કુવા-બોર રીચાર્જના કામોમાં મુંદરા - માંડવી પટ્ટામાં ચલકચલાણાની ગંધ : કોણ કરાવશે કડક તપાસ?
શું ભચાઉ પટ્ટામાં દરિયો નથી આવેલો? એકાદ-બે તાલુકામાં જ કેમ આ કામનો મોટો ધમધમાટ ?
સામાન્ય નાગરીક સ્વખર્ચે બોર-રીચાર્ઝ કરે તો ત્રણથી પાંચ લાખમાં કરી શકાય, તો પછી સરકારી રાહે આ થઈ રહેલા કામોનો ખર્ચ ૧પ લાખ એક બોર-કુવા રીચાર્જ દીઠ કરવા પાછળનું રહસ્ય શું? : કેવા પ્રકારના ગણિત મંડાયા છે?
ગત વરસે રીચાર્ઝ કરાયેલા બોર-કુવાઓમાં માટીનો જથ્થો ભરાઈ ગયાનુ દેખાડી ફરીથી મોટાપાયે કાગળ પર રીચાર્જ કરાવવાની ગેરરીતીની આશંકા : કોના ઈશારે આવુ થવા પામી રહ્યું છે? ૧પ લાખના ખર્ચે ર૩૦થી વધુ કુવાઓ રીચાર્જ કરાવવાના ધતીંગ પાછળ કોનું ભેજું કરી રહ્યું છે કામ? : સેવાભાવી સંસ્થા આ કામોમાં જોતરાયેલી દેખાડે, સિંચાઈ વિભાગમાથી આ પેટે ગ્રાન્ટો લેવાય, જિલ્લા પંચાયત રકમોની ફાળવણી કરે, હકીકતમાં કુવા-બોર રીચાર્ઝ થયા કેટલા?
કોઈ જાગૃત નાગરીકે આ બાબતે કરવી જોઈએ આરટીઆઈ : માંડવી-મુંદરા વિસ્તારના કેટલા ગામોમાં કુવા-બોર રીચાર્જના કામોની ભલામણો થઈ, કેટલા મંજુર કરાયા, કેટલા કામો થયા? કેટલાની રકમ ફાળવાઈ? કામો થયા અંગેના પ્રમાણપત્રો કયા અધિકારીની સહીથી અપાયા? આ બધી જ તપાસ કરવામા આવે તો દાહોદ મનરેગાથી પણ મોટું કૌભાંડ કચ્છમાથી બહાર આવે? : કોના સગાસબંધીઓને જ આ કામોની થઈ છે મોટી લ્હાણી? જાણકારોની લાલબત્તી
ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા કચ્છની પીવાના પાણીની તસર છીપાવવા માટે નર્મદાજળ છેવાડાના મોડકુબા સુધી પહોચી ચુકયા હોવાના દાવાઓ વચ્ચે માટેા મોટા શહેરો ભરઉનાળે પીવાના પાણીના કકળાટથી ભોગગ્રસ્ત બની ગયા હોવાની ઘટનાઓ આપણે જોઈએ છે. સરકાર તો કચ્છને પાણી આપવાની દીશામા કટિબદ્ધ છે અને તે માટે ચોકકસથી ભગીરથ પ્રયાસો કરી રહી છે પરંતુ સ્થાનિકે કયાંક ને કયાંક અમુક ભ્રષ્ટ ઝભ્ભાલેંગાધારીઓ અને અધિકારીઓની સિન્ડીકેટ સરકારના આવા ઉમદા હેતુનો સબોટેજ જ ભાંગી નાખતા હોય છે. દાહોદમાં તાજેતરમાં જ ખુલેલ મંત્રી પુત્રના મનરેગા કૌભાંડ તેનો મોટો દાખલો કહી શકાય તેમ છે. આવી સ્થિતી વચ્ચે જ હવે જાણકારો કહી રહ્યા છે કે, જો કચ્છમાં કુાવ-બોર રીચાર્જના ચાલી રહેલા સરકારી કામો મામલે જીણવટભરીક્રોસ તપાસ કરવામાં આવે તો અહી દાહેાદના મનરેગા કૌભાંડની ટપી જાય તેટલુ મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે અને તેમાં પણ રાજકીય રીતે સક્રીય લોકોના સગાસબંધીઓને જ આ કામો અપાયેલા હોવાનુ પણ કાગળ પર સ્પષ્ટ થવા પામી જાય તેવી ચર્ચાઓએ વેગ પકડયું છે.
