Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ઈતિહાસનો સુવર્ણ દિવસ : શ્રી નિલયભાઈ અંજારિયાની સુપ્રિમ કોર્ટના જજ તરીકે વિધિવત નિયુકિત

30 May



કોલેજિયમની ભલામણ પર રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આજે મુખ્ય ન્યાય મૂર્તિ બી.આર.ગવઈએ લેવડાવ્યા શપથ : કચ્છના વકીલ આલમમાં ફેલાઈ આનંદની લાગણી : કચ્છના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓએ કરી અભિનંદનની વર્ષા 



ભુજ : કચ્છના ઈતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. આજે મૂળ કચ્છ માંડવીના સપૂત એવા નિલયભાઈ અંજારિયાએ દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા છે ત્યારે દરેક કચ્છવાસીઓનું હૃદય પુલકિત થયું છે. એક કચ્છી તરીકે ખુબ ગૌરવની લાગણી થઈ રહી છે તેવું નવી દિલ્હીથી કચ્છ ઉદય સાથેની વાતચીતમાં માંડવીના વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરીશભાઈ ગણાત્રાએ જણાવ્યું હતું. આજે સવારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર.ગવઈએ કોલેજિયમની ભલામણો પર રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર લાગ્યા બાદ સુપ્રિમ કોર્ટમાં ત્રણ નવા જજને શપથ લેવડાવ્યા હતા. જેમાં કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને મૂળ કચ્છના નિલભાઈ અંજારિયાને શપથ લેવડાવ્યા હતા. આ ગૌરવશાળી ક્ષણના સાથી બનેલા હરીશભાઈએ જણાવ્યું હતું કે, એક કચ્છીની ગરિમાવાન પસંદગીથી કચ્છ અને ગુજરાતને ગૌરવ મળ્યું છે. ખુબ મિલનસાર સ્વભાવ ધરાવતા અને કાયદાના જાણકાર નિલયભાઈની શથપવિધિની ક્ષણ કચ્છના ઈતિહાસના સુવર્ણ અક્ષરે અંકિત થશે. આ વેળાએ તેમની સાથે રહેલા જાણીતા ધારાશાસ્ત્રી ભરતભાઈ ધોળકિયા અને મલ્હારભાઈએ નવનિયુક્ત સુપ્રિમ કોર્ટના જજ નિલયભાઈ અંજારિયાનું કચ્છી પાઘડી અને શાલ વડે સન્માન કર્યું હતું. કચ્છથી ખાસ શપથવિધિ માટે નવી દિલ્હી પહોંચેલા હરીશભાઈ ગણાત્રા, ભરતભાઈ ધોળકિયા અને મલ્હારભાઈએ નિલયભાઈ અંજારિયાને અભિનંદન પાઠવ્યા હતા. 
કચ્છ અને ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. મૂળ કચ્છ માંડવીના ખુબ અભ્યાસુ એવા નિલયભાઈ અંજારિયા આજે સુપ્રિમ કોર્ટના જજ બન્યા છે. કચ્છમાં પ્રેક્ટિસ કરતા અને કાયદાના ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનો માટે તેઓ રોલમોડેલ બની પ્રેરણા પૂરી પાડશે તેવું કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું. તેમના પિતા સાથે કામ કરવાનો અનુભવ યાદ કરતા શ્રી ગઢવીએ જણાવ્યું કે, નિલયભાઈએ કચ્છનું ગૌરવ વધાર્યું છે. કર્ણાટક રાજ્યના ચીફ જસ્ટીસ બન્યા બાદ હવે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ બન્યા છે. તેનાથી કચ્છનું વકીલ આલમ ગૌરવ અનુભવે છે. શ્રી અંજારિયાને તાજેતરમાં મળવાનું થયું હતું. નખશીખ સજ્જન અને નિખાલસ સ્વભાવ ધરાવતા શ્રી અંજારિયાને તેમને અભિનંદન પાઠવ્યા હતા. ભુજ બાર એસોસિએશનના પ્રમુખ અનિલ જોષીએ નિલયભાઈ અંજારિયાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર કચ્છનું વકીલ મંડળ ગૌરવની લાગણી અનુભવે છે. મૂળ કચ્છના નિલયભાઈ સુપ્રિમ કોર્ટના જજ બન્યા છે ત્યારે ભુજ બાર એસો. તેમને અભિનંદન પાઠવે છે. આવનાર દિવસોમાં જ્યારે શ્રી અંજારિયા કચ્છની મુલાકાતે આવશે ત્યારે એસોસિએશન વતી તેમનું ભવ્ય સન્માન કરાશે તેવું વધુમાં જણાવ્યું હતું. ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી એચ.એલ. અજાણીએ શ્રી અંજારિયાની સુપ્રિમ કોર્ટના જજ તરીકે નિયુક્તિને કચ્છ માટે ગૌરવ સમાન ગણાવી અભિનંદન પાઠવ્યા હતા.  ભુજના જાણીતા એડવોકેટ અમીરઅલી લોઢિયાએ જણાવ્યું હતું કે, તેમની સાથે કામ કરવાની તક મળી હતી. પોતાના અસીલોને સાચુ માર્ગદર્શન આપી ખોટા ખર્ચથી બચાવવાનો તેમનો પ્રયાસ રહેતો. આજે તેમણે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા છે ત્યારે ખુબ ગૌરવ અને હર્ષની લાગણી થઈ રહી છે. તેમણે શ્રી અંજારિયાને હૃદયપૂર્વક શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. 
અંજાર બાર એસો.ના પ્રમુખ હેતલ સોનપારે જણાવ્યું હતું કે, શ્રી અંજારિયાએ હાઈકોર્ટના જજ તરીકે અનેક લેન્ડમાર્ક ગણી શકાય તેવા ચૂકાદાઓ આપ્યા છે. કાયદાના ક્ષેત્રમાં તેમનું જ્ઞાન ખુબ ગરમ છે. દેશના વિવિધ રાજ્યમાં રહેવા છતાં કચ્છ સાથે તેમણે નાતો અવિરત જાળવી રાખ્યો હતો. આજે તેઓ સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ બન્યા છે ત્યારે સમગ્ર કચ્છ માટે આ ગૌરવની ક્ષણ છે. અંજારના જાણીતા ધારાશાસ્ત્રી જગદીશભાઈ વ્યાસે નિલયભાઈ અંજારિયાને કચ્છ અને ગુજરાતનું ગૌરવ ગણાવ્યા હતા. એક કચ્છી વ્યક્તિ સુપ્રિમ કોર્ટના જજ બન્યા છે ત્યારે સમગ્ર કચ્છવાસીઓ ગૌરવ અનુભવે છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.  ભુજના જાણીતા વકિલ અવનિશ ઠક્કરે જણાવ્યું હતું કે, શ્રી અંજારિયા સાથે ગુજરાત હાઈકોર્ટમાં કામ કરવાનો અનુભવ યાદગાર રહ્યો છે. કાયદાના ક્ષેત્રમાં તેમનું જ્ઞાન અદ્દભૂત રહ્યું છે. સુપ્રિમ કોર્ટના જજ બનવા બદલ તેમને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે ૧૩ વર્ષ ફરજ બજાવ્યા બાદ કર્ણાટક હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ બન્યા અને હવે સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમણે શપથ લઈ કચ્છ ગૌરવ શ્રી અંજારિયાએ વધાર્યું છે તેવું જગદીશચંદ્ર છાયાએ જણાવ્યુંં હતું. 
અત્રે ઉલ્લેખનીય છે કે, માંડવીમાં વડીલો વિપિનભાઈ અંજારિયા અને દિનુભાઈ ભટ્ટને ભુજ હાટકેશ સેવા મંડળ અને બૃહદ ગુજરાત નાગર યુવા પરિષદ, અમદાવાદ દ્વારા તા. ૨-૪-૨૦૨૨ના ‘નાગર રત્ન’ એવોર્ડ અર્પણ કરવા યોજાએલ ભવ્ય કાર્યક્રમમાં તત્કાલિન હાઈકોર્ટના જજ નિલયભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ નિમિત્તે એમણે ભુજથી આવેલા જ્ઞાતિજનો અને માંડવીની આખી નાગરી નાતને જમાડી હતી. કચ્છ ડિસ્ટ્રીક માજી સંગઠનના પૂર્વ સેક્રેટરી કે.બી. પિલ્લાઈએ આ કાર્યક્રમના આયોજન માટે બહુમુલ્ય યોગદાન આપ્યું હતું.  




