પૂર્વ કચ્છમાં તેલચોરોેની હિંમત તો જુઓ : અંજાર પટ્ટામાં કંપનીના ગોડાઉનમાં મધરાત્રે બિનધાસ્ત તેલચોરીનું અંજામ
મોડી રાતે કારગીલ કંપની સામે તેલની કંપનીના આવેલા ગોડાઉનમાં બિનધાસ્ત મોટું ખાતર પાડયું : ૧પ લીટરનો એક એવા ૧પ૯ ડબ્બા એક એક ફુલ ગાડી લોડ થઈ જાય તેટલુ તેલ ચોરી ગયા
ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીનુ એક એવુ ડીપીએ-કંડલા અહી કાર્યરત છે અને દેશ-વિદેશથી અહી મોટા પ્રમાણમા કેમીકલ, ઓઈલ, તેલની જંગી આયાત નિકાસ કરવામા આવી રહી છે. આ તેલ બંદર પર ઉતર્યા બાદ તેના ગંતવ્ય સ્થળ સુધી પહોચે તે પહેલા જ વાહનોમાંથી તેલની ચોરી કરનારી મોટી તસ્કર ગેંગ સક્રીય બનેલી છે અને તેની ફરીયાદો પોલીસ ચોપડે છુટ્ટીછવાઈ પહોચતી જ રહેતી હોય છે. અને પોલસતંત્ર પણ કયાંક ને કયાંક સમ ખાવા પુરતા કેસો તેલચોરો પર કરી રહ્યા હોય તેવો વર્તારો જોવાઈ રહ્યો છે.
દરમ્યાન જ હવે આવા તેલચોરો એટલી હદે ફાટીને ફુલેકે ચડી ગયા છે કે, અગાઉ તેઓ કેમીકલ-ઓઈલ-તેલના ટેન્કરોના ડ્રાયવરોને માત્ર ફોસલાવતા અને ધમકાવતા અને તેમાથી તેલચોરીઓ કરી લેતા હતા પરંતુ હવે તો કપઅીઓ તેલનો સંગ્રહ કરવા માટે જે ગોડાઉન ભાડે રાખે છે તે ગોડાઉનોના તાણા તોડી અને તેમાથી બિનધાસ્ત રીતે ડબ્બાઓની ચોરી કરી રહ્યા હોવાની સ્થિતી સર્જાતી જેાવા મળી રહી છે.
અંતરંગ વર્તુળોમાથી ચર્ચાતી વિગતો અનુસાર અંજાર વિસ્તારમાં કારગીલ કંપનીની સામે આવેલા ગોડાઉન કે જે તેલનો સંગ્રહ કરવા માટે ભાડે રખાયેલા હોવાનુ મનાય છે, તેમાં કુખ્યાત તેલચોરી ટોળકી રાત્રીના ત્રાટકી અને ૧પ લીટરનો એક એવા ૧પ૯ તેલનાડબ્બા તસ્કરી કરી ગયા હોવાની ઘટના ચર્ચામાં આવી રહી છે. વિચાર તો કરો આટલો બધો અધધધ તેલનો જ્થો જે અંદાજીત એક ગાડી આખી લોડ થઈ શકે તેટલો ચોરાઉ માલ આ ટોળકી ગોડાઉનમાંથી ઉસેડી ગયાની હિમંત કરી ગયા છે. જાણકારો કહી રહ્યા છે કે જયા સુધી નટીયો અને તેના છોરાઓની સામે ગુજસીટોક જેવી કડક કાર્યવાહી નહી કરવામા આવે ત્યા સુધી તેલચોરી પર સંદતર બ્રેક મારવો કપરૂ કામ જ બની રહેશે?
............
નટીયાના છોરાઓનો પડકાર : રોક શકો તો રોક લો.!
અંજાર વિસ્તારમાં વકરી ગયેલા તેલચોર તસ્કર ટોળકીના મુખ્ય સુત્રધારોની સામે જયા સુધી ગુજસીટોક જેવો ગુનો દાખલ નહી કરવામા આવે ત્યા સુધી
આ તસ્કરી કાયમી રીતે ડામવી બની રહેશે કપરૂ કામ : જાણકારોની લાલબત્તી
ગાંધીધામ : અંજારમાં તેલચોર ટોળકી ફરીથી મોટુ માથું ઉચકતી હોય તેવો વર્તારેા સામે આવવા પામી રહ્યો છે.
અગાઉ બે-પાંચ છુટાછવાયા હતા પરંતુ હવે સંગઠિત થઈ અને જાણે કે તંત્ર અને પોલીસને ખુલ્લો પડકાર જ ફેંકી રહ્યા હોય તેમ તેલચોરીને અંજામ આપતા ફરી રહયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.
જાણકારો કહે છે કે નટીયો અને તેના છોરાઓ ખુલ્લો પડકાર ફેકે છે કે, અમારો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે. રોકી શકો તો રોકી દેખાડો. ખરેખર તો આયોજનબદ્ધ રીતે તેલચોરીના મોટા નેટવર્કને ધમધમાવાઈ
રહ્યા છે ત્યારે આવા તત્વોની કર્મકુડળી આખેઆખી કાઢી અને તેમની સામે ગુજસીટોક જેવી ભારેભરખમ કલમ તળે જ લાલ આંખ કરી દેખાડવી જોઈએ.
.............
ભીમાસરમાં કંપનીના ગોડાઉનમાંથી ૪.૭૦ લાખના તેલના ડબ્બા ચોરાયા
રાત્રિ દરમિયાન અજાણ્યા ઈસમોએ ગોડાઉનનું શટર ખોલી કરી ચોરી : પોલીસે કેમેરાના આધારે તપાસ કરી ચોર ટોળકીને શોધવા વ્યાયામ આદર્યો
અંજાર : તાલુકાના ભીમાસર ગામે આવેલ ઓઈલ એન્ડ સોફ્ટ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉન નં.૧ માથી ચોરી થઈ હતી. ફરિયાદી મૂળ હરિયાણાના હાલે મેઘપર (કુંભારડી)માં રહેતા આનંદ શર્માના જણાવ્યા પ્રમાણે કોઈ ચોર ઈસમે ગોડાઉનમાં શટર ખોલી પ્રવેશ કર્યો હતો અને ગોડાઉનમાં રાખવામાં આવેલ અલગ અલગ બ્રાન્ડના ખાદ્ય તેલના ૧પ કિલોના ૧૪૦ ડબ્બા કિંમત રૂા.૪.ર૦ લાખ, ૧૩ કિલોના ૧૭ ડબ્બા કિંમત રૂા.૪૭,૬૦૦ તથા તેલના ૮૭૦ ગ્રામના ૧૬ પાઉચ કિંમત રૂા.ર,૭ર૦ મળી કુલ ૪,૭૦,૩ર૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. રાત્રિના ૯ થી સવારે ૯ વાગ્યા દરમિયાન આ ચોરી થઈ હતી. ગોડાઉનમાંથી તેલની ચોરી થતા ગણતરી કર્યા બાદ અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. પોલીસે કેમેરાના ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Comments