Trending News
સ્થાનિક સમાચાર

કંડલાની ઈમામી કંપની સામે તંત્રની પોલમપોલ :  માનવધિકાર પંચ લાલઘુમ : કચ્છ કલેકટરને લગાવાઈ ફટકાર

29 May

સૌથી મોટો સવાલ : કંપનીએ અળધી રાત્રે સાધનો વગર કેમ કામદારોને ઉતારવાનુ ઓપેરશન કર્યુ?



પાંચ મજુરોના મૃત્યુ અંગેનો રીપોર્ટ રજુ કરો : પોલીસ-વહીવટીતંત્રને માનવઅધિકારીનો સીધો જ નિર્દેશ



ગાંધીધામ :કંડલામાં ઇમામી એગ્રો ટેક ફેક્ટરીમાં ગત ઓકટોબર મહિનામાં થયેલી દુર્ઘટનામાં પાંચ મજુરોના મોત થયા હતા. કંપનીમાં ટાંકી સાફ કરતી વખતે શ્વાસ રૂંધાઈ જવાના કારણે પાંચ શ્રમજીવીઓના મૃત્યુની ઘટનાએ ભારે અરેરાટી ફેલાવી હતી. આ ઘટના બાદ બેદરકારી અને સલામતીના પગલાનાં અભાવનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આ કેસમાં ફરિયાદી વિનોદ ખુબચંદાણીએ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ મામલાની તપાસ કરવા, પીડિતોના પરિવારોને વળતર ચુકવાય તેની ખાતરી કરવા અને દુર્ઘટના માટે જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવા દાદ માંગી હતી. જે કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે કચ્છના કલેક્ટર અને ભૂજના પોલીસ અધિક્ષકને શરતી સમન્સ જારી કર્યા છે, જેમાં ઓક્ટોબરમાં પાંચ મજૂરોના મૃત્યુ અંગે રિપોર્ટ રજૂ કરવામાં નિષ્ફળ જાય તો તેમને ૧૯ જૂને કમિશન સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની વેબસાઇટ પરના સમન્સમાં જણાવાયું છે કે, ફરિયાદીએ ૬ માર્ચ, ૨૦૨૫ ના રોજ લખેલા તેમના પત્ર દ્વારા જાણ કરી છે કે મેનેજમેન્ટ ખૂબ જ પ્રભાવશાળી છે અને આ મામલાને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ પણ સહકાર આપી રહી નથી. તેમાં વધુમાં જણાવાયું છે કે, આ એક ગંભીર મુદ્દો છે જ્યાં પાંચ મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જિલ્લા અધિકારીઓ દ્વારા રિપોર્ટ રજૂ ન કરવો એ તેમની અસંવેદનશીલતા અને સહાનુભૂતિનો અભાવ દર્શાવે છે. 
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ૧૨ નવેમ્બરના રોજ કાર્યવાહીનો અહેવાલ અને ૩ ફેબ્રુઆરીના રોજ વધારાની માહિતી સબમિટ કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. જોકે, કલેક્ટર અને પોલીસ અધિક્ષક દ્વારા કોઈ અહેવાલ રજૂ કરવામાં આવ્યો ન હતો, અને તેથી કમિશને ૨૭ મેના રોજ આ સમન્સ જારી કર્યું હતું. કમિશનના ૨૭ મેના આદેશમાં જણાવાયું છે કે, ગુજરાતના કચ્છ-ભુજના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને શરતી સમન્સ જારી કરો, જેમાં તેમને ૧૯ જૂન, ૨૦૨૫ ના રોજ કમિશન સમક્ષ રિપોર્ટ સાથે વ્યક્તિગત રીતે હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવે. જો કે, જો રિપોર્ટ નિયત તારીખે અથવા તે પહેલાં પ્રાપ્ત થાય છે, તો તેમની વ્યક્તિગત હાજરી રદ્‌ કરવામાં આવશે.

...........


તંત્રનો કંપની સામે શિર્ષાસન : શું રહસ્ય? કેમ થઈ રહ્યો છે કંપીના જવાબદારોનો બચાવ?

ગાંધીધામ : કંડલા સેઝમાં આવેલી કંપનીમાં ગત વર્ષે ગંભીર બનાવ બન્યો હતો. કંપનીની બેદરકારીના કારણે ટેન્કના તળિયામાં ઉતરેલા ૫ કામદારોના ગુંગળામણના કારણે મૃત્યુ થયા હતા. આ બનાવમાં કંપનીએ નાવમાં કંપનીએ મૃતકોના પરિવારને બારોબાર વળતર ચૂકવી નાખ્યું હોવાથી કોઈ ફરિયાદ કરવા આગળ આવ્યું ન હતું અને જેના કારણે ગંભીર ઘટનામાં પણ કંપની પર કોઈ ફરિયાદ થઈ નથી. જે બાબતે યોગ્ય કાર્યવાહી થવા એક જાગૃત નાગરિક દ્વારા માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી પરંતુ તંત્ર જાણે કંપનીને બચાવવા મથી રહ્યું હોય તેમ અરજદાર જાગૃત નાગરિકને સહકાર ન મળતો હોવાના આક્ષેપા થયા છે.


...........


શું ગરીબોનું કોઈ જ નથી? મૃતકો કામદાર છે એટલે કેસને રફેદફે કરાઈ રહ્યો છે?

ગાંધીધામ : કંડલા ઝોનમાં આવેલી ઈમામી કંપનીમાં નિયમોને નેવે મૂકી ટેન્કના તળિયે સ્લજની સફાઈ કરતાં સમયે ઓક્સિજન લેવલ ઘટી જતાં પાંચ કામદારોના ગુંગળામણથી ગત ઓક્ટોબર-૨૦૨૪માં મૃત્યુ થયા હતા. જે બનાવમાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે અકસ્માત મૃત્યુની નોંધ કરી મામલો રફેદફે કરવાનો પ્રયાસ થયો હોય તેવુ દર્શાય છે. ત્યારે અહી ચોકકસથી સવાલ થવા પામી રહ્યો છે કે, શું મૃતકો ગરીબ હતા એટલે તેમને ન્યાય માટે ટળવળવુ પડે છે? એટલે તેમનો કેસ રફેદફે થતો જોવાઈ રહ્યો છે? એટલે જ કોઈ આગેવાનો પણઆ કેસમાં મજબુત અવાઝ ઉઠાવવા કંપની સામે આગળ આવતા નથી?

...........

Comments

COMMENT / REPLY FROM