Trending News
સ્થાનિક સમાચાર

બન્નીથી વાગડ સુધીના આહિર સમાજે લગ્ન પ્રસંગને સંવેદના સાથે જોડી સેવા સાધનાને માતબર દાન આપ્યું

28 May


 
ભુજ : વૈશાખ મહિનાની અંધારી તેરસના દિવસે કચ્છના આહિર સમાજના ઘણા ઘરે લગ્નનો માંડવો બંધાય છે અને પરિણયોત્સવ ઉજવાય છે. તાજેતરમાં યોજાયેલા લગ્ન પ્રસંગોમાં “સેવાસાધના”ના કાર્યકર્તાઓએ યજમાન પરિવારોનો સંપર્ક કરી સેવા યજ્ઞમાં યથાયોગ્ય અહુતી આપવા વિનંતી કરી અને આહિર સમજે વિનંતીને સહર્ષ વધાવી લીધી હતી. શુભ પ્રસંગે સમાજહિત અને માનવસેવામાં સહભાગી થવાનના સાત્વિક ઉદેશ્ય સાથે અહીર સમાજના આહીર પરિવાર, માતા પરિવાર, જાટીયા પરિવાર, ડાંગર પરિવાર, ઢીલા પરિવાર, ચાડ પરિવાર, બત્તા પરિવાર, છાંગા પરિવાર, ગાગલ પરિવાર અને વરચંદ પરિવારોએ સમાજના વંચિત અને ઉપેક્ષિત લોક માટે કાર્ય કરતી સંસ્થા સેવા સાધનાને ૮,૦૩,૩૧૧ રૂપિયાનું દાન આપીને સમાજ માટે પ્રેરણારૂપી અને અનોખી સ્તુત્ય પહેલ કરી છે. આ દાન કેટલાય વંચિત લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવશે અને લગ્નોત્સવમાં સેવાકાર્યનું નવું પરિમાણ જોડાશે. 
દાનની સરવાણીમાં સહભાગી પરિવારો રતનાલના વાસણભાઈ ગોપાલભાઈ આહીરના પૌત્ર હર્ષ અને  ખુશીના શુભ લગ્ન પ્રસંગે પુત્ર ત્રિકમભાઈ તરફથી ૫,૧૧૦૦૦ ની સાથે મમુઆરાના ગોમતીબેન દામજી કાનજી જાટીયા પરિવાર દ્વારા પુત્ર જયેશ સંગે વૈશાલીના શુભ લગ્ન પ્રસંગે ૫૧,૦૦૦, કંકુબેન માવજીભાઈ ગાગાલની દીકરી ભદ્રીકાબેન તથા કંકુબેન શંભુભાઈ ગાગાલની દીકરી છાયાબેનના શુભ લગ્ન પ્રસંગે ૨૧૦૦૦, ખેંગારપરના વિનોદભાઈ શામજીભાઈ ચાડ પરિવારના પુત્ર યોગેશ તથા ગામ લાલિયાણાના રામજીભાઈ કાનાભાઈ માતા પરિવારના પુત્ર ભગીરથના શુભ લગ્ન પ્રસંગે ૩૧૦૦૦, ભગવતીબેન રાજેશ ધુલા વરચંદના પુત્ર વિકાસ અને પુત્રી શ્રધ્ધાના શુભ લગ્ન પ્રસંગે ૨૧૦૦૦, રાધાબેન રણછોડ છાંગાના પુત્ર હર્ષના શુભ લગ્ન પ્રસંગે ૨૧૦૦૦, મમુઆરાના કંકુબેન અશોકભાઈ ભચુભાઈ જાટીયા પરિવારના પુત્ર હેમંતના શુભ લગ્ન પ્રસંગે ૧૧,૧૧૧, નિરોણાના જમનાબેન ભાણજી ગાગાલના પુત્ર પ્રકાશના શુભ લગ્ન પ્રસંગે ૧૧,૦૦૦, હીરાપરના રાધાબેન ત્રિકમભાઈ ઢીલા પરિવારના પુત્ર દિનેશ અને પુત્રી પૂજાના શુભ લગ્ન પ્રસંગે ૧૧,૦૦૦, હીરજીભાઈ મમુભાઇ ડાંગર પરિવારના પુત્ર પરેશના શુભ લગ્ન પ્રસંગે ૧૧,૦૦૦, જવાહર નગરના વેજીબેન ભગુભાઈ વેલાભાઇ બતા પરિવારની પુત્રી રીટાના શુભ લગ્ન પ્રસંગે ૧૧૦૦૦, રાધાબેન