Trending News
સ્થાનિક સમાચાર

- તો જ પૂર્વ કચ્છ-અંજાર-ભચાઉ પટ્ટામાં ધમધમતા તેલચોરીના સુનિયોજીત ષડયંત્ર પર લાગશે બ્રેક..!

06 June

નટીયાના છોરાની ટોળકી સામે કરો ગુજસીટોક દાખલ






કંડલા બંદરે આવતા તેલના ટેન્કરોમાંથી લુખ્ખીદાદાગીરી પૂર્વક જ તસ્કરી-ચોરીના આયોજનબદ્ધ ષડયંત્રને પાછલા લાંબા સમયથી ધમધમાવાઈ રહ્યા છે : જીગર-નટુ-અમિત, સુમિત સહિતનાઓની સામે થયેલા છે તેલચોરી સહીતના અનેક કેસો : ષડયંત્રના ભાગરૂપે દેશની તિજોરીને નુકસાન પહોચાડાતુ હોય તો ગુજસીટોક જેવો ભારે ભરખમ કાયદો લાગુ કરી જ શકાય છે, આ ટોળકીની સામે ગુજસીટોક નહી લાગુ થાય ત્યાં સુધી તેલચોરી જેવા ગંભીર ગુનાઓને અહી સદંતર ડામવા કપરું જ બની રહેશે



ખાટલે મોટી ખોટ : પોલીસતંત્રએ જીગર ઉર્ફે મેહુલ નટુને ઝડપી પાડયો છે તે તો સારી વાત છે, પરંતુ તેની સાથેની ટોળકીમં ઝડપાયેલા ઉપરાંત કોણ કોણ હજુ સંડોવાયેલા છે તે બધાયના નામો રીમાન્ડ દરમ્યાન ખોલાવવા જોઈએ..! તો સુમિત-અમિત-હરભમ, શંભુ, ધ્રુવ(અંજાર) સહિતના પગ તળે રેલો લંબાય : એટલુ માત્ર જ નહી પણ કયા કયા અમુક પાર્કીંગ પ્લોટસમાં ગાડીઓને લાવી અને આ પ્રકારની તેલચોરીને અંજામ અપાતો હતો, તે પાર્કીંગ પ્લોટસ્ને પણ લગાવો તાણા..! : કારણ કે આવા પાર્કિંગ પ્લોટમાં તેલચોરીને સિફતપૂર્વક જો અંજામ અપાઈ જતો હોય તો બીજું શું અહી ઠલવાતું નહીં હોય..?



જીગર ઉર્ફે મેહુલ નટુ ઠકકરની ટોળકીની સામે આટઆટલા તેલચોરીના ગુના હોવા છતા પણ તે આયોજબદ્ધ ષડયંત્ર ચલાવતો જ રહ્યો હતો, 
તો ખાખીના કયા પલળેલા તત્વો આ ટોળકીને છાવરતા હતા? તેની પણ થવી જોઈએ તપાસ? જીગર સહિતનાઓના ફોન કોલ્સ ડીટેલ-સીજીઆર ડેટા કઢાવો તો ભ્રષ્ટ ખાખીધારીઓના ચહેરા આપોઆપ થઈ જશે બેનકાબ? કારણ કે, ખાખીના વહીવટદારોની સંડોવણી વિના આવી રીતે બિનધાસ્ત તેલચોરીને અંજામ આપી જ ન શકાય..!



