Trending News
સ્થાનિક સમાચાર

શું ઉડતા ભુજ બન્યા બાદ થશે લાલઆંખ? મધરાત સુધી ધમધમતા કેફેના લીધે નશાની બદી તો વકરતી નથી ને.?

01 June


એરપોર્ટ રીંગ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારમાં મેગા ઝુંબેશનું આયોજન થાય તો યુવાનોને બરબાદ કરવાની બદી અટકે તેવો મત

ભુજ : એકતરફ ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ મુકત ગુજરાતના અભિયાનો ચલાવાઈ રહ્યા છે અને તેની સાફલ્યા ગાથાઓ પણ સમયાંતરે વર્ણવામા આવતી રહેતી હોય છે ત્યારે બીજીતરફ છેવાડાના કચ્છના જિલ્લા વડામથક ભુજમાં છાશવારે-રોજ બરોજ કયાંક ને કયાંક માદક પદાર્થો, ગાંજો, એમડી ડ્રગ્સ પકડાવવાના કિસ્સાઓ સપાટી પર આવવા પામી રહ્યા છે. આ પ્રકારના માદક પદાર્થોના ખુલ્લેઆમ અહી થઈ રહેલા વેપલાઓથી આ શહેરને ડ્રગ્સનુ દુષણ કેટલી રીતે વિકરાળ ગિરફતમાં લઈ રહ્યુ છે તે પણ સ્પષ્ટ થવા પામી રહ્યું છે. આવામાં હવે મોડી રાત સુધી શહેરના ચોતરફ મુખ્ય રીંગ રોડ વિસ્તારોમાં અમુક હોટેલો, ઢાબાઓ, કેફેના પાટીયાઓ લટકાવી અને ધમધમતા રહેતા હોય છે અને તેવા અમુક વિસ્તારોની આસપાસમાં પણ એમડી ડ્રગ્સની ધુમ હેરાફેરી કે વેપલો થતો હોવાનુ મનાય છે. 
શહેરમાં મુંદરા રોડ પર યુનિવર્સિટીની આગળ ગાંજા સાથે ભુજના એક યુવાનને એસઓજી દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. સમયાંતરે યુનિવર્સિટી રોડ અને એરપોર્ટ રોડ પર નશાકારક પદાર્થોના વેચાણ અને સેવનની ફરિયાદો સામે આવતી હોય છે. મોડી રાત સુધી ધમધમતા કેફે અને હોટલો જવાબદાર હોય તેમ ચર્ચાવાવ પામી રહ્યુ છે.. અહીં મેગા ઝુંબેશ યોજવામાં આવે તો યુવાનોને બરબાદ કરતી પ્રવૃતિ અટકે તેવુ પણ પ્રબુદ્ધવર્ગ માની રહ્યો છે. જો કે અહી ચિંતાજનક વાત એ છે કે જવાબદાર પોલીસતંત્રને કયાંક ને કયાંક ઉડતા ભુજ બની રહે તે બાદ કાર્યવાહી હાથ ધરવાની ઈંતેજારી હોય તેમ અહી માદક પદાર્થના વેપલાઓ થતા હોવાનુ ચર્ચાય છે. ખાખીની આવા પેડલરોને કોઈ જ બીક ન હોય તેવો સીનારીયો જોવાઈ રહ્યો છે.
જાણકારો - પ્રબુદ્ધવર્ગ કહીરહ્યો છે કે, યુનિવર્સિટી રોડ પર અગાઉ પણ ઘણી વખત નશીલા પદાર્થો વેચાતા હોવાની ફરિયાદો થઈ ચુકી છે. તાજેતરમાં યુનિવર્સિટી આસપાસ દબાણો પણ હટાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને યુનિવર્સિટીની આસપાસ ઘણા કેફે ખુલ્યા છે. રાતના મોડે સુધી ચાયની હોટલો ચાલુ હોય છે. આગળ મુંદરા રોડ પર નવી નવી હોટલો અને કેફે શરૂ થઈ રહ્યા છે. આ વિસ્તારમાં યુવાનોની અવર જવર ઘણી હોય છે. એરપોર્ટ રોડ પર પણ મોડી રાત સુધી કેફે ચાલુ હોય છે. રિલાયન્સ સર્કલ પાસે વિવિધ કેફે અને નાસતાના સેન્ટરો આવેલા છે. આ વિસ્તારમાં એમડી ડ્રગ્સ સહિતના માદક પદાર્થો વેચાતા હોવાની ચર્ચા છે. પોલીસ દ્વારા મેગા ચેકિંગ કરવામાં આવે તો યુવાનોને બરબાદ કરવા માટે વેચાતા નશા કારક પદાર્થોનો મોટો જથ્થો ઝડપાય તેવી શકયતા છે. 

...........


ટપકેશ્વરી અને જદુરા પટ્ટામાં આવારા તત્ત્વો બેફામ  : નશેડીઓના
ત્રાસથી ભદ્રવર્ગ સુંદર પર્યટન સ્થળથી થઈ રહ્યો છે વિમુખ




કયારેક અહી મસમોટી જુગાર કલબોના પડાવ મંડાતા હોવાનુ ચર્ચાતુ રહ્યુ છે તો વળી કયારેક ડ્રગ્સ સહીતન નશેડીઓના અહી રહેતા હોય છે ડેરાતંબુ : માવતરોએ પણ જાગૃત બનવુ જોઈએ, અભ્યાસ કે મિત્રોના ઘરે જતા હોવાનુ કહી અને બાળકો કયા જાય છે, શું કરી રહ્યા છે, તેની ક્રોસ ચકાસણીઓ કરવી જ ઘટે, નહી તો નશાની લત્તે બાળક એક વખત ચડી ગયો પછી માવતરે પણ રાતા પાણીએ રડવાનો જ આવશે વારો

ભુજ : યુવાનોમાં ખાસ કરીને ટપકેશ્વરી, જદુરા સહિતના વેરાન પટ્ટાના વિસ્તારો ફેમસ છે, કારણ કે, અહીં લોકોની અવર જવર ઓછી અને બાવળોની ઝાડી વધારે છે. તેમજ હાઈટ પર હોવાથી પવનની ગતિ હોય છે. ફોટોગ્રાફી અને ફરવાના નામે અહીં નસેડીઓ બેફામ બન્યા હોવાનુ ચર્ચા છે. એક સમય હતો કે, સભ્ય પરિવારના લોકો અહીં ફરવા માટે જતા પરંતુ અહીં નસેડીઓ અને કેટલાક લવરમુછીયાઓ પડ્યા પાથર્યા હોવાથી સભ્ય પરિવાર અહીં જતા ખચકાય છે. વાલીઓએ ભણતરના બહાને તેમના દિકરા - દિકરી કયાં જાય છે તે જોવું જોઈએ.

............



 

Comments

COMMENT / REPLY FROM