ખીરસરા (રોહા) ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ
૧થી ૮ વોર્ડમાં પાટીદાર સમાજના અગ્રણીઓ ચૂંટાયા : સરપંચ પદ બક્ષીપંચ મહિલા અનામત રોટેશન હોતા ગામમાં વસતી ન હોતા હવે ઉપસરપંચ વહિવટ ચલાવશે : ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ સરપંચનું સન્માન કર્યું
નખત્રાણા : તાલુકાના ખીરસરા (રોહા) ગ્રામ પંચાયતની તમામ બોડી બિનહરીફ જાહેર થતા હવે ત્યાં ચૂંટણી યોજાવાની સંભાવના નથી. ખીરસરા (રોહા) ગ્રામજનોની મળેલી બેઠકમાં તમામ બોર્ડ ૧થી ૮ એક જ પાટીદાર જ્ઞાતિના સભ્યો બિનહરીફ ઘોષિત થયા હતા. વોર્ડ ૧ ભગવતીબેન વિક્રમભાઈ છાભૈયા, વોર્ડ -રમાં રમેશચંદ્ર લધારામ માવાણી (તે ઉપસરપંચ પદે ચૂંટાઈને સરપંચ પદનો વહિવટ સંભાળશે), વોર્ડ -૩ જગદીશભાઈ મનજીભાઈ, વોર્ડ -૪માં લક્ષ્મણ રામજી છાભૈયા, વોર્ડ -પમાં હિતેશ શાંતિલાલ, વોર્ડ -૬માં સંગીતાબેન પ્રદિપભાઈ માવાણી, વોર્ડ ૭માં સાવિત્રીબેન ગંગારામ, વોર્ડ ૮ અનસૂયાબેન મહેન્દ્રભાઈને ગામ લોકોએ બિનહરીફ જાહેર કર્યા હતા. ઉપસરપંચ રમેશચંદ્રનું ધારાસભ્ય પી.એમ. જાડેજાએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ ગામમાં રોટેશન મુખ્ય બક્ષીપંચ સ્ત્રી અનામત સરપંચની બેઠક છે. પણ ગામમાં એ
જ્ઞાતિની વસતી ન હોતા સરપંચ પદ ખાલી રહેશે અને ઉપસરપંચ રમેશભાઈ સરપંચ પદનો વહિવટ ચલાવશે. બીજીતરફ સમગ્ર વહિવટી પ્રક્રિયા ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા સાજે ગામ લોકો ચૂંટણી અધિકારી દિપાબેન આચાર્યની પાસે ફોર્મ રજુ કરશે. ગ્રામસભામાં પૂર્વ સરપંચ વસંતભાઈ છાભૈયા, પ્રમુખ લક્ષ્મણ શિવગણ, ઝવેરભાઈ છાભૈયા, રતનશી જેઠાભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Comments