Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા-ભચાઉ પટ્ટામાં ચાઈનાકલે ચોરી પર ખનીજ  ટુકડી ત્રાટકી : શ્રી એન એ પટેલની લાલઆંખ : ૧ કરોડથી વધુનો મુદામાલ સીઝ

05 June



ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છમાં ખનિજ વિભાગમાં જયારથી એન એ પટેલએ કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી મુંદરાથી લઈ અને વાગડ સુધીમાં તવાઈ બોલાવતી કાર્યવાહી તેઓ સતત અને અવિરત કરી રહ્યા છે. અને ખનીજચોરો તેમની ઝપ્ટે પણ ચડવા પામી રહ્યા છે. દરમ્યાન જ મુંદરામાં સાદી રેતી ચોરી પર અને ભચાઉના લાકડીયા પટ્ટામાં ચાઈનાકલેની ચોરી કરતા તત્વોને તેમની ટીમે આબાદ દબોચી લીધા છે. 
પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગમાથી મળતી માહીતી અનુસાર માન.કલેકટરશ્રી, આનંદ પટેલ ૈંછજી ની સુચનાથી ભૂસ્તરશાસ્ત્રીશ્રી ના માર્ગદર્શન હેઠળ ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી, પુર્વ કચ્છની ટીમ દ્વારા તપાસ તા.૦૪/૦૬/૨૦૨૫ ના રોજ મુન્દ્રા તાલુકા માંથી ૨ ડમ્પર  સાદીરેતી ના બિન અધિકૃત વહન સબબ સીઝ  કરવામાં આવેલ તથા તા.૦૫/૦૬/૨૦૨૫ રાત્રીના આકસ્મીક તપાસ દરમિયાન  ભચાઉ તાલુકાના લાકડીયા પાસેથી ચાઇનાકલે ખનીજનું વહન કરતાં ત્રણ (૩) ડમ્પરોને રોકી ડમ્પરોના ચાલક પાસેથી રોયલ્ટી અંગેના અધિકૃત આધારો માંગતા તેઓ રોયલ્ટી અંગેના કોઇ આધારા રજુ કરી શકેલ ન હોય, સદરહુ ત્રણ (૩) ડમ્પરો દ્વારા ચાઇનાકલે ખનીજનું બિનઅધિકૃત વહન કરતાં હોવાનું ધ્યાને આવતાં આ ત્રણ (૩) ડમ્પરો જપ્ત કરવામાં આવેલ છે. આ તપાસ દરમિયાન અંદાજીત ૧.૧૦ કરોડ થી વધુ રકમનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ વાહન ચાલક/માલિક વિગેરે કસુરદારો સામે ગુજરાત મીનરલ (પ્રીવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, 
ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ - ૨૦૧૭ ના નિયમોનુસાર કાર્યવાહી હાથધરવામાં આવશે.

Comments

COMMENT / REPLY FROM