કચ્છમાં સિંદુર-વન ઉભું કરાશે : સ્મૃતિપાર્કનું આયોજન
પાકિસ્તાન બોર્ડર પાસે સીમાવર્તી ક્ષેત્રમાં સાહસ-શોર્યગાથાને જીવંત કરાશે
ગાંધીધામ : દેશભરમાં ઓપરેશન સિંદુર અને જે રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનને પરાજય આપ્યો તેનો સંતોષ છે તે વચ્ચે હવે ગુજરાત સરકારે કચ્છમાં પાકિસ્તાન સાથેની સીમા પાસે એક ઓપરેશન સિંદુર મેમોરીયલ પાકે ઉભો કરવાની તૈયારી કરી છે.ઓપરેશન સિંદુર સમયે પાક સેનાએ કચ્છ પર ડ્રોન વિ. હુમલા કર્યા હતા પણ તે તમામ મારી હટાવાયા હતા અને સમગ્ર ક્ષેત્રને ભારતીય સેનાએ સુરક્ષિત રાખ્યુ હતું. કચ્છ એ અગાઉ પણ પાક સાથેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેથી હવે આ સરહદી ‘સિંદુર-વન’ ઉભુ કરાશે અને લગભગ દોઢ વર્ષમાં તે ઉભુ કરી દેવામાં આવશે.કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલના જણાવ્યા અનુસાર, સિંદૂર વન ૮ હેક્ટરમાં ફેલાયેલી વન વિભાગની જમીન પર બનાવવામાં આવશે. આ જમીન મિર્ઝાપર વિસ્તારમાં ભૂજ-માંડવી રોડની નજીક સ્થિત છે, જ્યાં
પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર પછી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન જાહેર સભાને સંબોધિત કરી હતી. તે કાર્યક્રમમાં ભુજ એરબેઝના સમારકામમાં ફાળો આપનાર માધાપુરની મહિલાઓએ પ્રધાનમંત્રીને ‘સિંદૂર છોડ’ ભેટમાં આપ્યો હતો, જેના પર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પીએમ હાઉસમાં વટવૃક્ષ તરીકે ખીલશે.આ માટે ભુજ-માંડવી રોડ પર મીર્ઝાપુર ક્ષેત્રમાં વનવિભાગ આઠ હેકટર જમીન સંપાદીત થઈ છે. આ જમીન પર જ ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્થળે રેલી યોજી હતી અને તેથી તે જાણીતી બની ગઈ છે. વડાપ્રધાનની રેલી સમયે ૧૯૭૧ના યુદ્ધમાં જે રીતે કચ્છની બહેનોએ રાતોરાત એરસ્ટ્રીપ કરી ભારતીય સેનાની કામગીરી સરળ બનાવી હતી તે બહેનોએ વડાપ્રધાન શ્રી મોદીને ‘સિંદુર-છોડ’ અર્પણ કર્યા હતા. શ્રી મોદીએ જાહેર કર્યુ હતું કે આ છોડ તેઓ દિલ્હીમાં વડાપ્રધાન આવાસમાં રોપશે અને ત્યાં એક વિરાટ-સિંદુર-વૃક્ષનું સર્જન કરાશે.ગુજરાતમાં ઉભા કરાનારા સિંદુર વનમાં ૨૨/૪ના પહેલગામ હુમલાના જે દિવંગતો છે તેમની સ્મૃતિ રહે તે પણ નિશ્રિ્ચત કરાશે. આ માટે ૩૫ જેટલા વનસ્પતિ-છોડની ઓળખ થઈ છે. અહી પ્રતિ હેકટર ૧૦૦૦૦ વૃક્ષો રોપાશે અને તે ધનીષ્ઠ જંગલ બનશે. અહી સૈન્યએ ઓપરેશન સિંદુર સમયે ઉપયોગમાં લેવાયેલ વિમાન અને અન્ય શસ્ત્રોની પ્રતિકૃતિ પણ હશે તો ઓપરેશન સિંદુર સમયે જે રીતે પાકે ૬૦૦ ડ્રોન મિસાઈલ દાગ્યા હતા અને તે તોડી પડયા તેનો પણ કાટમાળ એ પ્રદર્શિત કરાશે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, આ પાર્ક થીમ આધારિત હશે અને સિંદૂર છોડની સાથે લગભગ ૩૫ અન્ય સ્થાનિક વનસ્પતિ પ્રજાતિઓનું ગાઢ વાવેતર કરવામાં આવશે. કચ્છ સર્કલના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારે જણાવ્યું હતું કે તેને ‘વન કવચ‘ અથવા ‘માઇક્રો ફોરેસ્ટ’ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પાર્કમાં ભીંતચિત્રો અને આર્મી, એરફોર્સ, નેવી અને બીએસએફ જેવા વિવિધ દળોને સમર્પિત વિભાગો હશે. આ સાથે ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાતા લડાઇ સામગ્રી અને વિમાનોના ડાયરામા પણ સ્થાપિત કરવામાં આવશે, જેથી મુલાકાતીઓ યુદ્ધના અનુભવને નજીકથી સમજી શકે.
સિંદૂર જંગલનો એક ભાગ ૨૨ એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોને સમર્પિત કરવામાં આવશે, જેમાંથી ત્રણ ગુજરાતના હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન, ગુજરાતના ભૂજ સેક્ટર અને રાજસ્થાનના બાડમેર સેક્ટરમાં ૬૦૦થી વધુ મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવ્યા હતા, જેમાંથી ૪૦ ટકા હુમલા ગુજરાત વિસ્તારમાં થયા હતા. મ્જીહ્લ ગુજરાત ફ્રન્ટિયર ૈંય્ અભિષેક
પાઠકે જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા દળોએ અપ્રતિમ
સમર્પણ સાથે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.

Comments