વરસાદ પહેલા નદીનાળા-તળાવો-જળાશયો-કુવાઓ ઉંડા કરવા અને તેમાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ કરી શકાય તેવા ઉદેશ્યથી સરકાર વિવિધ વિભાગો મારફતે સરકારી ગ્રાન્ટો ફાળવીને વિશાળ જનસમુદાયના હિત માટે જળાશયો ઉંડા કરવામાં આવતા હોય છે. પરંતુ કચ્છમાં આ બાબતે ચાલી રહેલા કામોમાં ખાસ કરીને માંડવી-મુંદરા વિસ્તારમાં થયેલા કામોને લઈને ચલકચલાણા આચરાયા હોવાની ચકચાર સ્થાનિક આંતરીક વર્તુળોમા ઉભી થવા પામી રહી છે. કહેવાય છે કે, ગત વરસે અહી બોર રીચાર્ઝ કરાયા જ છે તેમ છતા પણ ફરીથી એક જ વર્ષના સમયગાળામાં આવિસ્તારોમાં ર૩૦થી વધુ જેટલા કુવા-બોર રીચાર્જ કરવાના કામો હાથ ધરાયા હોવાનુ સામે આવ્યું છે. અહી કારણ અપાયું છે કે, દરીયાઈ ખારાશવાળો વિસ્તાર હોવાથી અહી બોરમાં માટી-રેતી ભરાઈ જવા પામી છે.એટલે ફરીથી આ કામો કરવાની જરૂરીયાત જણાઈ છે. આ કામોમાં ચલકચલાણાઓને લઈને જાણકારો કહે છે કે, આવા કામો પેટે સરકારી ગ્રાન્ટ તથા સંસ્થાઓ પાસેથી અમુક તત્વો ઉઘરાણાઓ જ કરવા ઉતરી પડયા છે. બોર-રીચાર્જ કરવાના નામે આ વીસ્તારમાં અમુક બની બેઠેલ સંસ્થાઓ પણ ઉતરી પડી છે, આ મહાશયો તેમની સાથે પણ ફોટા પડાવાવ ઉભા રહી જાય છે અને જિલ્લા પંચાયતમાંથી પણ કુવા-બોર રીચાર્જ કરાવવા પેટે માતબર ગ્રાન્ટ ઓળવાઈ રહી છે? એકના એક કુવા-બોર રીચાર્જ કેટલી વાર અને કોના કોના દ્વારા કરાઈ રહ્યા છે? જો મુંદરા-માંડવીમાં દરીયાઈ વિસ્તારો છે તો ભચાઉ તાલુકામાં દરીયો લાગુ નથી પડતો? શું ખારાશવાળી જમીનો અહીના કુવા-બોર રીચાર્જને લાગુ નથી પડતી? કેમ આવા કામો માત્ર અને માત્ર એકાદ-બે ચોકકસ તાલુકામાં જ વધારે હાથ ધરાયા છે? કોનો દોરીસંચાર છે? જાણકારો કહી રહ્યા છે કે, જો અહી કોઈ જાગૃત આરટીઆઈ એકટવિસ્ટ જીલ્લા પંચાયત પાસેથી આ કામો પેટેની માહીતીઓ માંગે તો દાહોદમાં રાજકીય ઓથ તળે પ્રધાનપુત્રનું જે રીતે કૌભાંડ બહરા આવ્યુ છે તેનાથી અનેકઘણુ મોટું કૌભાંડ બહરા આવી શકે તેમ મનાય છે. કહેવાય છે કે અહી પણ કયા ઝભ્ભાલેંગાવાળાના સગા સબંધીઓને જ આ કામોની લ્હાણી કરવામા અવી છે
તેનો પણ મોટો ખુલાસો થઈ શકે છે.
