Trending News
સ્થાનિક સમાચાર

ખનિજ ચોરો પર પશ્ચિમ કચ્છ એલસીબીનો સપાટો

04 June



ભુજ, મુંદરા અને માંડવી વિસ્તારમાં રોયલ્ટી કે પાસ પરમીટ વગર બ્લેકટ્રેપ અને રેતી ભરેલ ૩ વાહનો ડીટેઈન કરાયા

ભુજ : કચ્છમાં વ્યાપક બનેલા ખનિજ ચોરીના દુષણ પર હવે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. એલસીબીએ પૂર્વ બાતમીના આધારે કરેલી ત્રણ જુદી-જુદી તપાસમાં ભુજ શહેર, મુંદરા અને માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર બ્લેકટ્રેપ ભરેલ અને રીતે ભેરલ બે ટ્રેકટર ઝડપી પાડી ડીટેઈન કર્યા હતા.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનિજ ચોરી પર અંકુશ લગાવવા આપેલી સૂચના અન્વયે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભુજ શહેર વિસ્તારમકાં એલસબીની પેટ્રોલિંગ ટીમના રાવેન્દ્રસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે નાગોર રોડ પાસેથી પસાર થતી ટ્રક નંબર જીજે ૩૧ ટી ૦૮૮પને અટકાવી તપાસ કરી હતી. આ ટ્રકમાં ૧.પ ટન બ્લેકટ્રેપ ભરેલ હોવાથી ટ્રક ચાલક મામદ હનીફ આધમભાઈ મમણ (રહે. નાના વરનોરા, તા. ભુજ) પાસેથી રોયલ્ટી પાસ પરમીટ માંગતા મળી આવેલ નહીં, જેથી ટ્રકને ડીટેઈન કરવામાં આવી હતી.
મુંદરા તાલુકા વિસ્તારમાં પ્રધ્યુમનસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે મોટી ભુજપુર ગામ પાસેથી પસાર થતા ટ્રેક્ટર નંબર જીજે ૩૯ સીબી ૦ર૩૬માં પાસ પરમીટ રોયલ્ટી વગર ભરેલ રેતી આશરે ૩ ટન મળી આવી હતી. ચાલક મોહમદ ઈરફાન રજાક પાસેથી પરમીટ ન મળતા ટ્રકેટરને ડીટેઈન કરાયું હતું. આ ઉપરાંત માંડવી તાલુકા વિસ્તારમાં સુરજભાઈ વેગડા અને મુળરાજ ગઢવીને મળેલી બાતમીના આધારે નાગલપુર ગામ તરફ જતા રોડ પરથી પાસ પરમીટ વગર ૩ ટન રેતી ભરેલ ટ્રેક્ટર નંબર જીજે ૦ર એલ ૦૦ર૯ પકડી પાડવામાં આવ્યું હતું. ચાલક સુલતાન ઉમર જત (રહે. જતનગર, માંડવી) પાસે રોયલ્ટી પાસ ન હોતા ટ્રેક્ટરને ડીટેઈન કરાયું હતું. એલસીબીની ટીમોએ ખાણ ખનિજ ધારા કલમ ૩૪ મુજબ ત્રણેય વાહનોને ડીટેઈન કરી ખાણ ખનિજ વિભાગને રિપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પશ્ચિમ કચ્છ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠી, પીએસઆઈ જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ ગોહિલ, પોલીસ હે.કો. સુરેન્દ્રસિંહ ઝાલા, સુરજભાઈ વેગડા, રાજેન્દ્રસિંહ રાઠોડ, મૂળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કો. જયદેવસિંહ જાડેજા કામગીરીમાં જોડાયા હતા.
--------------------

Comments

COMMENT / REPLY FROM