Trending News
સ્થાનિક સમાચાર

તો અંજાર પટ્ટામાં ર૦ કુખ્યાત તેલચોરોની મંડળીના કરોડોના તેલ તસ્કરી નેટવર્કનો થાય પર્દાફાશ : ખાખી પર લાગે કલંક ?

03 June

જો સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકે 





નટુ-જીગર-અમિત ત્રપુટીની સંડોવણી વાળી તેલચોરી પાછલા ટુંકા ગાળામાં અલગ અલગ રીતે પકડાઈ ચુકી છે, આયોજનબદ્ધ રીતે ચાલતી આ તેલચોરીનો વકરી રહ્યો છે વ્યાપ : ઉચ્ચ સ્તરેથી તપાસ થાય તે અનિવાર્ય



મીઠીરોહરથી પડાણા પટ્ટામાં જ આવેલી અમુક હાઈવે હોટલો તથા તેના સલગ્ન પાકીંગ પ્લોટસ પર એસએમસીએ બોલાવી જોઈએ તવાઈ : ર૦ તેલચોર શખ્સોએ પોતાના જ અમુક પાર્કીંગ પ્લોટસ ઉભા કરી લીધા  હોવાની છે ચર્ચા : બે કલાકના ૧૦૦ રૂપીયા પાર્કીંગના કેવી રીતે પોષાય? બે કલાકમાં ટેન્કરમાંથી પાંચ-સાત કેરબા તેલ સેરવી લેવાય, જેવા ૩૦ -૪૦ કેરબા તૈયારથાય કે, નટુ-જીગર-અમિતની નાની બોલેરો ગાડીઓ પાર્કીગમાં પહોચી જાય અને ચોરાઉ તેલ અંજારમાં પોતાની ફેકટરીમાં સંગ્રહ કરી દેવાય, લાગ આવે એટલે આ જથ્થો અમદાવાદની પાર્ટીને સપ્લાય કરી દેવામાં આવતો હોવાની છે ચકચાર


ખાટલે મોટી ખોટ : હાઈવે હોટેલો, અમુક પાર્કીંગ પ્લોટસમાં આ રીતે દીવસ-રાત મોટાપાયે તેલચોરીને અંજામ અપાતો હોય અને ખાખીધારીઓ તેનાથી અજાણ હોય તે બને ખરૂ? પોલીસ જે છુટ્ટાછવાયા કેસો આ ગેેંગની સામે કરી રહી છે તે તો હપ્તાખાઉ-ભાગબટાઈની લડાઈમાં જ બાતમીઓ લીક થઈ રહી છે, જેને હપ્તા મળે છે-સેટીંગ કરી લીધુ છે, તે નહી પરંતુ બાકી રહી ગયેલાઓ નામ પુરતી જ કરી રહ્યા છે કાર્યવાહી? કેસના આંકડાઓ દેખાડવા માટે સમ ખાવા પુરતી થાય છે કાર્યવાહી, બાકી અમુક પાર્કીંગ પ્લોટસ પર ઝુંબેશરૂપ વોચ રખાય તો કરોડોના તેલચોરી કાંડમાં મુખ્ય સુત્રધારો સહિત કઈક મોટા ઘટસ્ફોટ થાય અન ખાખીના ભ્રષ્ટ ચહેરાઓ પણ બેનકાબ થવા પામે.!



ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ કંડલામાં જાત જાતના મોંધાદાટ કેમીકલની આયાત નિકાસ થાય છે. તેમાં અહી આવતા પામઓઈલ-સોયાબીન સહિતના તેલને દેશભરના અન્યત્ર ભાગોમાં પહોચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન ટેન્કરો મારફતે કરવામ આવતુ હોય છે. પરંતુ આ ટેન્કરોમાંથી આયોજનબદ્વ રીતે તેલની ચોરી કરી અને તેનો ગેરકાયદેસર વેપલો કરનારાઓ આ વિસ્તારમાં બેફામ બની જવા પામ્યા છે. તાજેતરમાં જ પણ પાછલા નજીકનાભુતળકામાં જ આવી ફરીયાદો પોલીસ ચોપડે પણ અનેકધણી નોધાઈ જવા પામી ગઈ છે. આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે તેલચોર ગેંગ અને ખાખીના અમુક ભ્રષ્ટ તત્વોની હપ્તાખાઉ ભાગબટાઈની સિન્ડીકેટ જ તેલચોરીના આ બેનામી ધંધાને પુરજોશમાં ધમધમાવી રહીહોવાનુ ચર્ચાય છે. 
જાણકારો દ્વારા કહેવાય છે કે, પૂર્વ કચ્છમાં તેલચોરીના છુટાછવાયા કેસો થાય તો છે પરંતુ આ તેલચોરી સદંતર બંધ કરી શકાતી ન હોય તેમ એક પછી એક સમયાંતરે અહી કિસ્સાઓ સામે આવવા પામી રહ્યા છે. કહેવાય છે કે, અગાઉ જે પાંચ-છ નામો ચકચારી હતા તેલચોરીમાં તેના બદલે હવે અંજાર સહિત પૂર્વ કચ્છ પટ્ટામાં તેલચોરીના કારસ્તાનને ધમધમાવવા માટે ર૦ કુખ્યાત શખ્સોએ હાથ મીલાવી અને મંડળી રચી લીધી છે. જાણકારો કહી રહ્યા છે કે, આ ર૦ તત્વોની તેલચોર મંડળીએ નવો કીમીયો અજમાવ્યો છે. મીઠીરોહરથી લઈ અને પડાણા પટ્ટા સુધીમાં જો તપાસ કરવામા આવે તેમા પણ સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકી જ ત્રાટકે તો અહી અમુક હાઈવે હોટેલો અને તેને સલગ્ન પાર્કીંગ પ્લોટસમાં આ પ્રકારના બેનામી ધંધાને આયોજનબદ્ધ રીતે જ અંજામ અપાતો હોવાનો મોટો ખુલાસો થઈ શકે તેમ છે. કહેવાય છે કે આ પાર્કીંગ પ્લાટેસમાં જે ગાડીઓ આવે તેના એકાદ-બે કલાક રોકાણના ૧૦૦ રૂપીયા માત્ર જ લેવાય છેો કેવી રીતે એ પોષાય? તો આ વાહનો જે અહી કલાક બે કલાક ઉભા રહે તેમાથી પાંચ-સાત કેરબાઓ તેલ સેરવી લેવામા આવતુ હોય છે. જેની કિમંત ૧૦૦૦ - બે હજારથી ઉપર જ રહેતી હોય છે. જેવા આ કેરબા ૪૦થી પ૦ થઈ જાય એટલે પાર્કિંગ પ્લોટસવાળા જીગર-નટુ-અમિતની ગેંગને જાણ કરે એટલે તેમન બોલેરા નાની ગાડી  આવે અને આ કેરબાઓ લઈ અને અંજાર પટ્ટમાં આવેલી તેમની ફેકટરીમાં સંગ્રહ કરવા માટે લઈ જતી હોય છે. પાર્કીંગ પ્લોટસ પણ તેલચોરોના, ફેકટરી પણ તેમની એટલે કોઈને શંકા પણ ન જાય અને પાર્કીગ પ્લોટસની અંદર કોઈ નવો પ્રાઈવેટ વ્યિકતિ પ્રવેશ પણ ન કરી શકે. કહેવાઈ રહ્યુ છે કે, આ રીતનુ કરોડોની તેલચોરીનું કૌભાંડ બિનધાસ્ત ધમધમી રહ્યુ છે અને અંજારમાં નટુ-જીગરની ફેકટરીમાં સંગ્રહવામાં આવતો માલ અમદાવાદની કોઈ મોટી પાર્ટીને પહોચાડવામા આવી રહ્યો છે. આ એક મોટુ કારસ્તાન ધમધમી રહ્યુ છે અને તેમાં ખાખીના કેટલાક ભ્રષ્ટ પલળેલા તત્વોના નામો પણ ઉછળવા પામી રહ્યા છે. કહેવાઈ રહ્યુ છે કે, જે છુટોછવાયો નાનો મોટો માલ પકડાઈ રહ્ય છે તે તો હપ્તારાજ-ભાગબટાઈની લડાઈમાં જ પકડાઈ રહ્યો છે, જેમને હપ્તા નથી મળતા તેઓ આવા નામ પુરતા કેસો કરી રહ્યા છે. હકીકતમાં આબાબતે પૂર્વ કચ્છ એસપીશ્રીએ ગંભીરતાથી તપાસ કરાવી જોઈએ અને એસએમસી ત્રાટકી અને સ્થાનિક પોલીસની ભુમિકાઓ સામે સવાલો ખડા કરી જાય તે પહેલા આ મોટી અને માથુ ઉચકતી તથા ફાટીને ફુલેકે ચડેલીતેલચોર ટોળકીને જેલના સળીયાપાછળ ધકેલવાની લાલઆંખ કરવી હિતાવહ ગણાવા રહી છે.