......................
વરસાદી નાળાની સફાઈ હોય કે નર્મદા કેનાલની માત્ર
ધુપ્પલ જ ચલાવાય છે? કાગળ પર જ થાય છે કામો..!
ગાંધીધામ હોય કે ભુજ કે અન્ય કોઈ શહેર, વરસાદી નાળા સફાઈના નામે તો હુ.તુ. રતનીયો અને ફઈ જ સરકારી કરોડોની ગ્રાન્ટ ચાંઉ કરી જાય છે, શહેરીજનોનો વરસાદ વખતે એ જ મુશ્કેલીનો કરતા રહેતા હોય છે સામનો.? કચ્છ શાખા નહેરાં પણ સફાઈના ટેન્ડરો નિકળે છે પણ ધુળના ઢગલાઓ તો રાબેતામુબજ જ પડયા રહે છે, ટેન્ડરની રકમ તો મેળાપીપણા કરનારા ઓ જ ઓળવી જતા હોય છે..!
વરસાદી નાળા સફાઈનું તો ચાલે છે નર્યુ નાટક જ : નાળા સાફ કરી તેના કિનારે જ મુકી દેવાય છે, કોઈ ઉપાડતું જ નથી,એટલે જરા સહેજ વરસાદ આવે તો ફરીથી એનો એ જ કચરે એ જ વરસાદી નાળાઓમાં તણાઈને ખડકાઈ જાય : જે એન્જીનીયર આવ્યા છે અ તો થાય એટલું ઉસેડી લેવા માટે જ આવ્યા છે, એમની તો આંખે જ અંધાપો લાગેલ છે,નહી તો ઈફકો પાસે જાય તો પણ વરસાદી નાળા પાસે જ કચરાના ગંજનો ખડકલો જોવા મળી આવે તેમ છે, પણ જવાની તસ્દી લે કોણ? જો એન્જીનીયર આ તરફ જાય તો તેમની આંખનો અંધાપો દુર થઈ જાય
ગાંધીધામ : કચ્છમાં જળસંચયના નામે નાટકો જ ચાલી રહ્યા હોય તેવી સ્થિતી જોવાઈ રહી છે. દર વરસે ચોમાસુ આવે તે વખતે જ વરસાદી નાળા સફાઈના નાટકો હાથ ધરવામા આવી રહ્યા છે. કહેવાય છે કે, નાળા સફાઈના ટેન્ડરો બહાર પડે છે પરંતુ કામગીરીના નામે મીંડું જ રહેવા પામી જાય છે. કરોડો રૂપીયા પ્રજાના પૈસાના વેડફાઈ જાય છે અને જયારે વરસાદ પડે છે ત્યારે પ્રારંભિક તબક્કે જ વરસાદી નાળા ચોકકબ જ થઈ જતા હોય છે અને પ્રજાની મુશ્કેલી જસની તસ જ પડી રહેતી હોય છે. આવી જ રીતે કચ્છ શાખા નહેરન વિષય પણ એવોને એવા જ છે. હાલમાં આ બાબતે હોબાળા પણ થવા પામી ચુકયા છે. નર્મદા કેનાલ સફાઈ કરવાના નામે કેનાલને બંધ કરાઈ, સફાઈના કામોના ઠેકાઓ બહરા પડાયા પણ જયારે હવે પાણી છોડવાનુ આવ્યુ તો રેતીના ઢગલાઓ જેમના તેમ જ પડયા રહ્યા હોવાનો બળાપો જાગૃત ખેડુતોએ જ ઠાલવ્યો હતો. બાકી રહેતુ હતુ તો હવે કુવા-બોર રીચાર્જના નામે પણ ધુપ્લ શરૂ થયુ હોવાની વાત સામે આવવા પામી રહી છે.

Comments