Trending News
સ્થાનિક સમાચાર

ભુજ રાઈફલ કલબના ખેલાડીઓએ જામનગર મુકામે મેડલ જીત્યો 

29 May


ભુજ : તાજેતરમાં જામનગર મુકામે ઓપન જામનગર રાઈફલ શુટીંગ સ્પર્ધામાં ભુજ રાઈફલ ક્લબના ખેલાડીઓએ જીત હાંસલ કરી છે. વિવિધ એઈજ ગ્રુપના ખેલાડીઓએ પોઈન્ટ ૧૭૭ ઓપન સાઈડ રાઈફલમાં પ્રથમ વખત ભાગ લઈને જીત હાંસલ કરી છે. સિનિયર વિભાગમાં ગિલ મકવાણાએ ગોલ્ડ મેડલ, સેગર અધ્યયન સિલ્વર, મેડલ, સોઢા વિરેન્દ્રસિંહ તથા ખનક જોષીએ ચોથા ક્રમાંકે રહ્યા હતા. આ તમામ ખેલીાડીઓના કોચ નિર્મલા મહેશ્વરીએ સિનિયર માસ્ટર વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. આ પ્રસંગે કલબના હોદ્દેદારો ઉપરાત કલબના કાર્તહર્તા અને મુખ્ય માર્ગદર્શક એવા રિટાયર્ડ ડીવાયએસપી દિલીપ અગ્રવાલે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. 
------

Comments

COMMENT / REPLY FROM