........................



ન્ઝ્રમ્એ પકડેલ ચોરાઉ તેલનો જથ્થો જે 
મકાનમાં રાખ્યો હતો, તે કોની માલીકીનું.?




કુખ્યાત તેલચોર જયેશનો દોરીસંચાર તો નથી ને?  ઝડપાયેલા શખ્સોના મોબાઈલ ફોનની કરો જીણવટભરી તપાસ તો પણ ધણુ આવશે બહાર



ગાધીધામ : અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તાજેતરમાંજ પૂર્વ કચ્છ એલસીબી દ્વારા સોયાબીનના જથથ્‌ સાથે બે આરોપીઓને પકડી પાડવામા આવ્યા છે.  શાંતિધામ વિસ્તારમાં આવેલ અંબાજી ત્રણના સામેના ભાગે આવેલ ક્રીષ્ના પાર્ક સોસાયટીમાં પ્લોટ ન. રવાળા મકાનમાં આ તેલનો જથ્થો સંગ્રહ કરવામાઆવતો હતો તેવુ પ્રેસ યાદીમા દર્શાવાયુ છે. આ ઘરની બહાર આઈસર ટેમ્પામાંથી તથા મકાનમાંથી ચોરાઉ સોયાબીન તેલ મળી આવવા પામ્યા હતા.તયારે હવે સવાલ થાય છે કે બે શખ્સો તો દબોચાયા પરંતુ ચોરાઉ તેલ સંગ્રહવા માટે આ મકાનનો ઉપયોગ કરાયો તે કોની માલીકીનું છે? શાંતિધામ વિસ્તાર દર્શાવેલો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકરણમાં કુખ્યાત તેલચોર જયેશનો તો દોરીસંચાર નથી રહ્યો ને?





............


ર૦ તેલચોરી મંડળીના મુખ્ય સુત્રધારોના આ રહ્યા નામો..!



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં વાહનોમાંથી તેલચોરી કરવામાં પહેલા ગણ્યાગાઠયા લોકો જ સંડોવાયેલા હતા પરંતુ હવે ર૦ શખ્સો જે તેલચોરીમાં કુખ્યાતી ધરાવી રહ્યા છે તેઓએ એક મંડળી જ રચી દીધી હોવાનુ સામે આવી રહ્યું છે. કહેવાય છે કે, નટુ-જીગર, અમિત, સુમિત,હરભમ, હીરો, સચીન, ધ્રુવ, ગફુર, પ્રકાશ, વિપુલ- રમેશ-શંભુ સહિતનાઓનો સમાવેશ થવાપામી રહ્યો છે.




..................


જીગર-નટુ-અમિતની સામે ગુજસીટોકનો જ દાખલ કરો ગુનો


ગાંધીધામ : દેશની તિજોરીને આયોજનબદ્ધ રીતે ષડયંત્ર રચી અને કોઈ પણ પ્રકારના ગુનાહિત કૃત્યને કારસારૂપે અંજામ અપાતો હોય છે તેની સામે ગુજસીટોક જેવી ભારે ભરખમ કલમ દાખલ કરી જ શકાય છે. પૂર્વ કચ્છમાં પણ વાહનોમાથી આયોજનબદ્ધ રીતે તેલચોરીને અંજામ આપવામાં જીગર-નટુ-અમિત સહિતનાશખ્સો કઈક વખત પોલીસ ચોપડે ચડી ચુકયા છે. તેલચોરીના ષડયંત્ર પાછળ તેમનાહાથ હોવાનુ સત્તાવાર રેકર્ડ પર અનેકવખત આવી ગયુ છે. તેઓ સિન્ડીકેટ રચી અને કારસાનાભાગરૂપે જ આ ચોરી કરી-કરાવી રહ્યા છે ત્યારે ફરીથી તેઓના જ નામો આ કૃત્યમાં સામે આવી રહ્યા છે તેવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, આ શખ્સોની સામે નોધાયેલા કેસો, તેમના મોડસ ઓપરેન્ડી સહિતનો અભ્યાસ કરી અને તેમની સામે ગુજસીટોકની જ ભારે ભરખમ કલમ તળે ગુનો દાખલ કરવો જોઈએ. પૂર્વ કચ્છએસપીશ્રીધારે તો તમેના માટે આ કલમો લગાડવી અને લાલઆંખ કરી દેખાડવી એ કોઈ અસંભવ કાર્ય નથી.

Comments

COMMENT / REPLY FROM