ભચાઉના કાંઠા વિસ્તારમાં મીઠાના ગેરકાયદેસર કારખાના-પરીવહન સામે ગ્રામજનોની ગાંધીગીરી : રસ્તા પર ઉતર્યા ભોગગ્રસ્તો.!
પોલીસ-આરટીઓ કુંભકર્ણનિંદ્રામાં : મોટી ઘટનાની લાગે છે ઈંતેજારી
વહીવટીતંત્ર, જંગલ વિભાગ, આરટીઓ, પોલીસ, અભ્યારણ્ય, પીજીવીસીએલ સહિતનાઓની ચુપકીદી બની રહી છે ભારે અકળાવનારી
પોલીસ કાયદાકીય કાર્યવાહીના બદલે રજુઆત કર્તાઓને ડરાવી-ધમકાવી ગઈ હોવાનો ગ્રામજનોએ ઠાલવ્યો રોષ : મીઠાના ઓવરલોડ વાહનોથી ગ્રામજનોને મોટા અકસ્માતની દર્શાય છે ભીતી :
નાના બાળકો સ્કુલે જાય છે , તેઓની સલામતીનું શું?
ગાંધીધામ : પૂર્વ કચ્છના ભચાઉ પંથકમાં મીઠાના અમુક કારખાનાવાળાઓની સામે ભોગગ્રસ્તો દ્વારા ફરીયાદો સતત કરવામા આવી રહી છે પરંતુ જાણે કે, તંત્રના બહેરા કાને આ ફરીયાદો અથડાઈને પરત આવી જતી હોય તેમ દર્શાવવા પામી રહ્યું હોવાથી નાછુટકે હવે ભોગગ્રસ્તો આમપ્રજાજનોએ ગાંધીગીરી કરી અને તેમનો રોષ પ્રગટ કરી દીધો છે અને આજે રસ્તા પર પ્રજાજનોએ ઉતરી અને આવા ઓવરલોડ વાહનોના પરીવાહનોને અટકાવવા સહિતની કાર્યવાહી આદરાઈ હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે. અહી પોલીસતંત્ર, આરટીઓ વિભાગ સહિતનાઓની ભુમિકા શંકાના દાયરામાં આવવા પામી રહ્યુ છે.
સ્થળ પર હાજર રહેલા આમપ્રજાજનોની વાત માનીએ તો ભચાઉ કાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર મીઠાં ના અમુક કારખાનાં અંગે અનેક વખત લાગતા વળગતા અધિકારીઓને રજુઆત કરવામા આવી છે પરંતુ હપ્તા લેવામાં મશગુલ તંત્ર આ બાબતે કોઈ જ કાર્યવાહી કરતુ ન હોવાનો બળાપો ઠાલવવામા આવ્યો હતો. વિવિધ તંત્ર સુધી આ બાબતે રજુઆત કરવામા આવી છે પરંતુ રેવન્યુ, જંગલ ખાતુ,અભ્યારણ્ય, આરટીઓ, જી ઈ બી, પોલીસ અને લાગતા વળગતા અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી. વીજ કનેકશન ગેરકાયદેસર જમીન દબાણ ની તપાસ કરવામાં આવે તો મોટુ પ્રકરણ સામે આવે
પરંતુ તપાસ કરે કોણ? હાલમાં જ એક જાગૃત નાગરિકે પોર્ટ ટ્રસ્ટ અને અભીયારણ વન વિભાગ ને પુરાવા સાથે અરજી કરેલ છે છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી હવે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં
આવશે ત્યારે તપાસ હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં.આ બાબતે પૂર્વ કચ્છ આરટીઓ શ્રી ચૌધરીનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ તેમના ફોનની સતત ઘંટડીઓ જ રણકતી
રહી હોવાથી વિફળ નીવડયો હતો.
............

Comments