Trending News
સ્થાનિક સમાચાર

શાબાશ છે દાહોદના એસપીશ્રી રાજદિપસિંહ ને..ઃ મંત્રીપુત્રોના જામીનને ફેકયો પડકાર : કચ્છ પોલીસ કેમ ન લે ઘડો !

31 May

કાયદો બધાને માટે સરખો જ છેની ઉકિતનો કરાવ્યો સાક્ષાત્કાર : 




૧ કરોડના મનરેગા કૌભાંડમાં સત્તાપક્ષ-રાજય સરકારના વર્તમાન મંત્રીનાબે પુત્રોને મળેલા જામીનની સામ શ્રી ઝાલએ જિલ્લા કોર્ટમાં માંગ્યો સ્ટે : એટલુ માત્ર જ નહી પણ કાયદો-વ્યવસ્થાને પ્રસ્થાપિત કરવાની દીશામાં જરૂર જણાય તો સેશન્સ કોર્ટમાં પણ જવાની કરી લીધી તૈયારી 

મંત્રીનો દિકરો હોય તો શું થયું? જામીન કેન્સલ તો ન થયા, પરંતુ વધુ એક ફરીયાદ કરી દીધી દાખલ! આને જ કહેવાય ફરજ નિષ્ઠા.!

દાહોદના એસપી ડો. ઝાલાની હિંમત સરાહનીય : મંત્રીપુત્રોના કૌભાંડ પ્રકરણમાં મળેલા જામીન સામે અપીલમાં ગયા : મંત્રી પુત્રો જેવાઓની સામે આ એસપી ન માત્ર લડત આપી રહ્યા છે બલ્કે ભ્રષ્ટાચારીઓને ધોળા દીવસે તારા જ દેખાડી દીધા કહેવાય.! :
 કચ્છના પોલીસ અધિકારીઓ આવી બહાદુરી કેમ નથી દેખાડી શકતા?  પશ્ચિમ કચ્છમાં લાખોના દારૂઓ સ..રરર..કરતા પહોચી રહ્યા છે, ક્રીકેટ સટ્ટેડીયાઓ ખુલલેઆમ શહેરના મુખ્ય વિસ્તારોમાં કરોડોના સટ્ટા ખેલી-ખેલાવી રહયા છે, તો પૂર્વ કચ્છમાં એસઆરસી જેવી મહાનસંસ્થાના અમુક બની બેઠલાઓ સામે પોલીસ ફરીયાદોના ગંજ ખડકાયેલા છે, છતા પણ કાર્યવાહીના નામે મીંડું? ખરેખર દાહોદના એસપીએ મંત્રીના પુત્રોના જામીનની સામે કરેલ અપીલની કાર્યવાહી ભ્રષ્ટ તત્વોને માટે ફફડાટરૂપ જ કહી શકાય : પોલીસ ધારે તો ભલભલા ચમરબંધીઓને પણ નશ્યત કરતા વાર ન કરે તેનો કહી શકાય આ શ્રેષ્ઠ દાખલો



