મુંદરા તાલુકાની ર૬ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં ચહલપહલ
શેખડિયા, બરાયા, મંગરા નવી પંચાયતો અને ર૩ જુની ગ્રામ પંચાયતના સરપંચ માટે ચૂંટણી : મતદાન તા. ર૪-૬ના તથા પરિણામ રપ-૬ના થશે જાહેર
મુંદરા : છેલ્લા બે - અઢી વર્ષથી ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ચૂંટણીની રાહ જોવાઈ રહી હતી, તે બુધવારે જાહેર થતાં ગામડાઓમાં ચૂંટણીની વાતો શરૂ થઈ ગઈ છે.
મુંદરા તાલુકાની ર૬ ગ્રામ પંચાયતમાંથી ૩ નવી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવતાં ત્યાં સરપંચ પદ માટે ઉત્સાહી ગ્રામજનો કામે લાગી ગયા છે, જેમાં મંગરા, બરાયા, શેખડિયા ગામ અલગ ગ્રામ પંચાત બની છે. તે બાદ છેલ્લા અઢી વર્ષથી વહિવટદાર પર ચાલતી ગ્રામ પંચાયતમાં હવે સુકાની મળી રહેશે. જુની ગ્રામ પંચાયતની અવધી તો ઘણા પહેલા થઈ ગઈ હતી, જેમાં સમાઘોઘા, દેશલપર, ડેપા, ભદ્રેશ્વર, બેરાજા, રામાણિયા, રતાડિયા, કુંદ્રોડી, ગુંદાલા, ભોપાવાંઢ, ટુંડા, કાંડાગરા, બગડા, વાઘુરા, લફરા, ટોડા, નવીનાળ, સિરાચા ગામમાં ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. ૯-૬, ચકાસણી ૧૦-૬, પરત ખેંચવાની ૧૧-૬, મતદાન ર૪-૬ના અને મતગણતરી ર૬-૬ના રહેશે.
.........

Comments