નંદલાલ વેલજી છાંગાના પુત્ર ઓધવના શુભ લગ્ન પ્રસંગે ૧૧૦૦૦, અટલ નગરના શાંતીબેન રણછોડભાઈ ભીમજીભાઈ ગાગલની પુત્રી દિપાલી ૧૧,૧૧૧, અટલનગરના રાધાબેન લક્ષ્મણભાઇ માવજીભાઈ ગાગલના પુત્ર સચિન તથા પુત્રી સંધ્યા ૧૧,૧૧૧, અટલનગરના શાંતિબેન હરીભાઈ ભીમજીભાઈ ગાગલના પુત્ર મિતેશ તથા પુત્રી રશ્મિ ૫૧૦૦, અટલનગરના કંકુબેન હરિભાઈ અરજણભાઇ ગાગલના પુત્ર રોહિત તથા પુત્રી નીતા ૫૧૦૦, મણીબેન વાલજી ધુલા માતાની પુત્રી નંદનીના લગ્ન પ્રસંગે ૫૧૦૦, રાધાબેન રણછોડ ભચુ પટેલ પરિવારની પુત્રી દુર્ગાના શુભ લગ્ન પ્રસંગે ૫૧૦૦, અટલનગરના કંકુબેન વાલજીભાઈ અરજણભાઇ ગાગલના પુત્ર વિશાલ ૫૧૦૦, ચપરેડીના ધુનીબેન ભીમજીભાઈ જખુભાઇ કેરાસીયાની પુત્રી રીટા ૫૧૦૦, રાધાબેન રાજેશ કાનજી વરચંદના પુત્ર વેદ અને ગોમતીબેન ત્રિકમ રાધાબેન માતા પરિવારની પુત્રી પ્રગતિના શુભ લગ્ન પ્રસંગે ૨૧૦૦, ગોમતીબેન રણછોડ વરચંદ પરિવારના પુત્ર રાધે અને ગીતાબેન રાજેશ વરચંદ પરિવારના પુત્ર રોહિતના શુભ લગ્ન પ્રસંગે ૧૧૦૦ના દાનના ચેક સંસ્થાના ટ્રસ્ટી માવજીભાઈ સોરઠીયા, નારાણભાઈ વેલાણી, જયંતીભાઈ નાથાણી અને દામજીભાઈ જાટીયાને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રા. સ્વ. સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી, સહ પ્રાંત પ્રચારક કમલેશભાઈ રાદડિયા, ત્રિકમભાઈ છાંગા, કચ્છ વિભાગ સંઘચાલાક હિંમતસિંહ વસણ, પશ્ચિમ કચ્છ જિલ્લા સંઘચાલાક ભરતભાઈ દરજી, ધનસુખભાઈ વાઘાણી, હરિભાઈ બરાડીયા, રામજીભાઈ વીરા, ભાવેશભાઈ મેસુરાણી, જયદીપભાઈ સોલંકી, વાલજીભાઈ સુથાર ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સેવા સાધના - કચ્છ સંસ્થા સમગ્ર કચ્છમાં સામાજિક, સ્વાવલંબન, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી ચલાવી રહેલ છે. કચ્છના દુર્ગમ અને સરહદી વિસ્તાર એવા બન્ની - પચ્છ તથા શહેરના આર્થિક નબળા વિસ્તારના બાળકોમાં રાષ્ટ્ર ભાવના પ્રબળ બનાવવા સંસ્કાર કેન્દ્રો ચલાવવામાં આવે છે. વાગડના દુર્ગમ વિસ્તાર અને સરહદી વિસ્તારના બાળકો માટે છાત્રાલય કાર્યરત છે. આ ઉપરાંત બન્ની વિસ્તારમાં આર્થિક રીતે પછાત લોકોને પાંસઠ મકાન અને નવ મંદિરોનું નિર્માણ તથા તેઓ સ્વાવલંબી બને તે માટે અનેક પ્રયાસો અવિરતપણે ચાલી રહ્યા છે. સંસ્થા વતી પ્રમુખ માવજીભાઈ સોરઠીયાએ તમામ પરિવારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. 
-----

Comments

COMMENT / REPLY FROM