Trending News
સ્થાનિક સમાચાર

મોરબી ટંકારા જુગારધામ તોડકાંડ કેસ : એસએમસીએ આદિપુરમાથી પીઆઈ વાય કે ગોહીલની કરી ધરપકડ

05 June


ટંકારામાં હાઈપ્રોફાઈલ જુગાર ધામમાં લાખોની તોડના નવેમ્બર ર૦ર૪ના કેસમાં ફરાર હતા પીઆઈ : જુગારધામના દરોડામાં કઈકના નામો કાઢી નાખવા પેટે લાખો રૂપીયાની લાંચ લીધી હોવાનો શ્રીગોહીલ પર થયો હતો કેસ



વાય કે ગોહિલ કચ્છમાં પણ દુધઈ,આડેસર સહિતના પટ્ટાઓ ઉપરાંત વિવિધ મુખ્ય શાખાઓમાં ફરજ પર રહી ચુકયા છે તૈનાત




ગાંધીધામ : કચ્છમાં અલગ અલગ પોલીસ મથકોમાં લાંબા સમય સુધી ફરજ પર રહેલા પીઆઈ વાય કે ગોહિલની મોરબીમાં બદલી થયા બાદ તેઓએ ટંકારા ખાતે એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર રેઈડ કરી હતી પરંતુ તેમાં કાર્યવાહી કરવાના બદલે ૬૦ લાખથી વધુની રકમનો મોટો તોડ કર્યો હતો અને તેની તપાસ આગળ ધપાવતા પીઆઈ વાય કે ગોહીલ તથા એક કોન્સટેબલ ફરાર થઈ ગયા હતા અને તેઓ તપાસ માટે રજુ ન થતા તેમનુ ફરારનુ જાહેરનામુ પ્રસિધ કરવામાં આવ્યુ હતુ જે દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આદિપુરમાં તેમના નિવાસસ્થાનેથી પીઆઈ વાય કે ગોહીલની એસએમસી દ્વારા ધરપકડ કરી લેવામા આવી હોવાનુ માલુમ પડી રહ્યું છે. 
જો આ કેસની થોડી ટુંકમાં વાત કરીએ તો ટંકારા જુગાર ક્લબ તોડકાંડમા પીઆઇ ગોહિલ અને કોન્સ્ટેબલ ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. એસએમસીની તપાસ બાદ લાંચ અંગેનો ગુન્હો દાખલ થયા બાદ 
પીઆઇ - હેડ કોન્સ્ટેબલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. 
ગત નવેમ્બર ૨૦૨૪માં રાજકોટ - મોરબી હાઇવે ઉપર આવેલ હોટેલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ ઉપર દરોડો પાડી ટંકારાના તત્કાલીન 
પીઆઇ ગોહીલ અને હેડ કોન્સ્ટેબલ લાખો રૂપિયાનો તોડ કરવા પ્રકરણમાં એસએમસીની તપાસ બાદ બન્નેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ચકચારી પ્રકરણમાં લાંચ મામલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અલગથી ગુન્હો દાખલ થયો હોય અને સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના ડીવાયએસપી તપાસ કરી રહ્યા હતા. ત્યારે પીઆઇ અને હેડ કોન્સ્ટેબલ હાજર ન થતા બન્નેને ફરારી જાહે૨ ક૨વા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતુ.ઉલ્લેખનીય છે કે, આ ધરપકડ ટંકારા 
પોલીસ સ્ટેશનના ગુ. ર. નં. ૧૧૧૮૯૦૦૬૨૪૧૦૮૨/ ૨૦૨૪ મ્.દ્ગ.જી કલમ ૧૯૯, ૨૩૩,૨૨૮,૨૦૧,૩૩૬, ૩૩૮,૩૪૦,૩૦૮(૨), ૩(૫), ૬૧, ૫૪ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮( સુધારા અધિનિયમ - ૨૦૧૮)ની કલમ ૭, ૧૨, ૧૩(૧) એ તથા ૧૩(૨)મુજબના ગુન્હાના કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ 
મહિપતસિંહ હરિસિંહ સોલંકીની ધરપકડ કરવાની હોવાથી અને તપાસ દરમિયાન તેઓના રહેણાંક મકાનો તથા ફરજના સ્થળો, સગા-સંબંધીના ઘરે તપાસ કરતા મળી આવેલા નથી. જેથી બન્ને આરોપીઓની વિસ્તૃત તપાસ કરવા તેઓ વિરુદ્ધ સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા ગુનાના કામે મ્દ્ગજીજી-કલમ-૭૨ મુજબના અલગ-અલગ વોરંટો મેળવી બંને આરોપીઓની તપાસ કરતા, કરાવતા મળી આવેલા નહી અને ગુનો કરી નાસતા ફરતા હોવાથી બંને 
આરોપીઓની ધરપકડ કરવાની બાકી હતી. જેથી બન્ને આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા મ્દ્ગજીજી-કલમ-૮૪ મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ. જેથી જાહેરનામું પ્રસિદ્ધ થયાના ૩૦ દિવસમાં તપાસ કરનાર અધિકારી નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન, લીંબડી સમક્ષ 
આરોપીઓને હાજર થવા હુકમ કરવામાં આવ્યો હતો.  જે સબબ જ પીઆઈ વાય કે ગોહીલને આજ રોજ એસએમસી દ્વારા કચ્છના આદિપુર ખાતેથી દબોચી લેવામા આવ્યા છે. 
આદિપુરમાં પોતાના પરીવારજનોને મળવા પીઆઈ આવ્યા હતા અને તેમના નિવાસસ્થાનેથી તેમની ધરપકડ કરવામા આવી છે.

Comments

COMMENT / REPLY FROM