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં દેશના મહાબંદર પેકીના એક એવા ડીપીએ-કંડલામાં પર અનેકગણી કિંમતી ચીજવસ્તુઓની આયાત નિકાસ કરવામા આવે છે. તેમાં ઓઈલ અને કેમીકલનો પણ મોટો જથથ્થો અહીથી આયાત થાય છ. પોર્ટ પર આવતો કેમીકલનો જથ્થો ટેન્કરો મારફતે રાજયના અન્ય વિસ્તારોમાં તથા કંડલા-ગાંધીધામ આસપાસના પટ્ટામાં ગોડાઉનોમાં રાખવામાં આવતો હોય છે. અહી સંગ્રહ કરવામાં આવતા આ તેલના જથ્થાની કયારેક ટેન્કરમાથી તો કયારેક ગોડાઉનમાથી બિનધાસ્ત તેલચોરી સતત થવા પામતી જ રહેતી હોય છે. જેમાં નટુ, જીગર, અમિત સહીતની ર૦ શખ્સોની એક મેાટી ગેંગ કાર્યરત રહેવા પામી ગઈ હતી અને પાછલા લાંબા સમયથી ટેન્કરોમાથી ચોરી કરી અને તેનો જથ્થો જીગર-નટુનાગોડાઉનોમાં રાખી અને તેને બનાસકાંઠા તથા અમદાવાદમાં ચોરાઉ તેલ ખરીદનારી પાર્ટીઓ સુધી પહોચાડવામા આવતો હોવાનુ એક આયોજનબદ્ધ નેટવર્ક ધમધમી જ રહ્યુ છે. પૂર્વ્‌ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર, ડીવાયએસપી મુકેશ ચૌધરી અને અંજારના પીઆઈ શ્રીગોહીલની ટીમ દ્વારા આ ટોળકી પર ધોંષ બોલાવતી કાર્યવાહી તો કરી જ દેખાડી છે અને જીગર ઉર્ફે મેહુલ ઠકકર સહિતનાકુખ્યાત તેલચોરીને દબોચી લીધા છે તે કાર્યવાહી આવકારદાય છે પરંતુ આ જ ફરીયાદમાં સમગ્ર ટોળકી સામે નોધાયેલા અગાઉના કિસ્સાઓ તથા ગુનાહિત ઈતિહાસનો આંકડો જોતા ખ્યાલ આવી જ જાય છે કે તેઓ તેલચોરીને આયોજનબદ્ધ રીતે જ ધમધમાવી રહ્યા હતા. લાંબા સમયથી કેટલાય વેપારીઓ ત્રાહીમામ થઈ ગયા હતા. જાણકારો કહી રહ્યા છે કે, હજુ પણ આ ટોળકી અને ગેંગના માત્‌ ગણ્યાગાઠયા તત્વો જ પકડાયા છે, હકીકતમાં જો પૂર્વ કચ્છ અને અંજારથી લઈ ભચાઉ પટ્ટા સુધી તેલચોરીના સુનિયોજીત ષડયંત્રને બ્રેક લગાડવો હોય તો જીગર ઉર્ફે મેહુલ નટુ ઠકકર, અમિત, સુમિત, હરભમ, ધ્રુવ સહિતના હજુ ૧પથી વધુ તત્વો આ ગેગમાં સંકળાયેલા છે તેઓને પકડી, તેમના ગુનાહિત ઈતિહાસને જોઈ, અને તેમની સામે ગુજસીટોકના ગુના તળે જ કાર્યવાહી કરવી જોઈએ. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ધારે તો આવા કિસ્સાઓમાં ચોકકસથી તેઓ ગુજસીટોક જેવી 
ગંભીર કલમો લગાડવાની કાબેલીયત અને હુન્નર ધરાવી રહ્યા છે. આ તત્વોની તેલચોરીના કારસ્તાનની કમર ભાંગી હોય તોગુજસીટોકો હથિયાર ઉગામવુ જ પડશે તેવુ જાણકારો કહી 
રહ્યા છે. 






...........................



જીગર પાસેથી તેલ ખરીદનારનો લ્યો ઉધડો? બનાસકાંઠાથી તે કોને કોને આપતો હતો તેલ?



