સીજીએસટીની કરોડો કરચોરીના કેસમાં સંડોવાયેલ ગાંધીધામનો ટીમ્બર વેપારી અમિત અગ્રવાલ જેલ હવાલે : ધાક બેસાડતો હુકમ : ટેક્ષચોરોમાં ફફડાટ
ગાંધીધામની ચીફ જયુ.મેજિસ્ટ્રેટ કોર્ટનો ધારદાર આદેશ : કેન્દ્ર સરકાર વતીથી સ્પે. પબ્લીક પ્રોસીકયુટર તરીકે અરૂણકુમાર ટંડનની ધારદાર અભ્યાસપૂર્વકની દલીલોની મહેનત ફળી : કેન્દ્ર સરકારના ડે.ડાયરેકટર ઉપરાંત કેસની તપાસથી સંકળાયેલા સાતથી વધુ અધિકારીઓ નામદાર અદાલતમાં રહ્યા હાજર : કરચોરી કરનારા તત્વોમાં ફફડાટ : સીજીએસટીની ડીજીજીઆઈ વિંગે કરી હતી કડક કાર્યવાહી
હજુ અન્ય કેટકેટલા ચાર્ટડ એકાઉન્ટન્ટ, ઉપરાંતના વેપારીઓ કોણ કોણ સંડોવાયેલા છે, તેમના આગળની તપાસમા ખુલી શકે છે નામો
ગાંધીધામ : સંકુલના એક ટીમ્બરના વેપારીને બિનધાસ્ત કરચોરી કરવાના પ્રકરણમાં જેલની હવા ખાવાની નોબત આવવા પામી ગઈ છે. સીજીએસટીની ડીજીજીઆઈ વિગ દ્વારા ગાંધીધામ તાલુકાના મીઠીરોહરમાં ટીમ્બર યુનિટ ધરાવનારા અને બોગસ બીલો બનાવી અને તગડી કરચોરી કરવાનાકસમાં ગાંધીધામની નામદાર ચીફ જયુ.મેજીસટ્રેટ સાહેબની કોર્ટ દ્વારા ધારદાર આદેશ આપી અને તહોમતદારને જેલ હવાલો કરવાનો હુકમ ફટકારી દીધો છે. આ બાબતે કેસમાં કેન્દ્ર સરકાર વતીથી હાજર રહી મજબુત અને અભ્યાસપૂર્વકની દલીલા રજુ કરનારા સ્પે. પબ્લીક પ્રોસીકયુટર અરૂણ ટંડની યાદીમાં જણાવ્યા અનુસાર આ કેસની વિગત એવી છે કે ગાંધીધામ એમ કે ટીમ્બર કંપની કે જે સર્વે ન. ૩૬પ મીઠીરોહરમાં આવેલ છે. આ ટીમ્બર કંપનીના માલિકનું નામ છે અમિતકુમાર અગ્રવાલ. અમિતકુમાર અગ્રવાલને ત્યાં જીએસટીની ડીજીજીઆઈ ટીમ દ્વારા સર્ચ કરવામા આવી હતી. તેમને ત્યાં ટોટલ ૩૯ કરેાડ ૯૧ લાખના બોગસ બીલો ઝડપાયા છે તે એવી રીતે ઝડપાયા છે કે ૧૦૦ રૂપીયાનો માલ હોય તો પ૦ રૂપીયામાં વેચ્યા છે અને પ૦ રોકડમાં લીધા છે. તે વ્યહવાર પકડાયા છે તેમાં ૭ કરોડ ૧૮ લાખ ટેક્ષચોરી થાય છે. તેનો અર્થ પાંચ કરાડેથીવધુની ટેક્ષચોરી થાય છે. તેથી ડીજીજીઆઈના પ્રિન્સીપાલ એડી.ડાયરેકટર રમેશચંદ્ર સાહેબે પોતાની સહીથી ઓથોરાઈઝેશન કર્યુ છે અને તેઓએ ગાંધીધામના ડીજીજીઆઈના ખાસ ઓફીસર દીપકકુમાર ગર્ગને ઓથોરીટી આપવામા આવી છે. તેઓને સત્તા અપાઈ કે તેઓ અમિતકુમારને પકડો, તેમની ધરપકડ કરો, સીજીએસટી કલમ ૬૯ હેઠળ કરવામા આવી છે તેઓને ગાંધીધામની કોર્ટ ચીફ જયુ.મેજીસ્ટ્રેટ શ્રી પરમાર સાહેબની કોર્ટમાં રજુ કરવામા આવ્યા હતા. તેમની સામે જે કાર્યવાહી થવા પામી છે તે સીજીએસટીની કલમ ૧૩ર(૧)(એ) હેઠળ બીલ બનાવ્યા વગર માલ સપ્લાય કર્યો છે અને આ રીતે સાત કરોડ ૧૮ લાખની ચોરી કરી છે. જયારે પાંચ કરોડ ઉપરથી ચોરી હોય તો તેમા પાંચ વર્ષની સજા હોય અને તે બીનજામીન પત્ર ગુનો બને છે. આ કારણ તેઓને રજુ કરવામા આવ્યા ત્યારે કેન્દ્ર સરકાર વતીથી સ્પે. પબ્લીક પ્રોસીકયુટર તરીકે અરૂણકુમાર ટંડન, સહાયક વકીલ તરીકે વિનોદભાઈ ટંડન હાજર રહ્યા હતા. જે ધરપકડ કરવામાં આવી છે તે યોગ્ય છે અને આરોપીને જેલમાં મુકવામ આવે અને જો તેમને જેલમાં નહી મુકવામા આવે તો તપાસમાં બાધારૂપ બની શકે છે તથા કરોડોની કરચોરી પકડાઈ છે અને હજુ પણ વધુ કરચોરી ખુલવા પામી શકે તેમ હોવાથી આરોપીનાજામીન મંજુર ન કરવાની દલીલો કરાઈ હતી જેને નામદાર અદાલતે ગ્રાહ્ય રાખી છે. જયારે બીજીતરફ આરોપી વતીથી
જામીન અરજી રજુ કરી છે પણ કોર્ટે તે વંચાણમાં લીધી નથી અને તેની સુનાવણી આગામી નવમીજુન તારીખ મુકરર કરવામા આવી છે. આ સુનાવણી શ્રી ભાવસાર સાહેબની કોર્ટમાં ચાલશે.
...........

Comments