Trending News
સ્થાનિક સમાચાર

તરૂણીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજ

02 June

ભુજ : નવમા ધોરણમાં ભણતી ૧પ વર્ષિય બાળકીને પ્રમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર જાતિય સંબંધ બાંધી દુષ્કર્મ આચનાર આરોપી રિક્ષા ચાલકને ભુજની ખાસ અદાલતે અંતિમ શ્વાસ સુધી સખત કેદ અને રૂા.૬૦ હજારનો દંડ ફટકાર્યો છે.આ કેસની વિગત મુજબ ભુજના કોડકી રોડ પર ક્રિષ્ના સિટીમાં રહેતા મૂળ નાની દધ્ધર, ખાવડાના ૩૦ વર્ષિય રિક્ષા ચાલક મજીદ મીઠા હિંગોરજા સામે માધાપર પોલીસ સ્ટેશન પર મે ર૦ર૪માં ફરિયાદ નોંધાઈ હતી. ગુનાનો ભોગ બનનાર બાળકી માનકુવાથી ભારાસર ખાતે અભ્યાસ માટે આરોપીની રિક્ષામાં આવ-જા કરતી હતી તે સમયે આરોપીએ તરૂણીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. બનાવના આગલા દિવસે માતા જોડે બાળકી માધાપર પોતાના મામાના ઘરે ગઈ હતી તે રાત્રે આરોપી તેને મોટર સાયકલ પર અપનયન કરી માંડવી બીચ લઈ ગયો હતો. ત્યારબાદ માપર નજીક તળાવની પાળે બાવળોની ઝાડીમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુું કે ભોગ બનાર ૧૩ વર્ષની હતી ત્યારથી આરોપીએ તેની સાથે અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો, જેથી પોલીસે ગુનામાં દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો ઉમેરી હતી.ભુજની ખાસ અદાલતે રર દસ્તાવેજી પુરાવા અને ૬ સાક્ષીઓની જુબાની બાદ આરોપીને તક્સીરવાન ઠેરવ્યો હતો. અદાલતે પોક્સો અને એટ્રોસિટી એક્ટની કલમો તળે અંતિમ શ્વાસ સુધી સખત કેદ અને ૬૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપી દ્વારા ચૂકવાતી દંડની તમામ રકમ ભોગ બનનાર બાળાને ચૂકવી આપવા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે પોક્સો કોર્ટના વિશેષ સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.

Comments

COMMENT / REPLY FROM