ભચાઉમાં સરકારી જમીનના ગેરકાયદેસર અડીંગો : જિલ્લા સમાહર્તા સમક્ષ ધા : કાર્યવાહીના નામે મીંડુ
વાડ જ ચીભડાં ગળે તે આનુ નામ?
સરકારી જમીનોના દસ્તાવેજો કેવી રીતે બની ગયા? અનેકવિધ વખત અલગ અલગ વહીવટી મોરચે રજુ કરાઈ, છતા કાર્યવાહી નહી? કયા સરકારી બાબુઓની જમીન દબાણકારો સાથે છે મીલીભગત? તપાસ કરવાની માંગી દાદ
ગાંધીધામ : વાડ જ ચીભડા ગળી જાય તે ઉકિત ભચાઉ વિસ્તારમાં સાચી ઠરતી હોવાનો બળાપો અરજદાર દ્વારા જિલ્લા સમાહૃતાને ફરીયાદ કરી અને ઠાલવ્યો છે. ભોગગ્રસ્ત એવા હરીશભાઈ વીધાણીએ કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યુ છે કે, ભચાઉની સરકારી જમીન સર્વે નંબર ૧૪૧૦/૧ અને ૧૪૧૦/૨ ના વેચાણના ગેરકાયદેસર દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા જેમાં જેસંગ ખેતશી અને પરબત દેવરાજ બેરાને ખોટી રીતે કબજેદાર તરીકે નોંધણી કરાવવામાં આવી હતી, જ્યારે જેરામ ગોવિંદે ગેરકાયદેસર રીતે કાંતિલાલ શિવજી નિસારને પત્ર લખ્યો હતો અને કાંતિલાલ શિવજી નિસાર વર્તમાન ધારક છે.તેઓએ આરોપ લગાવ્યો છે કે રવા ભીખા હુંબલ અને હરિ રાવા હુંબલ ગેરકાયદેસર રીતે લખાયેલા છે અને કરોડો રૂપિયાની સરકારી જમીનમાં થયેલી ગેરરીતિઓ અંગે ફોજદારી કેસ નોંધવાની માંગ કરી છે. આ અંગે વડા પ્રધાન અને મુખ્યમંત્રીના પોર્ટલ પર પણ ફરિયાદ કરવામાં આવી છે.વધુ માં જણાવવા નું કે, આ સમગ્ર કૌભાંડ અને સરકારી જમીન- મિલકત અંગે ની ગેરરીતિ મહત્વ ના સ્થાને બેઠેલા સરકારી બાબુઓ ની મીલીભગત અને સીધે સીધી સંડોવાણી સિવાય શક્ય નથી.માન. કલેક્ટર શ્રી દ્વારા જો તપાસ કરવામાં આવે તો અનેક ગેરરીતિ બાહર આવે તેમજ ભ્રષ્ટ સરકારી બાબુઓ ના પગ નીચે રેલા આવે તેમ છે. તેવુ અરજદાર હરેશ વિધાણી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Comments