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ટેન્કરોમાથી જે તેલચોરી કરવામાં આવતી હતી તેનો માલ અંજારના જીગર નટુ ટોળકીના ગોડાઉનોમાં સંગ્રહવામાં આવતો હતો અને ત્યાથી ડીસા-બનાસકાંઠા મોકલાતો હતો તેવુ ખુલવા પામ્યું છે. તો બનાસકાંઠામાં ચોરાઉ તેલ ખરીદનારના કડક ઉધડા લેવા જોઈએ? કેટલા સમયથી ચોરાઉ તેલનો જથ્થો ખરીદામા આવતો હતો? તે ચોરાઉ તલનો જથ્થો બનાસકાંઠાથી કયા કયા સપ્લાય કરતો હતો? આ બધા જ નામો તપાસમાં બહાર લાવવા જ ઘટે. 





...............


શાબાશ ટીમ પૂર્વ કચ્છ એસપી : અંજારના પીઆઈ ગોહિલની
લાલઆંખ સરાહનીય : જીગર ઠકકર કઈક કેસમાં છે સંડોવાયેલ!





પોલીસે માલ ખરીદનારને પણ ઝડપી લીધો : અન્ય બે શખ્સો પકડવાના બાકી : ઝડપાયેલા શખ્સો અગાઉ પણ ચોરી સહિતના બનાવોમાં સંડોવાઈ ચૂક્યા છે 



અંજાર : તાલુકાના ભીમાસરમાં આવેલા ઓઈલ એન્ડ સોફ્ટ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉન નં.૧ માથી ખાદ્ય તેલના ડબ્બા ચોરાયા હતા. જેમાં અંજાર પોલીસે છ આરોપીની ધરપકડ કરી ૩.૬૦ લાખના ડબ્બા રિક્વર કર્યા છે. આ ઉપરાંત અન્ય બે શખ્સોની સંડોવણી ખુલવા પામી છે. 
ભીમાસર પાસે આવેલા ઓઈલ એન્ડ સોફ્ટ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉન નં.૧માંથી તેલનો જથ્થો ચોરાયો હતો. જે બાબતે ફરિયાદ થયા બાદ અંજાર પોલીસે તપાસ હાથ ધરતા બાતમીના આધારે વરસામેડી આઈમાતા હોટલ સામે અશોક લેલેન્ડ ડાલુ વાહન તથા મોટર સાઈકલ સાથે આરોપી હાજી અને ઈમરાનને પકડીને પુછપરછ કરવામાં આવી હતી. જેમાં વાહનમાં રહેલા તેલના જથ્થા બાબતે આરોપી ભાંગી પડ્યા અને ચોરી અંગે કબૂલાત આપી હતી. જેના આધારે અંજાર પોલીસે નાની ચિરઈના આરોપી હાજી ભચુ નાગડા, ઈમરાન ભચુ નાગડા, જુણસ હકીમ પરીટ, મામદ સીધિક ત્રાયા તથા શામજીભાઈ રવાભાઈ કોલી (મીઠીરોહર) તેમજ ચોરીનો માલ ખરીદનારા આરોપી મેહુલ ઉર્ફે જિગર નટવરલાલ ઠક્કર (અંજાર)ની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી ખાદ્ય તેલના ૧૫ કિ.ગ્રાના ૧ર૦ ડબ્બા કિં.૩.૬૦ લાખ, ડાલુ વાહન જીજે૩૯ - બીવાય- ૮૩૯૬, કિં.રૂા.૩ લાખ, બજાજ પલ્સર મો.સા નં. જીજે-૩૯-ઈ-૪૧૧૯ કિં.રૂા.૫૦ હજાર તથા પાંચ મોબાઈલ નંબર કિં. રૂા.૩૫ હજાર સહિત કુલ રૂા. ૭.૪૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુનામાં સામેલ આરોપી ગફુર બાવલા જુણેજા (ચોરી કરનારા સહઆરોપી) તથા શાંતિલાલ મારાજ(રહે.ડીસી) (માલ ખરીદનારા)ને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી હાજી ભચુ વિરુદ્ધ ગાંધીધામ, ભચાઉ, મુંદરા-મરીન, કંડલા મરીન, જામનગર ધ્રોલ સહિતના પોલીસ મથકે ચોરીના ૧૩ ગુના, આરોપી ઈમરાન વિરુદ્ધ ભચાઉ, જામનગર, ગાંધીધામ પોલીસ મથકે છ ગુના તેમજ જુણસ સામે કંડલામાં અને આરોપી મેહુલ સામે ગાંધીધામ અને અંજારમાં ચોરીની ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનુ પોલીસે જણાવ્યું હતં. આ કામગીરીમાં પીઆઈ એ.આર. ગોહિલ, પીએસઆઈ એસ.જી.વાળા અને અંજાર પોલીસ જોડાઈ હતી. ઝડપાયેલા આરોપીઓએ અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી છે કેમ ? તેમજ કેટલા સમયથી આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા તે સહિતની દિશામાં પુછપરછ હાથ ધરવામાં આવી છે. 

