Trending News
સ્થાનિક સમાચાર

કુંજીસર પાટિયાથી ભચાઉ જતા હાઈવે પર કાર હડફેટે બાઈક પર જતા યુવાનનું મોત

05 June



પૂર્વ કચ્છના હાઈવે માર્ગો પર વધી રહેલા અકસ્માતોના પગલે અનેક પરિવારો શોકમાં ગરકાવ થયા છતા અકસ્માત અટકાવવા માટે તંત્રના કોઈ નક્કર પ્રયાસો નહીં 



ભચાઉ : પૂર્વ કચ્છ જિલ્લામાં અકસ્માતના બનાવોમાં ઉછાળો આવ્યો છે ત્યારે ભચાઉ તાલુકાના કુંજીસર પાટિયાથી આગળ ભચાઉ જતા રોડ પર અકસ્માત થયો હતો. જેમાં યુવાનનું મોત થયું હતું, જ્યારે તેના ભાઈને ઈજાઓ થવા પામી હતી. 
આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ બાઈક નં.જીજે૧ર - ઈએન - ૦૩૦૮ પર હસમુખભાઈ કોલી અને પરેશભાઈ કોલી જતા હતા ત્યારે આરોપી ફોરવ્હીલર ગાડી નં.જીજે૩૯ - સીએ - ૮ર૩૪ ના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે હસમુખભાઈનું મોત થયું હતું, જ્યારે પરેશભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી કાર ચાલક સામે રાપરના ધાડધ્રો ગામના રમેશભાઈ કોલીએ ગુનો દાખલ કરાવ્યો હતો. ભચાઉ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 
અત્રે મહત્ત્વનું છે કે, પૂર્વ કચ્છમાં ગાંધીધામ-ભચાઉ, ભચાઉ- સામખિયાળી, અંજાર-મુન્દ્રા અને ગાંધીધામ- રાપર હાઈવે રોડ પર અવાર-નવાર અકસ્માતોમાં નિર્દોષ જિંદગી મોતના ખપરમાં હોમાય છે. નેશનલ હાઈવેની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. જરા સહેજની લાપરવાહીના કારણે એક પરિવાર વિખેરાઈ જાય છે. માર્ગો પર અકસ્માત અટકાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે. આ સાથે લોકો પણ વાહન ચલાવતી વખતે સાવધાની રાખે તે જરૂરી છે. 

Comments

COMMENT / REPLY FROM