ગાંધીધામ DGGI ની ટીમનો સપાટો : બોગસ ઈનપુટ ટેક્ષ ક્રેડીટ કૌભાંડનો પર્દાફાશ
કૌભાંડકારીઓના ટેક્ષ-સલાહકારની સામે કરો લાલઆંખ
દિલ્હીથી બે મહાઠગ દબોચાયા : વધુ શખ્સોના નામો ખુલવાની વકી : બેંક લોન ચાંઉ કરી જવાના નવા પેંતરાઓનો થઈ શકે છે ખુલાસો : બંને સામે ગાંધીધામ રીજીયોનલ DGGI એ કસ્ટમ્સ એક્ટની કલમ ૧૩૨ (૧) (બી) અને (સી) હેઠળ ગુનો નોંધયો
વરસુર ઈમ્પેક્ષના નામે બોગસ-ડમી કંપની ખોલી, ચોખા, ઓઈલ,કોલસા સહિતના મુદામાલની હેરફેર કાગળ પર જ દર્શાવી અને સરકારી ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો કરોડોનો ઘોટાળો આચાર્યો : બન્ને શખ્સોને જયુ.કસ્ટડીમાં મોકલાયા
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરમાં છાશવારે આર્થિકકૌભાંડના પ્રકરણો બહાર આવતા જ રહેતા હોય છે. દરમ્યાન જ અહી સેવારત રહેલી કેન્દ્રીય એજન્સી દ્વારા આવા જ વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરી દીધો છે. દિલ્હીથી બે મહાઠગને દબોચી લીધા છે અને તેમની પ્રાથમિક પુછતાછમાં અહી બોગસ ડમી કંપની બનાવી
ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો કરોડોનો કૌભાડ આચરી નાખ્યુ હોવાનીવાત સામે આવવા પામી ગઈ છે. ગાંધીધામ ડીજીજીઆઈની ટુકડીએ દીલ્હીથી બે શખ્સોને ઉઠાવી અને ગત રોજ નામદાર કોર્ટમાં રજુ કરવામા આવતા તે બન્ને શખ્સોને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામા આવ્યા છે અને તપાસ દરમ્યાન વધુ ખુલાસાઓ થવાની વકી સેવાઈ રહી છે. આ મામલે મળતી વધુ વિગતો અનુસાર કાગળ પર ગાંધીધામમાં
પોતાની વેપારી પેઢી ચાલતી હોવાનું દર્શાવીને ચોખા, બ્રાન ઓઈલ અને કોલસાના ખરીદ વેચાણના બોગસ દસ્તાવેજો, તેના જીએસટી રીટર્ન અને
ઈમ્પુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યાના ડોક્યુમેન્ટ્સ જનરેટ કરતાં હતાં.ડિરેક્ટર જનરલ ઑફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGI )એ દિલ્હીથી આશિષ વાસુદેવ મદન અને વરુણ લક્ષ્મીનારાયણ ટંડનની
ધરપકડ કરી છે. બેઉને ગઈકાલે ગાંધીધામના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાતાં મેજિસ્ટ્રેટએ બેઉને જ્યુ. કસ્ટડીમાં મોકલી આપ્યાં હોવાનુ જાણવા મળી રહ્યુ છે. બંને સામે ગાંધીધામ રીજીયોનલ DGGI એ કસ્ટમ્સ એક્ટની કલમ ૧૩૨ (૧) (બી) અને (સી) હેઠળ ગુનો નોંધ્યો છે.જાણકાર સૂત્રોના મતે આ પ્રકારે ચોપડા પર કરોડો રૂપિયાનો વેપાર દર્શાવી તે પેટે જીએસટી રીટર્ન અને આઈટીસીનાડોક્યુમેન્ટ ઊભાં કરવાનો હેતુ બીજો જ છે. પોતે કરોડોનું ટર્નઓવર ધરાવે છે તેમ દર્શાવી બેઉ જણે હજમ કરી જવાનાહેતુથી વિવિધ બેન્કોમાંથી કરોડો રૂપિયાની લોનો લીધી હોવાની DGGI ને આશંકા છે. આ સ્કેમમાં અન્ય આઠથી દસ પેઢીઓ તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ વગેરે ભળેલાં હોવાની આશંકા સેવાય છે. DGGI હાલ વિવિધ બેન્કોમાં ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
..............
વરસુર ઈમ્પેક્ષના નામે આશિષે કરોડોનો ચોપડયો ચુનો
ગાંધીધામ : આ કેસમાં ૫૭ વર્ષિય આશિષ મદને મેસર્સ આદમ સ્મિથ કોમોડિટીઝ પ્રા.લિ. અને વરુણ દંડને વારસુર ઈમ્પેક્સ પ્રા.લિ. નામથી ગાંધીધામમાં
પોતાની પેઢીઓ દર્શાવી હતી. જો કે, પેઢીઓના જે સરનામા દર્શાવ્યા હતા ત્યાં તેવી કોઈ પેઢી જોવા મળી નહોતી. DGGI ના આરોપ મુજબ આશિષ મદને ૧૬ કરોડ ૭૯ લાખ અને વરુણ દંડને ૫૭.૨૬ કરોડના ચોપડા પર વહેવારો દર્શાવ્યાં છે. હકીકતમાં તેઓ કોઈ ચીજવસ્તુનો વેપાર જ કરતાં નહોતાં.
..........
આશિષ-વરૂણે કોના-કોના નામના દસ્તાવેજો બનાવી મેળવી બોગસ આઈટીસી? કરો તપાસ?
ગાધીધામ : વરૂણ અને આશીષ નામના દિલ્હીના બે ઠગનું કારનામુ પકડાયુ છે અને ગાંધીધામમાં હવે તપાસ ચલાવાઈ રહી છે. ત્યારે જો બોગસ આઈટીસી અહી લેવાઈ હશે તો સવાલ એ થાય છે કે, આ શખ્સોએ તે કલેઈમ કરવા કોના કોના આધારો રજુ કરી દીધા છે? શું જેમના આધારે રજુ કરાયા છે તેઓની પણ સંડોવણી છે કે પછી તેમની અજાણતામાં જ એક યા બીજી રીતે આ મહાઠગ તત્વોએ બોગસ-ડમી કંપની ખોલી આઈટીસી ઓળવી લીધી છે?
.............

Comments