ગાંધીધામ : કાનુન કે હાથ બહોત લંબે હોતે હે, કાયદો કાયદાનું કામ કરે જ છે, કાયદો બધાને માટે સરખો જ હોય છે, આ બધી ઉકિત હાલના સમયે દાહોદમાં બહુ ગાજેલા મંત્રી પુત્રોના ૭૧ કરોડના મનરેગા કૌભાંડમાં થયેલી કાર્યવાહીથી ફલિત થતુ જોવાઈ રહ્યું છે. આ આખાય કેસમાં દાહોદ પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિહ ઝાલાની પણ ફરજ નિષ્ઠા અને કાયદા પ્રત્યેની કટિબદ્ધતાની પણ સરાહના થવા પામી
રહી છે. 
વાત સહેજ ઘટનાની પહેલા કરીએ તો દાહોદના દેવગઢ બારીયા અને ધાનપુરના ચકચારી મનરેગા કૌભાંડ કેસમાંરાજયના મંત્રી બચુ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડને દાહોદ ચીફ જયુડીશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે જામીન મંજુર કર્યા હતા. કોર્ટે આ બન્ને ભાઈઓને રૂપીયા પ૦ હજારના જામીન પર  મુકત કરવાનો આદેશ આપ્યો હતો. ખૈર અહી વાત મંત્રીપુત્રોને રાહત મળી ગઈ એ નથી કરવાની પરંતુ સત્તાપક્ષ, વર્તમાન સરકારના મંત્રીનાબે પુત્રોના કરોડોના કૌભાંડમાં જે જામીન મંજુર કરવામા આવ્યા તેને દાહોદ પોલીસે આ જ કોર્ટમાં મનાઈ હુકમની દાદ માંગતી અરજી કરી દીધી હતી અને મંત્રીપુત્રોને વધુ એક રાત જેલમાં વિતાવવાની નોબત આવી પડી હતી. આ પ્રકરણમાં થયેલી અરજીનો ચુકાદો કંઈ પણ આવે પરંતુ એસપી દાહોદ ડોે.રાજદિપસિંહ જાલાએ આ રીતની પહેલ કરી તે જ 
મોટી વાત છે. 
નાના સુના નામો ધરાવતા વ્યકિતીઓના પણ મોટા ભાગે અમુક ભ્રષ્ટ તત્વો ખોળે જ બેસી જતા હોય છે તો અહી તો પ્રધાનપુત્રોના જામીનને પડકાર ફેંકવાની વાત હતી, કહેવાયુ છે કે, ન માત્ર જિલ્લાકોર્ટ બલ્કે એસપી દાહોદનાઓએ તો સેસન્સ કોર્ટમાં જરૂર જણાય તો જવાની પણ તૈયારી આ કેસમાં રાખેલી હતી. અને એટલે જ બધાય કહી રહ્યા છે કે, એસપી હોય તો આવા? એસપી આને જ કહેવાય! કોઈ પણ ચમરબંધી હોય પરંતુ કાયદાના હિતમાં કડકાઈ કરતા જરા સહેજ પણ સાડાબારી ન રાખે.! શ્રી ઝાલાની આ રીતની કડકાઈથી ભ્રષ્ટાચારીઓને એક સંદેશ તો ચોકકસથી જતો થઈ ગયો છે કે પોલીસ ધારે અને પોતા પર આવે તો ભલભલાના ટાંટીયા-ધોતીયા ઢીલા જ કરી શકે તેમ છે? કચ્છનો પ્રબુદ્વવર્ગ દહોદના એસપીશ્રી ડો. રાજદિપસિહ ઝાલાના નેતૃત્વમાં થયેલી આ હિમંતભરી કામગીરીને જોતા કહી રહ્યા છે કે, શું કચ્છ પોલીસ અધિક્ષકો દાહોદ એસપીમાંથી ઘડો લેશે ખરા? કોઈ શબક મેળવશે કે નહી? આવુ એટલા માટે પુછાઈ રહ્યુ છે કે, પશ્ચીમ કચ્છમાં તાજેતરમાં જ કરોડોના દારૂની ઘટનાઓ સામેઆવવા પામી ગઈ છે. માંડવીના અંતરીયાળી ગામડામાં ૮૦ લાખના વધુનો દારૂનો જથ્થો ઝડપાયો અને તે પણ સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી પાડયા છે, ઉપરાંત પણ કોઈના પેટનું પાણી જ હાલતુ ન હોય તેવી સ્થિતી સર્જાયેલી જોવાઈ રહી છે? આટલો તગડો દારૂનો જથ્થો મોટા બની બેઠલા ખાખીના અમુક વહીવટદારો વિના તો આવી જ ન શકયો હોય, પરંતુ જાણે કે આવા વહીવટદારોની સામે કાર્યવાહી કરવામા કોઈની લાજનો ઘુમટો તણાઈ રહ્યો હોય તેવી સ્થીતી બનેલી છે તો વળી બીજીતરફ પૂર્વ કચ્છમાં પણ એસઆરસી જેવી મહાન સંસ્થાના અમુક બની બેઠેલાઓની સામે પાંચથી વધુ અલગ અલગ પ્રકારની પોલીસ ફરીયાદો થવા પામી ચુકી છે, એક ફરીયાદમાં તો એસઆરસી ખુદ ફરીયાદી તરીકે અરજી આપી ચુકી છે, ઉપરાંત પણ પોલીસ આવા ભ્રષ્ટાચારીઓને તેમનુ સ્થાન દેખાડવા મામલે કોઈ જ ઠોસ અને ધાક બેસાડતી 
કાર્યવાહી કરી દેખાડી હોય તેમ દર્શાતુ નથી. 
સિંધુભવનના નેકસસ કલબ છેતરપીંડીના કેસમાં ફરીયાદ કરાઈ, અને બેની ધરપકડ કરાઈ પરંતુ તે બાદ આગળ કોઈ જ તપાસ વધતી દેખાતી નથી? આ મહાનસંસ્થાના અમુક બની બેઠેલાઓની સામે જે ફરીયાદો થઈ છે તે પણ મોટાભાગના હાઈપ્રોફાઈલ છે, અને એટલે જ કયાંક ને કયાંક એક યા બીજી રીતે તેમની સામેની તપાસો ઠંડા બક્ષામાં જ નાખી દેવામા આવી હોય તેવુ વલણ દર્શાય છે. હાલમાં જયારે દહોદ એસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ જે કડકાઈ કરી દેખાડી છે, અને પ્રધાનપુત્રોને પણ કાયદાની મર્યાદામાં રહેવાની શીખ આપતી કાર્યવાહી કરી દેખાડી છે તેવા સમયે કચ્છમાં પણ આ રીતની ફરીયાદોમાં સમરીઓ ભરાઈ જવાની રાહ જોવાના બદલે દાહોદ એસપી ડો. ઝાલાએ કરેલી લાલઆંખ ભરી કાર્યવાહીમાંથી શબક મેળવો જોઈએ તેમ જાણકારો કહી રહ્યા છે. હવે જોવાનુ રહ્યુ કે, ગાંધીછાપ નોટોના દબાણ તળે દટાઈ જનારા અમુક ભ્રષ્ટ તપાસનીશો દાહોદ એસપીની કામગીરીમાંથી બોધપાઠ મેળવશે કે પછી આગે સે ચલી આ રહી વાળો જ તાલ ચાલુ રાખશે?

.............

Comments

COMMENT / REPLY FROM