Trending News
સ્થાનિક સમાચાર

સાંસદ કચ્છ કાર્નિવલ કચ્છીયતની ઓળખ બનશે : વિનોદ ચાવડા 

05 June




અષાઢીબીજ નિમિત્તે સાંસદ કચ્છ કાર્નિવલ યોજાશે : પત્રકાર પરિષદમાં આયોજન અંગે અપાઈ વિગત 



ભુજ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નેતૃત્વમાં કચ્છ પ્રવાસનને વેગ આપવા દર વર્ષે ભુજમાં કચ્છ કાર્નિવલ આયોજન કરાતું હતું. તાજેતરમાં કચ્છના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ કચ્છના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને રાજ્ય સરકારને ફરી કચ્છ કાર્નિવલ યોજવા આહ્‌વાન કર્યું હતું. જે આહ્‌વાનને ઝીલી લઈ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજના ભુજ ખાતે સાંસદ કચ્છ કાર્નિવલ યોજવાની ઘોષણા કરી છે. આજે ભુજમાં આયોજીત પત્રકાર પરિષદમાં શ્રી ચાવડાએ સાંસદ કચ્છ કાર્નિવલના આયોજન અંગે વિસ્તૃત વિગતો આપી હતી. આ કાર્નિવલમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને કચ્છીયતની ઝાંખી જોવા મળશે. વિવિધ સંસ્થાઓ, શાળા-કોલેજોને જોડી ભુજમાં ભવ્ય કાર્નિવલના આયોજનની તેમણે છણાવટ કરી હતી. આ પત્રકાર પરિષદમાં ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, હિતેષ ખંડોર, હિતેનભાઈ ગોર, મીત ઠક્કર, રવિભાઈ ત્રવાડી, હિરેન રાઠોડ વગેરે સાથે જોડાયા હતા.

Comments

COMMENT / REPLY FROM