની અટકાયત કરી હતી. તેની પાસે રહેલી કાળા કલરની બેગમાં પ્લાસ્ટિકના પાંચ પેકેટ મળી આવ્યા હતા. જે ગાંજો હોવાનું સામે આવ્યું હતું. ફોરેન્સિક ટીમને બોલાવી તપાસ કરી વજન કરવામાં આવતા કુલ ર.૦૮૩ ગ્રામ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. જેની કિંમત ર૦,૮૩૦ આંકવામાં આવી છે. પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, હાલે અમદાવાદ રહેતા મૂળ કપુરાશીના વિક્રમપુરી જગનપુરી ગોસ્વામીએ ૧પ દિવસ અગાઉ ગાંજો મોકલાવ્યો હતો. જેથી બન્ને સામે ભુજ એ-ડિવિઝન પોલીસમાં એનડીપીએસની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 


..........

Comments

COMMENT / REPLY FROM