ગન કલ્ચર સામે ગૃહમંત્રીની લાલઆંખ : તો કચ્છમાં પણ હથિયારો-રીવોલ્વરના પરવાના મુદ્દે ફેર તપાસ કેમ નહી?
પૂર્વ કચ્છમાં તો વિવિધ તાલુકાઓમાથી આવા હથિયારો રાખનારાઓની સામે તવાઈ બોલાવાઈ ગઈ, પશ્ચિમ કચ્છમાં કાર્યવાહી કયારે થશે?
ચૂંટણીઓ વખતે જયારે આચારસંહીતાઓના અમલ કરાયા છે તે વખતે જીલ્લાભરમાથી રીવોલ્વરો સહિતના હથિયારો જપ્ત કરવામા આવે છે, પરવાના વિનાના આવા હથિયારો પણ પકડાયા છે, એટલે અવા પરવાના વિનાના કે પરવાનાસાથેના બિનજરૂરી હથિયારો લોકો વસાવી ચૂકયા છે તેવુ તો ફલિત થઈ જ રહ્યુ છે, હથિયારના લાઈસન્સ મુદ્દેની ગૃહવિભાગની સમીક્ષા કચ્છમાં પણ કરવી જ ઘટે
સરકારને કોઈ પણ પ્રકારનો ટેક્ષ ન ભરનાર
અમુક લુખ્ખા તત્વો ગન કલ્ચરમાં રાચી રહ્યા છે, તેમની આવકનો કાઈ સ્ત્રોત પણ નથી હોતો, ઈન્કમટેક્ષ પણ ભરતા નથી, આવા લુખ્ખા તત્વોને ભય હોય તો પણ શેનો? કચ્છનુ વહીવટીતંત્ર આવા તત્વોને શા માટે ન પાડે ખુલ્લા?
કચ્છમાં એક સમયે એવા ભ્રષ્ટ મહેસુલના સરકારી બાબુઓ આવી ગયા કે, બં-પાંચ હજારની લાંચમાં જેના ઘરમાં ખાવાના લોટના સાંસા હોય તેવા તત્વોને પણ રીવોલ્વરના પરવાનાઓ પધરાવી દીધા હોવાની છે ચર્ચા, હવે જયારે ગૃહવિભાગે ગન લાઈસન્સ રદ કર્યા છે ત્યારે અહી પણ આવા પરવાનાઓને લઈને પુનઃ ફેરતપાસ થવી જોઈએ અને જેની-તેની પાસે આવી ગયેલા આવા હથિયારો પણ જમા લેવા જોઈએ..ઃ જાણકારોનો ઈશારો
ગાંધીધામ : ગુજરાતમાં ગન લાઈસન્સ મુદ્દે તાજેતરમાં જ એક મોટા સમાચાર સામે આવ્યા હતા.વાસ્તવમાં ગુજરાતમાં ગન લાઈસન્સ પર ગૃહ વિભાગે બ્રેક લગાવી દીધી છે. વિગતો મુજબ ગૃહ વિભાગે વર્તમાન ૫૦૦ ગન લાઈસન્સ રદ્દ કર્યા છે. આ સાથે ગન લાઈસન્સ સંદર્ભે ગૃહ વિભાગે સમીક્ષા પણ શરૂ કરી દીધી હોવાનુ સામે આવવા પામ્યુ હતુ. ત્યારે જાણકાર વર્ગ કહી રહ્યો છે કે, જો કચ્છમાં પણ આ બાબતે તપાસ કરવામા આવે તો આવા કઈક પરવાનાઓબિનજરૂરી રીતે માત્ર શોખ, વટ-રાફ દેખાડવા માટે જ આપી દેવાયા હોવાના કીસ્સાઓ સામે આવી શકે તેમ છે. વાત સહેજ વિગતે કરીએ તો રાજયમાં તાજેતરમાં જ આ ગણ લાઈસન્સનો મુદ્દો ખૂબ ચગ્યો હતો.રાજ્યના
ગૃહ વિભાગે એકસાથે વર્તમાન ૫૦૦ ગન લાઈસન્સ રદ્દ કર્યા છે. વિગતો મુજબ ગુજરાત સરકારે નવા ગન લાઈસન્સ પર બ્રેક લગાવી છે. ગન લાઈસન્સ બાબતે રાજ્ય સરકાર ગંભીર વિચારણા શરૂ કરી છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૬માં ૬૦,૭૮૪ લાઈસન્સ, વર્ષ ૨૦૨૩માં ૬૭,૩૦૮ ગન લાઈસન્સ ઈશ્યું થયા. આ આંકડાઓ જરાય ચોંકાવનાર ન કહી શકાય કારણ કે, પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, કચ્છમાં પણ થોડા સમય પહેલા રેવેન્યુ વિભાગના એવા ભ્રષ્ટ સરકારી બાબુઓ આવી ગયા કે જે તત્વોના ઘરમાં ખાવાના લોટના પણ સાંસા હતા તેવા તત્વોને પણ બે-પાંચ હજારની લાંચની લ્હાયમાં હથિયારના પરવાનાઓ આપી દેવાયા અને આવા તત્વો પણ કમરમાં ફટાકડી લટકાવી પોતાનો રોફ દેખાડવા, અન્યો પર વટ પાડવાના નાટકો કરતા ફરી રહ્યા છે તો વળી આ પ્રકારના અમુક તત્વોની પાસે હથિયારોના આડેધડ પરવાનાઓ આવી જવા પામતા સિનસપાટામાં જ તેનો ગેરઉપયોગ પણ થવા પામી રહ્યો છે અને કાયદો વ્યવસ્થાને માટે પણ ખુલ્લો પડકારની સ્થિતી જ સર્જાતી જોવાઈ રહી છે. આવી સ્થિતીને વધુ વકરતી અટકાવવા અને કાયદો વ્યવસ્થાને વધારે ચુસ્ત દુરસત રાખવાની દીશામાં હવે કચ્છમાં પણ અપાયેલાપરવાનાના લાયસન્સની ફેરતપાસો થવી જોઈએ. જે રીતે રાજય સરકારે ગન લાઈસન્સ સંદર્ભે ગૃહવિભાગ પાસથી સમીક્ષાઓ શરૂ કરાવી છે ત્યારે કચ્છમાં પણ નવા લાયસન્સો હથિયારનાઆપતા અટકાવી દેવામા આવે અને જે આપવામાં આવ્યા છે તેની સત્યતા ચકાસણીની પણ ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો અહી પણ કઈક ગન લાઈસન્સ રદ થવા પાત્ર જ મળી આવવા પામશે અને આવા જે કોઈ પણ પરવાના રદ થવા પાત્ર જણાય તેને રદ કરી અને તેમના હથીયારો પણ પરત જમા કરાવી લેવા જોઈએ.
.........

Comments