............


કચ્છઉદયના અહેવાલની તત્કાળ અસર

સંકુલના સાચા વેપારી-ઉદ્યોગપતિઓને તેલચોર ટોળકીએ ત્રાહીમામ પોકારાવી દીધા હતા, જયા સુધી નટુ-જીગર ટોળકીને નહી  દબોચો ત્યા સુધી તેલચોર નહી અટકેનો અહેવાલ આ જ પ્લેટફોર્મ પરથી તા.૦૩-૦૬-૨૦૨૫ના પાના...ન...૮ પર નામ-ઠામ સાથે સચોટ રજુ કરાયો હતો જે બાદ હવે આ તમામની ધરપકડ થવા પામતા તેલચોરીના પ્રકરણમાં 




.................

જીએસટી એકમ પણ કેમ જીગર ઠકકર ટોળકીની ન કરે છાનબીન :
 જીએસટીની થઈ છે મોટી ચોરી?



ગાંધીધામ :અંજાર પોલીસે તેલચોરીના કારસ્તાનની એક મોટી કુખ્યાત ટુકડી પર હાથ નાખ્યો છે અને કાયદાનુ ભાન તેને પણ કરાવાયુ છે. ત્યારે હવે અંજાર પોલીસે આ કેસમાં જીએસટી વિભાગને પણ જાણ કરવી જોઈએ. અને જીગર ટોળકી જેટલા લાંબા સમયથી તેલચોરીને અંજામ આપતી હતી તેનો આંક-સર્વે, આકારણી કાઢી અને તેની પાસેથી જીએસટી પેટેની પણ લાખોની ચોરીની પેનલ્ટી વસુલ કરવી ઘટે. કારણ કે બારોબાર તેલચોરી કરી અને તેનો વેપલો થતો હોવાથી સરકારને ટેક્ષની આવકનો પણ મોટો આર્થીક ધુમ્બો જ અહી પડવા પામી રહ્યો છે.




........................

તેલચોરોની સંપત્તી-અડ્ડાઓ પર બુલડોઝરવાળી કેમ નહી?



- તો પોર્ટમાંથી થતી ચીજવસ્તુઓની અલગ અલગ ચોરીઓ આપોઆપ જ અટકી જાય



ગાંધીધામ : રાજય સરકા અને ગૃહવિભાગ દ્વારા અસામાજીક તત્વોને ડામવા માટે તેમની આર્થીક કમર જ તોડવામા આવી રહી છેે. ઠેર ઠેર કુખ્યાત અને ચમરબંધીઓની મિલ્કતો-ગેરકાયદેસર દબાણો પર લાલઆંખ ભરીકાર્યવાહી થવા પામી રહી છે. એવી જ રીતે હવે કચ્છમાં આ ફાટીને ફુલેકે ગયેલા તેલચોરોની સામે પણ બુલડોજરવાળી કયારે? તેવો સવાલ થવા પામી રહ્યો છે. અવાર નવાર તેલચોરીમાં પકડાઈ રહેલા તેલચોર તત્વોની સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી? અવો ભેદભાવ શા માટે રાખવામા આવે છે?

 

Comments

COMMENT / REPLY FROM