........................

શ્રી  નિલયભાઈ અંજારીયા મારફતે


દેશની ન્યાયપાલિકા ક્ષેત્રે કચ્છને ‘સુપ્રીમ’ ગૌરવ



જિલ્લાભરના શ્રેષ્ઠીઓ, વરિષ્ઠ કાયદા શાસ્ત્રી સહિતનાઓને મુળ માંડવી-કચ્છના નિલયભાઈ અંજારીયાને સુપ્રીમકોર્ટમાં મળેલી નિયુકિતને હર્ષભેર વધાવી  : નિલયભાઈની કર્મપ્રધાન શૈલી, સાદગી સભર સ્વભાવ, કાયદા પ્રત્યેનું બહોળુ જ્ઞાન, કચ્છની સાથે આત્મીયાભરી લાગણી સહિતના ગુણોને આગેવાનોએ કર્યા યાદ



ગાંધીધામ : દેશની ન્યાયપાલીકામા સર્વોચ્ચ તેવી નામદાર સુપ્રીમકોર્ટમાં મુળ માંડવીના કચ્છના વતની નીલયભાઈ વી અંજારીયાને નિયુકિત મળવા પામી છે જેને લઈને કચ્છના જાણીતા ન્યાયાધીઓ- વકીલો-શ્રેષ્ઠીઓએ ગોરવપૂર્ણ પ્રતિભાવો આપ્યા છે. આ તબક્કે કચ્છના જાણીતા ટેક્ષ કન્સલટન્ટ, વકિલશ્રી વિધુતભાઈ બુચે આ બાબતે ગોરવનીલાગણી  દર્શાવતા જણાવ્યું હતુ કે, શ્રીનિલયભાઈ સિમ્પલ લિવીંગ હાઈથીંકીંકની વિચારધારા ધરાવી રહ્યા છે. મૃદુભાષી, કાયદાના તજજ્ઞ એવા નીલયભાઈને સુપ્રીમકોર્ટમાં નિયુકિત બદલ કચ્છને પણ સર્વોચ્ચ સન્માન ચોકકસથી મળવા પામ્યુ છે. શ્રી નિલયભાઈ ટુંકીવાર્તા અને કવિતાઓ પણ લખવામાં આગવી હથરોટી ધરાવી રહ્યા છે. શ્રી વિધુતભાઈએ આ તબક્કે જણાવ્યુ કે, નિલયભાઈ અંજારીયાના મામા શ્રી કે.જી.વૈધ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશ પદે સેવારત રહી ચુકયા છે તો તેમના નાનાશ્રી જમિયતભાઈ વૈધ ટ્રીબ્યુનલના ન્યાયાધીશ તરીકેસેવા બજાવી ચુકયા છે. તો વળી બીજીતરફ કચ્છના જાણીતા વિદ્વાન સિનિયર ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદેએ આ સમયે પ્રતિભાવ આપતા કહ્યુ હતુ કે, નામદાર સુપ્રીમકોર્ટના જસ્ટીશ તરીકે પસ્દગી પામી નીલયભાઈએ દેશના ન્યાયપાલિકાના નકશામાં ગુજરાતને તેમજ ખાસ કરીને કચ્છને ગોરવવંતુ સ્થાન અપાવ્યું છે. કાયદાના પુસ્તકોના અગાઢ વાંચન, અદભુત ગ્રહણશકિત, સીમાચિહ્નરૂપ ચુકાદા, અપ્રતિમ વહીવટી કુનેહ, તેમજ નખશીખ પ્રમાણિક વ્યકિતના કારણે યોગ્ય સમયે નામદાર સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીશ તરીકે બિરાજમાન થઈ નવા કીર્તીમાન સ્થાપિત કરે તેમ કચ્છ તેમજ સમગ્ર વિશ્વમાં વસતા કચ્છીઓ નમ્ર ભાવે અપેક્ષા રાખે ત સ્ભાવિક છે તેવુ કહી અને શ્રી શંકરભાઈ સચદેએ નિલયભાઈ અંજારીયાને સાચા હદયથી શુભકાનાઓ પાઠવી હતી. 
ગાંધીધામ બાર એસો.ના વર્તમાન પ્રમુખશ્રી એસ એસ ગઢવીએ આ તબક્કે કહ્યુ હતુ કે, નીલયભાઈ અંજારીયાની સુપ્રીમકોર્ટમાં વરણી થવી એ કચ્છને માટે ખુબ જ રાજીપાનો વિષય છે. ગાંધીધામ બાર એસો. એક ખાસ બેઠક યોજી અને તેમને અભિનંદન પત્ર પણ લખશે. તો વળી ગાંધીધમા બાર એસો. પ્રમુખ પદે ચાર વર્ષ તથા મંત્રીપદે ૧૪ વર્ષ સુધી અવિરત સેવા આપી ચુકેલા સીનિયર ધારાશાસ્ત્રી શામજીભાઈ ખાંડેકાએ કહ્યુ હતુ કે, શ્રી ડી એમ અંજારીયા કે જેઓ ર૦૧૦માં નિધન પામ્યા છે તેમના નિલયભાઈ અંજારીયા કૌટુંબીક ભત્રીજા થાય છે તે સબધતો નિલયભાઈ ગાંધીધામ આવતા અને ત્યારે અમે મળ્યા છીએ, ખુબજ હોશીયાર અને કાયદા તજજ્ઞ નિલયભાઈ અંજારીયાને મળેલ સ્થાન કચ્છને માટે ગૌરવવંતી ઘટના જ કહેવાય. તેઓએ કહ્યુ કે, કચ્છને સંભવત સુપ્રીમકોર્ટમાં સ્થાન આ ગરીમામય પદ પર પ્રથમ જવખત મળવા પામ્યું છે. અને કચ્છને તેની વિશિષ્ટ ખુશી હોય તે સહજ છે. તો વળી ગાંધીધામ બાર એસો.ના પૂર્વ યુવા પ્રમુખ હિતેશભાઈ ભારદ્વાજે પણ આ તબક્કે જણાવ્યુ હતુ કે, સમગ્ર કચ્છ માટે ગોરવની પળ છે.  કારણ કે ભારતની ન્યાયપાલિકાનુ સર્વોચ્ચ સ્થાન એટલે સુપ્રીમકોર્ટ કહેવાય. અને ત્યાં નામદાર ન્યાયાધીશ પદે કોઈને નિયુકિત મળે તે વ્યકિતગત અને પરીવારની સાથોસાથ સમગ્ર વિસ્તાર માટે પણ ગૌરવપૂર્ણ બીના જ બની રહેતી હોય છે તેમ જણાવ્યુ હતુ. 
.

Comments

COMMENT / REPLY FROM